માત્ર ૨૦૧૮ની સાલમાં જ નહિ પરંતુ વર્ષો વર્ષ ભાજપના મુખ્યમંત્રી પહિંદવિધિ કરશે એમ મુખ્યમંત્રી રૂપાણીએ આજે સવારે ભગવાન જગન્નાથનો રથ ખેચતા પહેલાં કહ્યું હતું.તેમજ લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ભગવાન જગન્નાથના દર્શને આવ્યા હતા.આરતી બાદ ભગવાન રથપર બેઠા હતા.
ભગવાનજગન્નાથની 140મી રથયાત્રાનો પ્રારંભ થયો તે પહેલા વહેલી સવારે ભાજપના અધ્યક્ષ અમિત શાહે મંગળા આરતી કરીહતી.જગન્ન્નાથ મંદિરના ટ્રસ્ટી મહ્ન્દ્રભાઈ ઝાએ જણાવ્યું હતુકે સતત ચોથા વર્ષે પીએમ મોદીએ અષાઢીબીજના રોજ વહેચાતા મગ,કેરી,કાકડી,જાંબુ વગેરેનો પ્રસાદ મોકલાવ્યો છે.