GSTનાં દબાણ અને ડિઝલની વધતી કિંમતોનાં વિરોધમાં ટ્રક ટ્રાંસપોર્ટરોએ બે દિવસની હડતાલનું એલાન કર્યું છે. હડતાલની અસર આજે સવારે 8 વાગ્યે રસ્તા પર જોવા મળશે છે. 10 ઓક્ટોબરની સાંજે 8 વાગ્યે હડતાળ પૂર્ણ થઇ જશે. આ કારણે લગભગ 80 લાખ ટ્રક હડતાળ પર રહી શકે છે. સાથે સાથે પ્રદેશનાં બસ સંચાલક પણ આ હડતાલને સમર્થન આપી રહ્યાં છે.

બસ સંચાલક પણ ડિઝલની વધતી કિંમતો અને ભાડાં ન વધારવાથી મુશ્કેલીમાં છે.ટ્રકનાં આવન-જાવન બંધ થવાથી દરરોજનાં વપરાસની ચીજ વસ્તુનો સપ્લાય ઠપ થઇ ગયો છે તેનાંથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. ઓઇલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ અને કલકત્તા ગુડ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ એસોશિએશન ગત દિવસોમાં હડતાળનું એલાન કરી ચુક્યા હતા. બસ સંચાલકો દ્વારા લાંબા સમયથી બસનાં ભાડાં વધારવાની માંગણી કરવામાં આવી રહી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.