કલાકાર પ્રકાશબાપુ મેસવાણીયા પ્રાચીન ભજનોની પ્રસાદી પીરસશે…
‘અબતક’ ચેનલ દ્વારા પ્રસ્તુત કલારસીક દર્શકોનો અતિલોકપ્રિય કાર્યક્રમ ‘ચાલને જીવી લઇએ’માં રજુ થતાં કલાકારો પોતાની આગવી કલાથી સૌરાષ્ટ્ર, ગુજરાત, દેશ અને વિદેશમાં વસતા ગુજરાતીઓને મંત્રમુગ્ધ કરે છે. આપણા લોક સંગીતને વધુમાં વધુ લોકો માણે સાથે સાથે ખુબ જ સારા અપ્રચલિત કલાકારોને પોતાની કળા છેવાડાના લોકો સુધી પહોચાડવા માટેનું એક પ્લેટફોર્મ પુરુ પાડવા ‘અબતક’ ચેનલનો હમેશા પ્રયાસ રહ્યો છે.
‘ચાલને જીવી લઇએ માં આજે જુનાગઢ જિલ્લાના મેંદરડા ગામના વતની પ્રકાશબાપુ મેસવાણીયાના કંઠે પ્રાચિન ભજનો રજુ થશે. તેઓને છેલ્લા રપ વર્ષથી ભજનનો જંગ લાગ્યો છે. પિતા કલ્યાણદાસ મેસવાણીયા પ્રસિઘ્ધ ભજનીકો પૈકીના એક છે. તેઓ છેલ્લા ૪૧ વર્ષથી ભજનયાત્રામાં જોડાયા છે. આકાશવાણીમાં પરંપરાની વાણીના કલાકાર કલ્યાણદાસબાપુને મોરારીબાપુએ ૨૦૧૪માં સંતવાણી એવોર્ડથી સન્માનીત કરવા ઉપરાંત ‘પ્રિતમ સે કરેલ પ્રિત’ ૨૦૧૨માં સંતવાણી એવોર્ડ મળેલ હતો.
આવા મોટા ગજાના સંતવાણીના કલાકારની કલાનો વારસો પુત્ર પ્રકાશબાપુએ જાળવી રાખ્યો છે. સંગીત વિશારદની ડીગ્રી મેળવનાર બાપુ માળિયા હાટીના ખાતે સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ભજના ભાવ સાથે ભજને રજુ કરવાની આગવી કોઠા સુજ ધરાવતા અને ભજનની કલાના માહીર પ્રકાશબાપુના પ્રાચિન ભજનો માણવા આજે સાંજે ચાલને જીવી લઇએ ચૂકાય નહીં.
આત્માનો ખોરાક ‘ભજન’
સંતો, મહાપુરૂષોના અનુભવોની પ્રસાદી, એટલે ભજન આજે રજુ થનારા ભજનોમાં સનાતન ધર્મમાં ‘વચન’ શબ્દને ખુબ મહત્વ અપાયું છે. રામાયણમાં પણ પ્રાણ જાય અરૂ બચન ન જાઇ જેવી ચોપાઇનો ઉલ્લેખ થયો છે. વચન આપ્યા પછી જેસલે સમાધી લઇ લીધી પરંતુ સતી તોરલ, સમાધી સ્થળે યાદી અપાવે બને કહે’ વચનને સંભાળી જાડેજા જાગજો’ જેવા ભવસાગર તરવા અને આત્મ શુઘ્ધિ કરાવતા ભજનો રજુ થશે.
આજે પ્રસ્તુત થનાર સુમધુર કૃતિઓ
- * એક દીન તારી શ્ર્વાસા દોરી
- * મતજા…. મતજા…. જોગી
- * કચ્છમાંથી જેસલ-તોરલ
- * વાયક આવ્યા સંતો…
- * જીરે બાપજી તમારા હશે….
- * વચન સંભાળી જાડેજા જાગજો….
- * મને કોઇ બતાવે મારો શ્યામ…
- * પુછો કોઇ પ્રેમિ હૈયાને..
- * પ્રિતમ સે કરકે પ્રિત…
આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો
- ઈન કેબલ ચેનલ નં.૫૬૧
- ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭
- મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦
- સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