કોવિડ-19 રોગચાળાથી પીડિત માણસો રોગચાળાની સજજતા વિશે ઘણું શીખ્યા છે: ભાવિ ફાટી નીકળવાના રોગ ચાળા વિશે પૃથ્વીવાસીઓને જાગૃત કરવાનો દિવસ છે: યુએન દ્વારા રોગચાળા સામેની તૈયારી નિવારણ અને ભાગીદારીના મહત્વની હિમાયત પર ભાર મૂકયો છે
વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા રોગચાળાને શોધવા અટકાવવાઅને તેના પ્રતિસાદ આપવામાં મદદ કરી શકે તેવી આરોગ્ય પ્રણાલી, સપ્લાય ચેન અને ગરીબ દેશોની આજીવિકાને વિક્ષેપિત ન કરે તેવી આરોગ્ય પ્રણાલી પર ભાર મૂકયો છે
આઈ કેર… ડુ યું ?
આજે સમગ્ર વિશ્વમાં ‘આંતરરાષ્ટ્રીય રોગચાળાની તૈયારીનો દિવસ ઉજવાય રહ્યો છે ત્યારે સમગ્ર વિશ્વ કોરોના નવા વેરીયન્ટ સામે દેશનીપ્રજાને કેમ બચાવી શકાય તેવી તૈયારી પણ કરી રહ્યો છે. હાલમાં ચીનમાં ખૂબજ સક્રિય રીતે કોવિડ-19 એ ફરી એક નવા વેરીયન્ટ સાથે હાહાકાર મચાવ્યો છે. ત્યારે વિશ્વના અન્ય દેશો પણ પોતાની આગોતરી તૈયારી કરી રહ્યા છે. આજનો દિવસ જ આંતરરાષ્ટ્રીય રોગચાળાની સામેની તૈયારીનો દિવસ છે. રોગચાળાનું નિદાન સારવાર-ટેસ્ટીંગ, ટ્રીટમેન્ટ, રસીકરણ, સંક્રમણથી બચાવ અને તેના નિયંત્રણ બાબતેના પગલા તાત્કાલીક ધોરણે લેવાય એ જરૂરી છે.
માનવ જાત છેલ્લા ઘણા વર્ષોથી રોગચાળો અને વાયરસના ફેલાવા સામે બાથ ભીડી રહ્યો છે. વાયરસના ફેલાવાને રાકેવો અને તેના વિવિધ માર્ગો શોધવા પર હવે સક્રિયતાથી કામ કરી રહ્યો છે. સંક્રમણ રોકવાના ‘લોકડાઉન’ના પગલા વિશે આપણે સૌ માહિતગાર છીએ રોગચાળો ફોટી નીકળે ત્યારે બધાને આરોગ્ય સેવા મળી રહે તેવું આયોજન હવે કાયમી ધોરણે તૈયાર રાખવું જ પડશે. કારણ કે હવે વાયરસના નવા નવા ટ્રેન્ડ આવતા જ રહેશે. મેલેરીયા, ડેંગ્યુ, એચ.આઈ.વી., સાર્સ, ફલુ જેવા વિવિધ રોગચાળા સામે આપણે શોધ સંશોધન કરીને ધણી બધી પ્રગતિ કરી છે, પણ જયારે નવા વાયરસ આવતા જો આપણી પૂર્વ તૈયારીઓ હશે તોજ આપણે માનવીને બચાવી શકીશું.
2019માં જયાર ચીનમાં કોરોના વાયરસ ફાટી નીકળ્યો ત્યારે તેનો ચેપ સમગ્ર વિશ્વનાં દેશોમાં પ્રસરતા ધણા દેશોની આરોગ્ય સંભાળ પ્રણાલીઓની ખામી જોવા મળી હતી. હોસ્પિટલમાં પથારી, વેન્ટીલેટર જેવી વિવિધ સિસ્ટમનો દર્દીઓની સંખ્યા સામે અભાવ જોવા મળ્યો હતો જે બતાવે છે કે રોગચાળાની સામે આપણે આરોગ્ય સંભાળની તૈયારી કરી નહ તી વિશ્વ આરોગ્ય સંસ્થાને જયારે એવું લાગે કે આ દેશને તકલીફ થવાની છેત્યારે તેને અગાઉથી ચેતવણી પણ આપવામાં આવે છે.
કોરોના મહામારીમાં હેન્ડ સેનિટાઈઝર અને માસ્કની પણ અછત જોવા મળતી હતી. રોગચાળા સામે લડવા વિશ્વના તમામ દેશો એક થઈને આ વૈશ્ર્વીક બિમારી સામે લડવા તૈયાર રહેવું પડશે.રોગચાળાના અભ્યાસ બાદ, સામનો કર્યા બાદ નિષ્ણાંતોનો મત એવા હતોકે જો વિશ્વના દેશો તેમની સામે લડવા કે આગોતરૂ આયોજન કર્યું હોત તો ધણા સારા પરિણામો મળ્યા હોત. રોગચાળાને અંકુશમાં લેવા માટે વિવિધ કડક પગલા સાથે લોક ભાગીદારી પણ અગત્યની ભૂમિકા ભજવે છે. સરકારી ગાઈડલાઈન્સનું પાલન કરી કે કરાવીને ધણા જીવો બચાવી શકાય છે.
