વારાણસી સ્પેશિયલ એક્સપ્રેસ તથા વરેઠા માટે મેમુ ટ્રેન દોડાવવાનો પશ્ચિમ રેલવેનો નિર્ણય
પશ્ચિમ રેલ્વે ગાંધીનગર કેપિટલ અને વારાણસી વચ્ચે નવી સ્પેશિયલ ટ્રેન તથા ગાંધીનગર કેપિટલ અને વરેઠા વચ્ચે મેમુ ટ્રેનની શરૂઆત કરશે.પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા આ ટ્રેનોની માહિતી આપવામાં આવી છે.
ગાંધીનગર કેિ5ટલ-વારાણસી સુપરફાસ્ટ સ્પેશિયલ એક્સપ્રેસ (સાપ્તાહિક) : તેની ઉદ્ઘાટન સેવા રૂપે ટ્રેન નંબર 09468 ગાંધીનગર કેપિટલ- વારાણસી સુપરફાસ્ટ સ્પેશિયલ એક્સપ્રેસ આજે શુક્રવારે ગાંધીનગર કેપિટલથી 16.50 કલાકે પ્રસ્થાન કરશે અને કાલે શનિવારે 17.40 કલાકે વારાણસી પહોંચશે. આ ટ્રેન મુસાફરી દરમિયાન બંને દિશામાં આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, ઉજ્જૈન, સંત હિરદાસરામ નગર, બીના ઝાંસી, ગોવિંદપુરી અને પ્રયાગરાજ સ્ટેશનો પર રોકાશે.
તેની નિયમિત સેવા રૂપે ટ્રેન નંબર 04274 ગાંધીનગર કેપિટલ-વારાણસી સુપરફાસ્ટ સ્પેશિયલ એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલથી દર ગુરૂવારે 23.15 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 23.30 કલાકે વારાણસી પહોંચશે. આ ટ્રેન 22 જુલાઇ, 2021થી નિયમિત રૂપે દોડશે. તે જ રીતે પરત દિશામાં ટ્રેન નંબર 04273 વારાણસી-ગાંધીનગર કેપિટલ સુપરફાસ્ટ સ્પેશિયલ એક્સપ્રેસ વારાણસીથી દર બુધવારે 15.15 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 15.20 કલાકે ગાંધીનગર કેપિટલ પહોંચશે.
આ ટ્રેન 21 જુલાઇ, 2021 થી નિયમિત રૂપે દોડશે. આ ટ્રેન મુસાફરી દરમિયાન બંને દિશામાં અમદાવાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, ઉજ્જૈન, સંત હિરદારામ નગર, બીના, ઝાંસી, ગોવિંદપુરી અને પ્રયાગરાજ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને સેક્ધડ ક્લાસ સિટિંગ કોચનો સમાવેશ રહેશે. આ ટ્રેન સંપૂર્ણ આરક્ષિત ટ્રેન તરીકે દોડશે.
ગાંધીનગર કેપિટલ- વરેઠા મેમુ, (અઠવાડિયામાં 6 દિવસ) અનારક્ષિત : ગાંધીનગર કેપિટલ- વરેઠા અનારક્ષિત મેમુ શુક્રવારે આજે ગાંધીનગર કેપિટલથી 16.50 કલાકે પ્રસ્થાન કરશે અને તે જ દિવસે 20.40 કલાકે વરેઠા પહોંચશે. મુસાફરી દરમિયાન આ ટ્રેન કલોલ, ઝુલાસણ, ડાંગરવા, આંબલીયાસન, જગુદાન, મહેસાણા, રંડાલા, પુદ્ગમ ગણેશપુરા, વિસનગર, ગુંજા, વડનગર અને ખેરાલુ સ્ટેશનો પર રોકાશે.
તેની નિયમિત સેવા રૂપે ટ્રેન નંબર 09497 ગાંધીનગર કેપિટલ-વરઠા અનારક્ષિત મેમુ શનિવાર સિવાય દરરોજ ગાંધીનગર કેપિટલથી 18.00 કલાકે પ્રસ્થાન કરશે અને તે જ દિવસે 21.25 કલાકે વરેઠા પહોંચશે. આ ટે્રન 18 જુલાઇ, 2021થી નિયમિત રૂપે દોડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09498 વરેઠા- ગાંધીનગર કેપિટલ અનારક્ષિત મેમુ રવિવાર સિવાય દરરોજ વરેઠાથી 06.40 કલાકે પ્રસ્થાન કરશે અને તે જ દિવસે 10.00 કલાકે ગાંધીનગર કેપિટલ પહોંચશે.
આ ટ્રેન 17 જુલાઇ, 2021થી નિયમિત રૂપે દોડશે. આ ટ્રેન મુસાફરી દરમિયાન બંને દિશામાં કલોલ, ઝુલાસણ, ડાંગરવા, આંબલીયાસન, જગુદાન, મહેસાણા, રંડાલા, પુદ્ગમ ગણેશપુરા, વિસનગર, ગુંજા, વડનગર અને ખેરાલુ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેન અનારક્ષિત ટ્રેન તરીકે દોડશે.વિસ્તૃત ટ્રિપ્સનું બુકિંગ 18 જુલાઇ, 2021થી નિયુક્ત પીઆરેએસ કાઉન્ટર્સ અને આઇઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે.
મુસાફરો ટ્રેનોના સ્ટોપેજ, સંચાલનનો સમય, સંરચના, આવર્તન અને સંચાલનના દિવસોની વિસ્તૃત માહિતી માટે મુસાફરો www. enquiry. indianrail.gov.in ની મુલાકાત લઇ શકશે. નોંધનીય છે કે આ સ્પેશિયલ ટ્રેનોમાં ફક્ત ક્ધફર્મ ટિકિટવાળા મુસાફરોને જ ટ્રેન નંબર 04274/04273માં મુસાફરી કરવાની છૂટ રહેશે. પશ્ર્ચિમ રેલવેએ મુસાફરોને બોર્ડિંગ , મુસાફરી અને ગંતવ્ય દરમિયાન કોવિડ-19થી સંબંધિત તમામ ધોરણો અને એસ.ઓ.પી.નું પાલન રેલવેની યાદીમાં જણાવાયું છે.