જેસીપી, ડીસીપી,એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓનું સતત નિરીક્ષણ
દારૂ અને ડ્રગ્સનો નશો કરેલાઓને દબોચી લેવા પોલીસનો એક્શન મોડમાં
ઈશુના ૨૦૨૨ ના વર્ષને બાય બાય અને ૨૦૨૩ ને વેલકમ કરવા માટે શહેરની ભાગોળે રિસોર્ટ અને ફાર્મ હાઉસમાં યોજાતી રંગીન પાર્ટીઓમાં શરાબ અને ડ્રગ્સનુ શેવન થતું હોવાથી આવા શખ્સો પર સખત કાર્યવાહી કરવા પોલીસે એક્સન પ્લાન બનાવી આજ મોડી રાત્ર સુધી સઘન ચેકીંગ કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે
રાજકોટ પોલીસના જોઈન્ટ પોલીસ કમિશનર સૌરભ તોલંબિયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન – ૧ એસ.વી. પરમાર, ડીસીપી ઝોન-૨ સુધીરકુમાર દેસાઈ સહિતના અધિકારીઓએ રાજકોટના અનેક વિસ્તારોમાં ફુટ પેટ્રોલિંગ હાથધરવામાં આવ્યું હતું.
અને ૩૧મી ડિસેમ્બરના આયોજનો રંગે ચંગે યોજાય અને તેમાં કોઈ વિઘ્ન કે અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસે એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. જેના ભાગરૂપે ૩૧ ડિસેમ્બરના રોજ થનારી ડીજે પાર્ટી, ડાન્સ પાર્ટી સહિતના આયોજનો માટે માર્ગદર્શિકા જાહેર કરી દેવામાં આવી હતી.
પોલીસ દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા અનુસાર સીસીટીવી ફુટેજ સહિતના ધારાધોરણોનું ચુસ્તપણે પાલન થાય તેના માટે આયોજકો સાથે બેઠક કરીને કડક સૂચનાઓ પણ આપવામાં આવી હતી.જ્યારે આયોજનોમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસ ખાનગી કપડામાં હાજર રહીને સતત નિરીક્ષણ કરનારી છે. ઉપરાંત આયોજનોમાં પોલીસની ‘સી’ ટીમ પણ સતત ચાંપતી નજર રાખનારી છે. મહિલાઓ સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે ‘સી’ ટીમ સતત કટિબદ્ધ રહેશે.
ઉપરાંત આયોજનોમાં કોઈ પણ શખ્સ નશીલા પદાર્થનું સેવન કરીને ઘુસી ન આવે અથવા કોઈ ધમાલ ન મચાવે તેના માટે પોલીસ ખાનગી રાહે નજર તો રાખશે જ પરંતુ સાથોસાથ આયોજકોએ પણ આ બાબતે ધ્યાન રાખવાનું રહેશે તેવી સૂચના આપી દેવામાં આવી છે. તમામ આયોજનોમાં આલ્કોહોલ ડિટેક્ટરથી ચેકીંગ સતત ચાલુ રાખવા માટે સૂચના આપી દેવામાં આવી છે.