આજ થી સુરેન્દ્રનગર જિલ્લા ના એસટી ડેપો ના તમામ કર્મચારી CL પર ઉતરી ગયા…

આજે સમગ્ર ગુજરાત મા તમામ એસટી ડેપો મા કર્મચારીઓ ની અનેક માગણી ઓ સ્વીકારવા મા ના આવતા આજે ગુજરાત ના એસટી ડેપો ના તમામ કર્મચારીઓ cl પર ઉતરી ગયા છે અને આજે ગુજરાત રાજ્ય ના તમામ એસટી ડેપો ના તમામ કર્મચારીઓ CL ઉપર ઉતરી જતાં બસો ના પૈડાં થંભી ગયા છે.
ત્યારે આજે સમગ્ર ગુજરાત મા GSRTC ના તમામ કર્મચારીઓ પડતર માંગણીઓ અને અનેક પ્રકારના પ્રશ્નો ને કારણે આજે રજા ઉપર ઉતરી ગયા છે.ત્યારે આજે સુરેન્દ્રનગર જીલ્લા ના અને તાલુકા ના એસટી ડેપો ના કર્મચારીઓ પણ રજા ઉપર ઉતરી જતાં આજે સુરેન્દ્રનગર જીલ્લા ના તમામ ડેપો બંધ છે.
Screenshot 2019 02 21 08 29 56 539 com
ત્યારે સુરેન્દ્રનગર અને સમગ્ર ગુજરાત મા એસટી ડેપો ના કર્મચારીઓ રજા ઉપર ઉતરી જતાં બસો ના પૈડાં થંભી ગયા છે ત્યારે પેસેન્જર ને બસ સ્ટેન્ડ ઉપર આજે ધર્મ નો ધક્કો થાય છે અને ભારે હાલાકી નો સામનો ભોગવો પડી રહ્યો છે.
ત્યારે સમગ્ર ગુજરાત ના એસટી ડેપો ના ૪૦ હજાર થી વધુ કર્મચારીઓ પડતર પ્રશ્નો અને અનેક માગણી ઓ સાથે રજા ઉપર ઉતરી ગયા છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા પણ ૫૦૦ થી વધુ કર્મચારીઓ રજા ઉપર ઉતરી જતાં આજે સુરેન્દ્રનગર જીલ્લા મા સદંતર એસટી ડેપો બંધ છે.
Screenshot 2019 02 21 08 29 33 820 com
ત્યારે આજે વહેલી સવારથી જ સુરેન્દ્રનગર ડેપો ની તમામ રૂટો ની બસો બંધ છે.ત્યારે એસટી કર્મચારીઓ દવારા ૨ દિવસ ના ધરણાં કરવા છતાં કોઈ નિર્ણય ના આવતા ગુજરાત ભર ના તમામ એસટી બસ ના કર્મચારીઓ રજા ઉપર ઉતરી ગયા છે ત્યારે આ કર્મચારીઓ ની માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળ અને કર્મચારીઓ રજા ઉપર રહેશે તેવી હાલ વિગત જાણવા મળી રહી છે.
કઈ માંગણી નાં કારણે તમામ કર્મચારીઓ એ એક સાથે CL મૂકી…
૧ કર્મચારીઓ નાં પડતર પ્રશ્નો હલ ના થતાં…
૨ સાતમા પગાર પંચ નો લાભ એસટી કર્મચારીઓ ને ના મળતા..
૩ કર્મચારીઓ ની માંગણી ઓ નાં સંતોશાતા..
આવા અનેક પ્રશ્નો બાદ ગુજરાત ના એસટી ડેપો ના કર્મચારીઓ રજા ઉપર ઉતરી ગયા છે. ત્યારે મુસાફરો ને ભારે હાલાકી વેઠવી પડી રહી છે ને બસો ના પૈડાં થંભી ગયા છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.