જીયુવીએનએલે પરિપત્રમાં જીબીઆની હડતાલ ગેરકાયદેસર હોવાનું જણાવતા ઇજનેરોમાં રોષ
જીબીઆ દ્વારા પગાર સુધારણા, સ્ટાફ સેટઅપ જેવી અન્ય ર૭ જેટલી લાંબા સમયથી પડતર માંગણીઓ બાબતે જીયુવીએનએલ સામે મોરચો માંડવામાં આવ્યો છે. આજરોજ ગાંધીનગર ખાતે જીબીઆના સભ્યોએ સત્યાગ્રહ છાવણી ઉભી કરી છે. આ સાથે ર૦મીએ માસ સીએલ બાદ ર૬મીથી અચોકકસ મુદતની હડતાલ કરવામાં આવશે.
જીઇબી એન્જીનીયર્સ એસોસીએશન દ્વારા પડતર પ્રશ્ર્નોને લઇને જીયુવીએનએલ સમક્ષ અનેક રજુઆતો કરાઇ હતી પરંતુ કોઇ પરિણામ ન મળતા અંતે જીબીઆએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. આજે અગાઉ તા.૭એ ઇજનેરોએ પ્રતિક ઉપવાસ કર્યા હતા. ત્યારબાદ આજરોજ ઇજનેરોએ ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી ઉભી કરી જીયુવીએનએલ સામે વિરોધ દર્શાવ્યો છે. આગામી ર૦મીએ માસ સીએલ બાદ ર૬મીથી ઇજનેરો અચોકકસ મુદતની હડતાલ પર ઉતરવાના છે.
જીયુવીએનએલ મેનેજમેન્ટ દ્વારા જીબીઆની આંદોલન નોટીસના અનુસંધાને જવાબો પાઠવવામાં આવેલ છે. જીયુવીએનએલ મેનેજમેન્ટ દ્વારા પરિપત્ર ઘોષિત કરી હડતાલને ગેરકાયદેસર ઠેરવેલ છે. મેનેજમેન્ટ દ્વારા હડતાલને ગેરકાયદેસર ઠેરવવામાં જેટલો સમય વેડફવામાં આવેલ છે. તેના બદલે આ સમય જીબીઆ સાથે જરુરી વાટાઘાટો કરી માંગણીઓનો યોગ્ય નિકાલ કરવા માટે ફાળવેલ હોત તો ઘણાંય પ્રશ્ર્નોનું નિરાકરણ આવી ગયેલ હોત તે બાબતે સ્પષ્ટ છે. જીબઆ દ્વારા ચલાવવામાં આવતી લડત ફકત ઇજનેરો અને અધિકારીઓ પુરતી મર્યાદિત નથી. પરંતુ જીયુવીએનએલ હેઠળની તમામ કંપનસીઓના સમગ્ર અંદાજે પપ,૦૦૦ થી વધુ કર્મચારીઓ અને તેના પરીવારના હિતમાં હોય તે માટેની લડત છે. પરંતુ મેનેજમેન્ટના જકકી વલણના કારણે રાજયની ઔઘોગિક શાંતિ જોખમાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામેલ છે.
પરંતુ જીબીઆ એસોસીએશન હજુ પણ હકારાત્મક વલણ અપનાવી ઉ૫સ્થિત કરવામાં આવેલ માંગણીઓ બાબતે વાટાઘાટો દ્વારા નિરાકરણકરવા માટે મેનેજમેન્ટને પત્રો દ્વારા જાણ કરવામાં આવેલ છે. અને તૈયાર પણ છે. તેમ છતાંય જીયુવીએનએલ મેનેજમેન્ટ દ્વારા મીટીંગો માટે જીબીઆને આમંત્રણ ન પાઠવી માંગણીઓનો સુખદ નિરાકરણ કરવામાં કોઇ રસ ન હોય તેવું જણાય રહ્યું છે. જેથી આમ નજીકના ભવિષ્યમાં જીબીઆની માંગણીઓનો નિકાલ નહી આવે તો જીબીઆ દ્વારા જાહેર કરેલ લડતને બમણા જોમથી લડવાનું આહવાન કરવામાં આવેલ છે. તેમજ જીબીઆના જનરલ સેક્રેટરી બીપીનભાઇ શાહની યાદીમાં જણાવાયું છે.