હવે ૮ એપ્રિલે જોવા મળશે પૂર્ણ ગુલાબી ચંદ્ર
ફેબ્રુઆરી માસની ૯ તારીખે સુમર સૂનનો નજારો જોવા મળ્યા બાદ આજે રાત્રે ફરી વખત આકાશમાં નરી આંખે સુપર મૂનનો નજારો જોવા મળશે. ચંદ્ર પૃથ્વીને ફરતે ફરે છે અને તે પૃથ્વીથી નજીક પણ ઘણી વખત પરિભ્રમણ કરતો હોય છે. પૃથ્વીના સૌથી નજીકના અંતરે પૂર્વ ચંદ્ર પસાર થાય છે તેને સુપર મૂન કહેવામાં આવે છે. અગાઉ ફેબ્રુઆરી માસની ૯ તારીખે સુપર મુન દેખાયા બાદ હવે તા.૯ને સોમવારે રાત્રે આકાશમાં આપણને સુપર મૂન દેખાશે આ વખતે સુપરમૂન ગરમ હોવાથી વોર્મ મૂન એવું નામ અપાયું છે. અત્રેએ યાદ આપીએ કે ચંદ્રની પૃથ્વી ફરતે ભ્રમણ કક્ષા ગોળ નથી પણ અંડાકાર છે એટલે અમુક વખત તે પૃથ્વીથી સૌથી નજીક આવે તો અમુક સમયે તે પૃથ્વીથી દૂર પરિભ્રમણ કરે છે. એટલે જયારે ચંદ્ર પૃથ્વીથી નજીક હોય અને પૂર્વા કલાએ ખીલ્યો હોય તેવી સ્થિતિને સુપર મૂન કહેવામાં આવે છે.
આ સમયે ચંદ્ર બહુ મોટો દેખાય છે આ સ્થિતિને સુપર મૂન કહેવામાં આવે છે. ચંદ્ર બહુ મોટો અને તેજસ્વી દેખાય તેવી સ્થિતિ પ્રથમ વખત ૧૯૭૯ માં જોવા મળી હતી. ત્યારબાદ આ સ્થિતિ સુપરમૂન તરીકે જાણીતી બની છે.
અમેરિકા વિસ્તાર અને અમેરિકન મોસમના આધારે આવી ઘટનાઓનું નામકરણ થતું હોય છે. ઉત્તર અમેરિકામાં વર્ષના આ સમય દરમિયાન જમીન ગરમ થવાની શરૂઆત થાય છે અને લોકોને ગરમ ધરતીનો અહેસાસ થવા લાગે છે. જો કે ચંદ્રની અલગ અલગ સ્થિતિને આપણે અલગ અલગ નામો જેવ કે કાગડો ચંદ્ર, નકકર, મુન, વાદળા ચંદ્ર, મીઠા ચંદ્ર લેન્ટીન ચંદ્ર હોવાનો ચંદ્ર વગેરે આપણે જાણીએ છીએ.
માર્ચ માસમાં ત્રણ પૂર્ણ ચંદ્ર જોવા મળશે રવિવાર વહેલી સવારથી બુધવાર સવાર સુધી પૂર્ણ ચંદ્ર જોવા મળશે પણ સોમવારે તે સોળે કલાએ ખીલશે. સોમવારે ચંદ્ર દેખાયા બાદ હવે પછી તા.૮ એપ્રિલ ૨૦૨૦ ના રોજ પૂર્ણ ચંદ્ર દેખાશે તે ગુલાબી રંગનો જોવા મળશે.