શિક્ષણની સાથે સંસ્કારોનું સિંચન કરતી શહેરની પ્રતિષ્ઠિત ધોળકીયા, મોદી, પંચશીલ અને નિધિ સ્કુલ સહિતની શાળાઓમાં ઉજવાયો ટિચર્સ ડે
પાંચમી સપ્ટેમ્બરને આખા ભારતમાં શિક્ષક દિને તરીકે ઉજવવામાં આવે છે. ભારતના બીજા રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન ના જન્મદિન નીમીત શિક્ષક દિન મનાવાય છે. ખાસ કરીને રાજકોટ શહેરની વાત કરીએ તો આપણું શહેર છેલ્લા ઘણા સમયથી શિક્ષણ માટેનું હબ બન્યું છે. આજે શિક્ષક દિનના દિવસે શહેરની પ્રતિષ્ઠિત શિક્ષણની સાથે સંસ્કારોનું સિંચન કરતી શાળાઓમાં પણ ઉત્સાહભેર વિઘાર્થીઓએ શિક્ષક દિન મનાવ્યો હતો. આજે વિઘાર્થીઓ ખુદ શિક્ષક બની પોતાના પ્રિય શિક્ષકને સન્માન આપ્યું હતું.એસ.જી. ધોળકીયા સ્કુલના ઇન્દિરાબા સરવૈયાએ જણાવ્યું હતું કે પમી સપ્ટેમ્બર એટલે શિક્ષક દીન છે ત્યારે શિક્ષક દિનની ખુબ જ સુંદર રીતે શાળાઓમાં થાય છે. જેમાં વિઘાર્થીઓ એક દિવસ માટે શિક્ષકનું સ્થાન લે છે ત્યારે ધોળકીયા સ્કુલના આચાર્ય ઇન્દિરાબા સરવૈયાએ આજના દિવસે જણાવ્યું હતું કે શિક્ષક દિન નીમીતે બાળકોમાં રહેલી સ્ટીલને આગળ ધપાવવા, એનામાં રહેલું જ્ઞાન દીપાવવા વધારે પ્રયત્નો કરી રહ્યા છીએ. બાલમંદીરથી માંડીને ૧ર ધોરણ સુધીના બધા બાળકોને પોત-પોતાની રીતે પોતાની પસંદગીના વિષયો સાથે બાળકોને ભણાવવાનો ચાન્સ આપવામાં આવે છે અને જે રીતે શિક્ષક પોતાના કલાસમાં જેવું વર્તન કરીને ભણાવે છે એવો જ પ્રયત્ન બાળકો દ્વારા કરાયો છે.આ તકે પંચશીલ સ્કુલના આચાર્ય ડી.કે. વાડોદરીયાએ જણાવ્યું હતું કે, આજે શિક્ષક, આચાર્યો માટેનલ ઉત્તમ દિવસ એટલે શિક્ષકદીન ત્યારે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનો માત્ર જન્મદિવસ જ નહી પણ રાધાકૃષ્ણ એવા શિક્ષક બન્યા કે સમાજે આ દેશે એમના જન્મદિવસને શિક્ષક દીન તરીકે ઉજવ્યો ત્યારે પંચશીલ સ્કુલ પરીવારમાં પણ વિઘાર્થીઓ દ્વારા ટીચર્સ ડે ઉજવવામાં આવ્યો છે. ત્યારે અમારી શાળાના વિઘાર્થીઓ જુદા જુદા વિષયના શિક્ષકો બનીને વર્ગખંડમાં ગયા હતા. આજે એમનું વર્તન, બોડી લેગ્વેજ અને આત્મવિશ્ર્વાસ જબરજસ્ત હતો અને વિઘાર્થીઓએ પણ એ અનુભૂતિ જબરજસ્ત રીતે પ્રાપ્ત કરી. અમે પણ આજે સંચાલક તરીકેની જવાબદારી વિઘાર્થીઓને સોંપી ત્યારે એમ પણ એ રીલેકસેશન અનુભવ્યું છે.આજરોજ ૫ સપ્ટેમ્બર આપણા ભારતદેશના બીજા રાષ્ટ્રપતિ ડો.ર્સ્વપલ્લવી રાધાકૃષ્ણનો જન્મદિવસના અનુસંધાને ટીચર્સ ડે ઉજવવામાં આવે છે. આજે નીધિ સ્કુલની અંદર નાના નાના કે.જી.સેકશનથી લઈ ૧૨ ધોરણ સુધીના વિદ્યાર્થીઓ આજે શિક્ષક તરીકે, પ્રિન્સિપાલ તરીકે કલાર્ક અને પટ્ટાવાળાની ભૂમિકા એક દિવસમાં ભજવી અને જે મુજબ એમના ટીચર એમને જ્ઞાન આપતા હોય જે મુજબ સ્ટાઈલથી ભણાવતા હોય તેમને પોતાનું પર્ફોમન્સ રજુ કરેલ છે. બાળક ખરેખર ટીચર્સ કરતાં પણ સા‚ પર્ફોમન્સ આપી શકે છે. કેમ કે બાળક એક નિર્દોષ ભાવથી ભણાવતું હોય છે. ત્યારે એ આબેહુબ ટીચર્સ કરતા પણ સારી કૃતિ રજૂ કરી શકે છે.આજે ડો.સર્વપલ્લવી રાધાકૃષ્ણ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના જન્મદિવસને સમગ્ર ભારતવર્ષમાં ટીચર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. “શિક્ષક કભી સાધારણ નહિ હોતા આ સૂત્ર એ ખરેખર આજના દિવસે સાર્થક થતું હોય તેવું લાગી રહ્યું છે. ટીચર્સ ડે આજે મોદી સ્કુલમાં ખૂબ જ સુંદર રીતે ઉજવાયો છે. આજે વિદ્યાર્થી પાસે નોલેજ છે પરંતુ તેને કેવી રીતે પ્રેક્ટિકલી ક્ધવર્ટ કરવું તે નથી આવડતું. આજે મોદી સ્કુલમાં નાના વિદ્યાર્થીઓથી લઈ મોટા ૧૨ ધોરણ સુધીના વિદ્યાર્થીઓ શિક્ષક બન્યા હોય, કલાર્ક બન્યા હો, હેડ બન્યા હોય એ રીતે ઉજવણી કરાઈ છે. આજના દિવસે બધા જ વિદ્યાર્થીઓ પોતાના યાદ કરીને શિક્ષક દિનની ઉજવણી કરી રહ્યાં છે.