૨૦૧૭ના કોમન જીડીસીઆરના મોટા ભાગના જટિલ અને જડ નિયમો રદ ઊંડાઈ પહોળાઈના નિયમો હટ્યા
બાંધકામ પરવાનગીમાં જડ અને જટિલ નિયમોને કારણે રાજ્યમાં ગેરકાયદે બંધકામોનું પ્રમાણ વધ્યું છે ત્યારે સરકારે ૨૦૧૭ના કોમન જીડીસીઆર નિયમોમાં ઉદાર ફેરફારો કરતા લોકોને હોવી આસાનીથી કોઈ પણ સાઈઝના પ્લોટ પર બાંધકામ કરવાનું સરળ બનશે, રાજ્ય સરકારે મોરબી સહિતના તમામ નગરો મહાનગરોમાં નવા હળવા ફૂલ નિયમો લાગુ કરતા લોકોને હોવી સસ્તા દરે ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થશે. પારદર્શક , સરળ અને ઝડપી બાંધકામ પરવાનગી મળે તે માટે રાજ્યમા સંકલીત જીડીસીઆરમાં નવા સુધારાઓથી શહેરોનો સુવ્યવસ્થિત વિકાસ ઘરો અને બાંધકામ પ્રવૃતિને વેગ મળશે અને સાથોસાથ મકાનોની કિમંત મા ઘટાડો થશે તેવું સરકાર દ્વારા જાહેર કરાયું છે.
નાના લોકોને સસ્તા મકાનો મળી રહે તે માટે વધુ જમીન ઉપલબ્ધ થાય તે હેતુથી રાજયના ૮ મહાનગરપાલીકા, ૨૩ શહેરી વિકાસ સતામડળો અને ૧૬૨ નગરપાલીકાઓ માં લાગુ કોમ્પ્રીહેન્સીવ જીડીસીઆર ૨૦૧૭ માં મહત્વના સુધારા કરી, નાના કદની જમીન ધારકોનેં લાભ આપવા માટેનો નિર્ણયબાંધકામ ઉધોગમાં શીથીલતાની સ્થિતી દુર કરવા માટે મોટું પગલું આ નવા સુધારાઓથી
અનેક લોકોને પોતાના મકાન બનાવવા માટેની તકો ઉભી થશે તથા બેંકો તરફથી મકાન તથા બાંધકામ ક્ષેત્રમાં નાણાંકીય સહાય મળતા રોજગારીની તકો વધશે તેમજ બાંધકામમાં વપરાતા માલ સામાન અને સેવાઓનો વપરાશ વધતા અર્થવ્યવસ્થાને વેગ મળશે
રાજયમાં નવા સુધારાઓ લાગુ થતાં હજારો અટકેલી પરવાનગીઓને મંજુરી મળતા અનેક લોકોને મકાનો/ઘરો ઉપલબ્ધ થશે.
વધુમાં રાજ્યના તમામ શહેરોમા સહુને સ્વીકાર્ય બાંધકામના નિયમો થાય તે માટે રાજ્યના બાંધમકામ સાથે જોડાયેલા તમામ તજગ્ન અને પ્રતિનિધિઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ સવને સ્વીકાર્ય નિયમો તૈયાર કરેલ છે. ફટેજ , પ્લોટની સાઇજ , માર્જિન , બાંધકામ ની ઉચાઇ , મળવા પાત્ર ઉપયોગો વગેરેમાં વિસંગતાઓ દુર કરતા હજારો લોકોને પરવાનગીઓ જે અટવાયેલ હતી તે હવે
દુર થશે, સરકારના આ ઉદાર પગલાંને કારણે રાજ્યમા નાના મકાનને વેગ મળે તે માટે રેસિડેન્શિયલ એફોરડેબલ હાઉસિંગ ના નિયમો લાગુ કરવાથી અનેક નાના લોકો ને વસવાટ શક્ય બનશે.
