પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં આજે ૪૮ તાલુકા પંચાયતના પદાધિકારી નક્કી કરાશે
પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં પ્રદેશ કાર્યાલય ખાતે ભાજપા પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. એમ બે દિવસીય આ બેઠકમાં અને તા. ૧૮ના રોજ ૪૮ તાલુકા પંચાયત માટેના પદાધિકારીઓની નિયુક્તિ માટેના નામોની ચર્ચા–વિચારણા કરવામાં આવશે. તેમજ તા. ૧૮ના રોજ સાંજે ૪.૩૦ કલાકે પ્રદેશ કોર ગ્રુપ, લોકસભા ચૂંટણી સમિતિ અને પ્રદેશ મહામંત્રીઓની એક સંયુક્ત બેઠક રાખવામાં આવી છે. આ બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા, પ્રદેશ મહામંત્રીઓ સહિત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો ઉપસ્તિ રહેશે. તેમ ભરત પંડયાએ જણાવ્યું હતું.
આગામી તા. ૨૦ જૂન સવારે ૯ કલાકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશભરના કિસાનો સો નમો એપ તેમજ અન્ય માધ્યમો દ્વારા સીધી વાત કરવાના છે. ભાજપા કિસાન મોરચા દ્વારા ગુજરાતભરમાં શક્તિકેન્દ્રો પર ખેડૂતો સો સામુહિકતામાં સાંભળવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આગામી ૨૧ જૂનના રોજ ચોા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.
૨૩ જૂનના રોજ ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિનિે ભાજપા દ્વારા બલિદાન દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે ગુજરાતભરમાં ભાજપા કાર્યકરો દ્વારા દેશની રક્ષા કાજે શહિદ યેલા શહિદવીરોને શ્રદ્ધાંજલી તેમજ ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના જીવનકન અંગેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
આગામી ૨૪ જૂનના રોજ પ્રધાનમંત્રી મનકી બાત કાર્યક્રમ દ્વારા દેશની જનતા સો સંવાદ કરશે. ભાજપાના કાર્યકરો દ્વારા સમગ્ર ગુજરાતના શક્તિ કેન્દ્રો પર સામુહિક રીતે સાંભળવાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. આગામી ૨૪–૨૫ જૂનના રોજ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહની વિશેષ ઉપસ્િિતમાં એસજીવીપી, અમદાવાદ ખાતે ચિંતન બેઠક યોજાશે. જેમાં પ્રદેશ પ્રભારી ભુપેન્દ્રજી યાદવ, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને પ્રદેશ અગ્રણીનેતાઓ ઉપસ્તિ રહેશે.
રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં તા. ૨૬ જૂનના રોજ અમદાવાદ ખાતે મીસાવાસીઓના સન્માનનો કાર્યક્રમ ભાજપા દ્વારા યોજવામાં આવ્યો છે. તા. ૨૫ જૂન, ૧૯૭૫ના રોજ ઈન્દીરા ગાંધીએ પોતાની સત્તા ટકાવી રાખવા માટે દેશભરમાં ગેરબંધારણીય રીતે કટોકટી લગાવી દેશને બાનમાં લીધેલ હતો અને હજારો નિર્દોષ નાગરિકોને મીસાના કાયદા હેઠળ જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. ૨૫ જૂનના દિવસને લોકશાહીના કાળા દિવસ તરીકે મનાવવામાં આવે છે.