સુપ્રીમ કોર્ટે આજે ઑનલાઇન બ્લ્યૂ વ્હેલ ચેલેન્જ પર પ્રતિબંધની માગણી કરી તેવી શક્યતા છે, પિટિશનર એન.એસ. પૉયૈયાએ તેમની વિનંતીમાં કહ્યું છે કે આ વિચિત્ર ઓનલાઇન રમત લોકપ્રિયતા મેળવી રહી છે અને ભારતમાં 200 લોકોનો ભોગ લીધો છે.

મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા, ન્યાયમૂર્તિ એ.એમ. ખાનવીલકર અને જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની બનેલી બેન્ચે આ મુદ્દો ઉઠાવ્યો છે. અરજદારે રમત પર તાત્કાલિક પ્રતિબંધની માગણી કરી છે અને કેન્દ્ર પર આરોપ લગાવ્યો છે કે રમતના જોખમોથી લોકોને વાકેફ કરવા માટે પર્યાપ્ત પગલા નથી લીધા.

પ્લે સ્ટોર પર થી ઇન્સ્ટોલ નથી થતી, પરંતુ બ્લ્યુ ટુથ કે પછી ઈમેઈલ દ્વારા ક્યાંકથી મોકલાઈ રહી છે. આ ગેઇમ માત્ર ટીન એજરો જ જન્મ તારીખની ખરાઇ કર્યા પછી રજીસ્ટર કરે છે. તેમાં પચાસ દિવસની મુદત હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.