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં પ્રણાલીગત રહેણીકરણી મુજબ વર્ષોથી વધુ ઉંડાઇના પ્લોટોમાં લોકો વસવાટ કરવાનું ઇચ્છતા હોય છે. જે ધ્યાને રાખતા લંબાઇ પહોળાઇનો ગુણોત્તરને રદ કરતા હવે અનેક લોકો જુના પ્લોટ ખરીદેલ હોય, તેવા પ્લોટોમાં વિકાસ કરી શકશે. નાના પ્લોટમા જમીન માલીકો મકાનો બનાવી શકે તે માટે ૬૦ ચો.મી. સુધી ૩ મી. અને ૧૦૦ ચો.મી. સુધી હોય તો તે માટે ૪.૦ મી. ફન્ટેજ હોય તો પણ હવે મકાનો બની શકશે.
ભૌગોલીક અને સામાજીક રચના મુજબ લપ્કાની રહેણીકરણીને ઘ્યાને લઇ, પ્લોટના અગ ભાગના માર્જીનમા દાદર આપવા માટેની છુટછાટ આપવામા આવેલ છે. નાના લોકોને સતા મકાનો મળી રહે તે માટે વધુ જમીન ઉપલબ્ધ થાય તે હેતુથીઅમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ, ગાંધીનગર મહાનગરપાલીકા અને સ્વતંત્ર સતામડળ સીવાયના અ, બ, ક અને ડ વર્ગની તમામ મહાનગરપાલીકાઓમા ૨૫ ટકા કપાત ન કરતા, ફકત વાહન વ્યવહાર સરળતા માટે લઘુત્તમ૧૨ મી. ક્રોસ ઓવર રોડ રાખવા અંગેની જોગવાઇ કરતા વિકાસ માટે વધુ જમીન ઉપલબ્ધથશે અને મકાનોની કિંમતો ઘટશે.
દરમિયાન ગામતળમા વર્ષોથી જે વ્યવસ્થા ચાલતી આવેલ છે તેમા માર્જીન રાખવા માટેની જોગવાઇને રદ કરી, સરળીકરણ કરવામા આવેલ છે. અને રસ્તા પર ગીચતા ઓછી થાય તે માટે સેટબેકનો નિયમ દાખલ કરેલ છે. સાથોસાથ હવા ઉજાશ જળવાઇ રહે અને જુની પ્રણાલીકા જાળવવા માટે માત્ર ૨૫ ટકા જગ્યા ખુલ્લી રાખી ૭૫ ટકા ભાગમા બાંધકામ કરી શકાશે. લે-આઉટ, આંતરીક રસ્તાઓ અને સબ પ્લોટીગમા રસ્તાની લંબાઇના સંદર્ભે પહોળાઇ રાખવા માટેની અસ્પષ્ટતા દુર કરતા વધુ સરળીકરણ અને સ્પષ્ટીકરણ કરવામા આવેલ છે. પ્રણાલીગત મકાન વ્યવસ્થા મુજબ મકાનો બનાવવાને પ્રોત્સાહન આપવા માટે, રો-હાઉસ, ટેનામેન્ટ (રહેણાક અને ઇન્ડસ્ટ્રીયલ) પ્રકારના બાંધકામો માટે નવી જોગવાઇ કરેલ છે. કરછના શહેરોમા લોકોની માંગણી આવકારતા ૧૧ મી. સુધીની ઉચાઇના બાધકામોને તે માટેની વ્યવસ્થા કરવામા આવેલ છે. નાના અને મધ્યમ કદના લોકોને રોજગારી અને વેપાર કરી શકે તે માટે ૧ ૨ મી. અને તેનાથી પણ નાના રસ્તા પર જરૂરી સેટબેક મુકી વાણીજયના ઉપયોગ મળવાપાત્ર બનશે. શહેરોમા પાર્કીગની સુવિધા વધે તે માટે સ્ટેક (મીકૈનાઇઝડ) પાર્કીગ ઉભા થાય તે હેતુથી પાકિંગ ફ્લોરની ઉચાઇમા ૨.૮ મી.ના બદલે ૪.૫ મી. કરી ઉચાઇમા વધારો કરવામા આવ્યો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,