ગુજરાતના પુરાતત્વ ખાતા દ્વારા ખાસ પ્રસંગોની ઉજવણીના ભાગરૂપે
રાજકોટના વોટસન મ્યુઝિયમમાં હસ્તકલા સપ્તાહમાં લાઈવ પ્રોટ્રેટ પ્રદર્શન અને બી.એલ.વિરડીયાનાં રેતીચિત્રોનું અનોખું પ્રદર્શન
આજથી અખિલ ભારતીય હસ્તકલા સપ્તાહનો પ્રારંભ રાજકોટના વોટસન મ્યુઝિયમ ખાતે થયો છે ત્યારે હસ્તકલા પ્રવૃતિને પ્રોત્સાહન મળે અને કલાપ્રવૃતિ પ્રત્યે લોકોમાં રસ ઉત્પન્ન થાય તે ખાસ ઉદેશથી અખિલ ભારતીય હસ્ત સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે. ઉપક્રમે ૨૫ થી ૩૦ ડિસેમ્બર સુધી રાજકોટના કલાકાર બી.એલ.વિરડીયાના રેતી ચિત્રોના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ તો આજરોજ પ્રસિઘ્ધ આર્ટિસ્ટ મયુર નાગર, તુષાર પટેલ, ભરત તલસાણીયા, રાજન કાપડીયા, મહાવીરસિંહ ઝાલા, અશ્વિન ચૌહાણના લાઈવ પ્રોટેટ સ્કેચના રસપ્રદ કાર્યક્રમનું આયોજન વોટશન મ્યુઝિયમ ખાતે કરવામાં આવ્યું હતું.
આજની પેઢીને પ્રાચીન સંસ્કૃતિને જાણવાની ઉત્તમ તક: સંગીતાબેન
વોટશન મ્યુઝિયમ ઈન્ચાર્જ કયુરેટર સંગીતાબેને જણાવ્યું કે, ગુજરાત સરકારના પુરાતત્વ ખાતા દ્વારા વર્ષભરનાં ખાસ પ્રસંગોની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપથી હસ્તકલા સપ્તાહની ઉજવણી પણ કરવામાં આવી છે. જેમાં બી.એલ.વિરડીયાનાં ચિત્રોનું પ્રદર્શન, નિદર્શન, વ્યાખ્યાનમાળા જેવી વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. ખાસ તો આવતી પેઢીને પ્રાચીન સંસ્કૃતિનાં રક્ષણ માટેની પ્રેરણા મળે તેજ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે.
આ સપ્તાહમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ સહિતના લોકો આવી અને સાંસ્કૃતિક વારસો જે છે તેની માહિતી મેળવે છે. શિયાળામાં વિદેશી મુલાકાતીઓ વધુ હોય છે.
૨૦ વર્ષમાં ૩૦૪ જેટલા રેતી ચિત્ર બનાવ્યા: બી.એલ.વિરડીયા
બી.એલ.વિરડીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હસ્તકલા સપ્તાહનાં પ્રથમ દિવસે તેમના રેતી ચિત્રોનું પ્રદર્શન યોજાયું છે. તેનો તેઓએ આનંદ વ્યકત કર્યો. તેવો છેલ્લા ૨૦ વર્ષથી રેતી ચિત્રો બનાવે છે. આ ઉપરાંત કલાને જાગૃત રાખવા માટે નવી પેઢીએ આગળ આવી કલામાં રસ લેવો જોઈએ. કારણકે વારસો જળવાઈ રહે તે ખુબ જ જરૂરી છે. તેઓએ અત્યાર સુધી ૩૦૪ જેટલા રેતી ચિત્રો બનાવ્યા હતા. મુલાકાતી કેશરિયા રિદ્ધિએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તેઓને જુની પુરાણી વસ્તુઓને જોઈને ખુબ જ આનંદ થયો. ખાસ તો આપણા મ્યુઝિયમની એક આગવી ભૂમિકા છે જે સામાન્ય લોકોને વારસાથી આબેહુબ કરાઈ છે ત્યારે ખાસ તો લાઈવ પોટ્રેટ અને રેતી ચિત્રોનું પ્રદર્શન અવર્ણનીય દર્શાવ્યું હતું.