કોવિડ-19ની મહામારી ફેલાયાબાદ 2020થી આ આંતરરાષ્ટ્રીય રોગચાળાની તૈયારીનો દિવસ ઉજવાય રહ્યો છે. આ બાબતે વિશ્વ પણ આ મહામારી બાદ જ જાગૃત થયું હતુ. ઘણા વાયરસોની સામે તેની રસીપણ શોધીને લોકોને તેના ડોઝ કે બુસ્ટર ડોઝ જેવી વ્યવસ્થા પણ કરી લીધી છે, પણ વાયરસમાં ભિન્નતા આયાબાદ ફરી કોવિડ-19એ માથુઉંચકતા તૈયારી કરવી પડી છે.આજનો રોગચાળાની સામે જાગૃતી જ્ઞાન પ્રસરાવીને ભવિષ્યમાં આવનારી આફત સામે બચાવે છે.
આપણા દેશમાં પણ છેલ્લા એક વીકથી આરોગ્ય વિભાગ તડામાર કરીને એક શ્રેષ્ઠ આરોગ્ય પ્રણાલી ઉભી કરીને તમામને ટ્રીટમેન્ટ દવા ટેસ્ટીંગ જેવી વિવિધ મદદ મળી રહે તેના આયોજન કરીને,સેટઅપ ઉભા કરીને ફુલપ્રુફ તૈયારી કરી લીધી છે. કોરોના મહામારી વખતેપડેલી મુશ્કેલીના અનુભવ બાદ આપણને હવે ઘણું શીખવા મળતા આ વખતે જડબેસલાખ વ્યવસ્થા ઉભી કરાય છે. રોગચાળાને કંટ્રોલ કે નાબુદ કરવામાં જાગરૂકતા અને સજજતા ચાવી રૂપ ભૂમિકા ભજવે છે.આપણે આપણી હેલ્થકેર સીસ્ટમમાં સુધારો કરવાની તૈયારી રૂપે પણ આ દિવસ ઉજવી શકાય.
વિશ્વભરમાં વાયરસ ફેલાવાના ન્યુઝ આવ્યા, કેસો વધ્યા, મૃત્યુ આંક વધ્યો તોય અમૂક દેશોએ શરૂઆતમાં આ ફલુછે તેવી ભૂલ કરીને તેને વકરવા દેતા તેકાબુ બહાર ગયો હતા. માટે આજનો દિવસ એ એક અગમચેતીની જાગૃત્તિનો છે.રોગચાળો સમગ્ર વિશ્વનાં લાખો લોકોના જીવન પર અસર કરી શકે છે. કે કરે છે,તો હવે તેનામાટે પહેલાથી ચોકકસ પ્લાનીંગ કરીનેલોક જાગૃતિ દ્વારા મૃત્યુ આંક ચોકકસ ઘટાડી શકાય છે.તેને પોતાના દેશમાં કંટ્રોલ કે નાબુદ કરવા કરોડોનો ખર્ચ કર્યો હતો. જો અગાઉથી જ સાવચેતી રાખી હોય તો આ ખર્ચબચી શકે માટે આજનો દિવસ વૈશ્ર્વીક મહત્વનો ગણાય છે.
11 માર્ચ 2020નાં રોજ ડબલ્યુ.એચ.ઓ.એ કોવિડ
19ના ફેલાવા અને ગંભીરતાના ભયજનક સ્તરને કારણે રોગચાળો જાહેર કર્યો 31 ડિસેમ્બર-2019 ચીનમાં ન્યુમોનિયાના કલસ્ટરનો કેસ નોધાયાબાદ 12 જાન્યુઆરી 2020માં આ વાયરસ ચીને ફેલાવ્યો છે.તેવી ખોટી અફવા ઉડવાલાગી 13 જાન્યુઆરી 2020ના રોજ ચીન દેશ બહાર પ્રથમ કેસ થાઈલેન્ડમાં નોાંધાયો 11 માર્ચ 2020ના રોજ ડબલ્યુ.એસ.ઓ.એતેના ફેલાવા અને ગંભીરતાના ભયજનક સ્તરને કારણે કોવિડ 19ને વૈશ્ર્વિક રોગચાળો જાહેર કર્યો હતો. રોગચાળાની તૈયારીના આંતરરાષ્ટ્રીય દિવસનું અવલોકન કરવું હવેજરૂરી છે.
કારણ કે ગ્લોબલાઈઝેશનને કારણે રોગો પહેલા કરતા વધુ ઝડપથી ફેલાય શકે છે. રસીકરણ ગાઈડલાઈન કે અન્ય સલામતીનાં પગલા વિશે માહિતીનો અગાઉથી જ પ્રચાર પ્રસાર કરવો જરૂરી છે. 1918માં ઈન્ફલ્યુ એન્ઝાએ વિશ્વની પાંચ ટકા વસ્તીનો ભોગ લીધો હતો, તો ચીનનો ‘હમિનમંધા-નામનો ગ્રામ્ય વિસ્તાર રોગચાળાને કારણે સંપૂર્ણ નાશ પામ્યો હતો. એથેન્સમાં 430 બીસીમાં એક રોગચાળો પાંચ વર્ષ ચાલ્યો હતો.