તરણ સ્પર્ધા, હોડી સ્પર્ધા, આતશબાજી તથા સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે દીવ મુકિતદિનની યાદગાર ઉજવણી
એક સમયે પોર્ટુગીઝ શાસનની ચુંગાલમાં ફસાયેલા દીવને મુકિત મળી ૫૭ વર્ષ પહેલા ૧૯ ડિસેમ્બરે દીવ સ્વતંત્ર્ય થયું તે દિવસને દીવના નગરજનો દીવ મુકિતદિન તરીકે ઉજવે છે. ૫૮ વર્ષ પહેલા ભોગવેલ ગુલામીના દિવસો બાદ સ્વતંત્ર રાજમાં આઝાદીના શ્વાસ લેવાનો લ્હાવો જ કઈક ઔર હોય છે. બસ આજ દીથી આજ દિન સુધી ૧૯ ડિસેમ્બર દીવવાસીઓ માટે સોનાનો સુરજ ઉગવા સમાન છે. આમ તો દીવ ગુજરાતની ભાગોળે આવેલ કેન્દ્ર શાસિત રમણીય ટાપુ છે. દીવમાં જવા માટે ગુજરાતના ઉના અને કેશરીયાથી બે માર્ગ છે આજદિન સુધી સમગ્ર રાજય અને દેશ-વિદેશના પ્રવાસીઓ દીવની સૌંદર્યતાને માણવા આવે છે.
દીવ પ્રશાસન દ્વારા પણ દિન-પ્રતિદિન પ્રવાસીઓની સુવિધા માટે ઘણા આયોજનકર્યા છે. અહીં આવતા પ્રવાસીઓ વૈશ્વિક પ્રવાસી સુવિધા મેળવેતે માટે દીવને દુલ્હનની જેમ શણગારવામાં આવે છે. એક સમયે વેરાનગણાતા નાગવા બીચમાં હાલ પર્યટકો માટે અદ્યતન સુવિધા ઉપલબ્ધ છે. અહીં રહેવા-ખાવાની અદ્યતન હોટલો સાથે નાગવા બીચ ઉપર રાઈડીંગ-સી રાઈડીંગ સહિતની સુવિધા ઉપલબ્ધ છે અને પ્રવાસીઓ માટે નાગવા બીચ હોટ ફેવરીટ સ્થળ બની ગયું છે.
આ ઉપરાંત દીવમાં ઐતિહાસિક કિલ્લો જાણે બોલીવુડના કલાકારોને ફિલ્મ નિર્માણ માટે પણ આકર્ષિત કર્યો છે. પુરાતન દરીયાના વચ્ચે આવેલ જેલ તેની સુરંગો અને થોડા સમય પહેલા આ જેલને એક રેસ્ટોરન્ટની જેમ ડેવલપ કરેલ પરંતુ હાલ તે બંધ થઈ ગઈછે. દીવમાં અનેક ઐતિહાસિક બારીક કોતરકામ અને પુરાતન વારસો ધરાવતા ચર્ચ છે. અહીં આવતા પ્રવાસીઓ માટે હોટલોમાં પ્રવાસીઓની અનુકુળતા મુજબની સુવિધા કિફાયતી દરે ઉપલબ્ધ છે.
નાગવા બીચ જતા પોઠીયા દાદાની જગ્યાએ પ્રવાસીઓમાં ભારે આકર્ષણ જમાવ્યું છે જયાં દીવ જિલ્લા પંચાયત અને જોલાવાડી ગ્રામપંચાયત અને જોલાવાડી ગ્રામ પંચાયત દ્વારા આકર્ષક બાગ બગીચા અને મનોરંજનની સુવિધા ઉપલબ્ધ બનાવાઈ છે. આમ દીવના પ્રવાસે આવતા પ્રવાસીઓ હવે વિશ્વના કોઈપણ આધુનીક પ્રવાસન સ્થળની સરખામણીએ અહીં વધુ આનંદ અને કિલ્લોલ કરી એક સુમધુર યાદો પોતાની સાથે લઈને પરત ફરે છે.
આજે બપોરે ૩ કલાકે તરણ સ્પર્ધા, ૪ કલાકે હોડી સ્પર્ધા, સાંજે ૭ થી ૭:૧૫ કલાક સુધી આતશબાજી તથા સાંજે ૭:૩૦ કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જીજ્ઞેશ કવિરાજ, વિક્રમ ઠાકોર, કિંજલ દવે, ગીતા રબારી, વિજય સુંવાળા, જીતુ પંડયા તથા ગ્રીથા કંસારા લોકડાયરામાં સાહિત્યરસ પીરસશે.
દીવની જનતા માટે આજે વિવિધ સ્પર્ધાઅને સાંસ્કૃતિક કાર્યક્રમ: કલેકટર હેમંત કુમાર
૧૯ ડિસેમ્બર ૧૯૬૧ના રોજ જયારે દીવ ગીર સાસણથી આઝાદ થયું ત્યારથીદર વર્ષે ૧૯ ડિસેમ્બરને ‘મુક્તિ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. દિવની જનતા દર વર્ષેઆ દિવસ ઉલ્લાસભેર ઉજવે છે ત્યારે દીવની જનતા માટે આજે વિવિધ સ્પર્ધા કે જેમાં દીવની કોઈપણ વ્યક્તિ ભાગ લઈ શકશે તેમજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુંછે. સાંજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતી આર્ટીસ્ટ પરફોર્મન્સ અપાશે જે નિહાળવા સર્વે દીવવાસીઓને કલેકટર હેમંત કુમારે અનુરોધ કર્યો છે. તેમજ સર્વે દીવ વાસીઓને કલેકટર હેમંત કુમારે મુક્તિ દિવસની શુભકામના પાઠવી છે.
ફરવા લાયક સ્થળોમાં દીવ ગુજરાતનુંઉત્તમ સ્થળ: નસરુભાઈ જીવાણી
દીવ ફેસ્ટીવલ દર વર્ષે ખુબ જ ધામધુમથી ઉજવાઈ છે ત્યારે આજે ‘મુક્તિ દિવસ’ દીવમાં આનંદ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. જાણીતી ગાયક કિંજલ દવે સહિત મોટા-મોટા કલાકારો દીવ પહોંચ્યા છે. તેમજ સહેલાણીઓ નો પણ સતત ધસારો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર-ગુજરાતની અંદર જો કોઈ સારામાં સારું ફરવાનું સ્થળ હોય તો તે દીવ છે. તેમ હોટેલ એસોસીએશનના વાઈસ પ્રેસીડેન્ટ નસરુભાઈ જીવાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
દીવમાં ઘણા બધા માણવાલાયક સ્થળો: ટુરીસ્ટ નીતેશભાઈ
દીવ ફેસ્ટીવલ મનાવવા ખાસ લંડનથી આવેલા ટુરીસ્ટ નીતેશભાઈએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અહીં ફરવા માટે ઘણા બધા સ્થળો જેવા કે ચર્ચ, કિલ્લો, નાગવાબીચ વગેરે છે. ગુજરાતનો સૌથી મોટો તહેવાર ઉજવાઈ છે.
બહારથી આવતા સહેલાણીઓ માટે સીઝનેબલ ઉપલબ્ધ છે. અપના હોટેલમાં ઉતરેલા નીતેશભાઈએ કહ્યું હતું કે, દીવ આવ્યા બાદ છોડવાનું મનથતું નથી.