નવા વર્ષમાં મહારાષ્ટ્રમાં જાતીય હિંસા ફેલાઈ ગઈ છે. સોમવારે પુણેની પાસે ભીમા-કોંરેગાંવ યુદ્ધની 200મી વર્ષગાંઠ પર આયોજિત કાર્યક્રમમાં બે જૂથ વચ્ચે હિંસા થતા એક વ્યક્તિનું મોત થયું હતું. ત્યારપછી મુંબઈ, પુણે, ઔરંગાબાદ, અહમદનગર જેવા 18 શહેરો સુધી આ હિંસા ફેલાઈ ગઈ હતી. બુધવારે સવારે ભારિપ, બહુજન મહાસંઘ, મહારાષ્ટ્ર ડેમોક્રેટિક ફ્રંટ, મહારાષ્ટ્ર લેફ્ટ ફ્રંટ સહિત 250થી વધારે દલિત સંગઠનોએ બુધવારે મહારાષ્ટ્ર બંધની જાહેરાત કરી છે. ત્યારપછી સમગ્ર રાજ્યમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. સવારે થાણેમાં વિરોધ અને પ્રદર્શ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન અહીં એક ટ્રેન પણ રોકવામાં આવી હતી. પ્રશાસને અહીં 4 જાન્યુઆરી સુધી 144 કલમ લગાવી દીધી છે.
શું છે મુંબઈની હાલની સ્થિતિ
– મુંબઈના ઘણાં વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઘાટકોપર અને ઈર્સ્ટન એક્સપ્રેસ હાઈવ પણ સતર્ક કરવામાં આવ્યો છે.
– ઔરંગાબાદમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
– અકોલમાં એક બસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો છે.
– મુંબઈની 40,000 સ્કૂલો આજે બંધ છે.
– મુંબઈમાં આજે ડબ્બાસેવા પણ બંધ છે.
– થાણે રેલવે સ્ટેશન પર આંદોલનકારીઓએ ટ્રેન રોકી દીધી છે.
– મહારાષ્ટ્રના થાણેમાં 4 જાન્યુઆરીએ રાતે 12 વાગ્યા સુધી 144 કલમ લગાવી દેવામાં આવી છે.