કારતક સુદ પાંચમને સોમવાર એટલે આજે લાભપાંચમ છે. લાભ પાંચમને જ્ઞાનપંચમી પાંડવ અને શ્રી સૌભાગ્ય પંચમી પણ કહેવામાં આવે છે. આ દિવસે વ્યાપારી લોકો દિપાવલી બાદ પોતાના વ્યાપાર ને શરુઆત કરે છે. પોતાના વ્યાપાર ની શરુઆત કરતા પહેલા સૌ પ્રથમ પોતાના વ્યાપાર ધંધાની જગ્યા ખોલી ગણપતિદાદાનું ઘ્યાન અને પુજન કરવું, ત્યાર બાદ પોતાના કુળદેવી અને પિતૃદેવોને યાદ કરવા પ્રાર્થના કરવી કે આખુ વર્ષ અમારો વ્યાપાર સારો જાય અને સંવત ૨૦૭૫ નું વર્ષ નિવિદને પસાર થાય ત્યારબાદ વ્યાપાર ધંધાનો શુભારંભ કરવો. લાભ પાંચમના દિવસે નવા વાહનની ખરીદી તથા લગ્ન પ્રસંગો જેવા શુભ પ્રસંગોના સામાનની ખરીદી, શુભકાર્યો, દસ્તાવેજ કરાવવા તથા જપ હોમ પુજા પાઠ બધુ શુભ અને ઉત્તમ ગણાય છે.
જૈન લોકો આ દિવસે જ્ઞાન પંચમી ઉજવે છે. તથા જ્ઞાન તથા સરસ્વતિ માતાજીનું આ દિવસે પુજન કરવું શુભ છે. વિઘાર્થીઓએ આ દિવસે ખાસ માતા સરસ્વતીનું પુજન કરવું જોઇએ.આ વર્ષે સોમવારે લાભ પાંચમ આખો દિવસ અને રાત્રીના ૧.૫૧ સુધી છે.
લાભ પાંચમના દિવસના ચોધડીયા અમૃત ૬.૫૮ થી ૮.૨૧, શુભ ૯.૪૫ થી ૧૧.૦૮, અલ ૧.૫૪ થી ૩.૧૭, લાભ ૩.૧૭ થી ૪.૪૦, અમૃત ૪.૪૦ થી ૬.૦.૩ અભિજિત મુહુર્ત બપોરે ૧૨.૦૯ થી ૧૨.૫૮૩ અને પ્રહોશકાળ સાંજે ૬.૦૪થી ૭.૪૭ સુધી છે તેમ શાસ્ત્રી રાજદિપ જોષીની યાદીમાં જણાવાયું છે.