અક્ષય કુમાર, શાહિદ કપુર, રનવીરસિંઘને સાવ સસ્તામાં સાઈન કરી લેવાયા હતા
આજે કરોડો રૂપિયા માંગતા સુપર સ્ટાર્સને પ્રથમ દિવસ માટે ‘ચણા-મમરા’ જેવી ફી મળી હતી. અક્ષયકુમાર, શાહિદ કપૂર, રનવીર સિંઘને સાવ સસ્તામાં સાઈન કરી લેવાયા હતા.
અક્ષયકુમારની પ્રથમ ફિલ્મ ‘સૌગંદ’ માટે તેને માત્ર રૂપિયા ૫૦૦૦ જ મળ્યા હતા. પ્રોડયુસર પ્રમોદ ચક્રવર્તીએ અક્ષયકુમારને ૩ ફિલ્મના કરારમાં બાંધી લીધો હતો. બીજી ફિલ્મ માટે રૂપિયા ૫૦,૦૦૦ અને ત્રીજી ફિલ્મ માટે રૂપિયા ૧,૫૦,૦૦૦નો ચેક મળ્યો હતો. અક્ષયકુમારની પ્રથમ ફિલ્મ ‘સૌગંદ’ની હિરોઈન કરીશ્મા કપૂર હતી અને ત્યારે તે સ્ટાર બની ગઈ હતી એટલે સ્વાભાવિક રીતે જ હીરો અક્ષય કરતા હીરોઈન કરીશ્માને વધુ મહેનતાણુ મળ્યું હતું. હકીકતમાં અક્ષયકુમાર ત્યારે મોડેલિંગ કરી રહ્યો હતો. એટલે પ્રમોદ ચક્રવર્તીએ તેને સસ્તામાં કામ કરવા મનાવી લીધો. અક્ષયકુમારની શરૂ આતની ફિલ્મો ચાલી ન હતી પણ તેની એકશન પર દર્શકો વારી ગયા હતા.
તેને ફિલ્મ ‘ખિલાડી’થી સફળતા મળી ત્યારે અક્ષય સફળ સ્ટાર ગણાતો ન હતો પરંતુ દર્શકોમાં જાણીતો ચહેરો બની ગયો હતો. અબ્બાસ-મસ્તાન દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ખિલાડી’માં અક્ષયકુમારની હીરોઈન આયેશા જુલ્કા હતી. આજે અક્ષયકુમાર કરોડો રૂપિયા ફી ચાર્જ કરે છે તે ખુદ પ્રોડયુસર પણ છે.
હવે વાત કરીએ શાહીદ કપૂરની તો આ સુપર સ્ટારને તેની પ્રથમ ફિલ્મ ‘ઈશ્ક વિશ્ક પ્યાર વ્યાર’ માટે પણ તેને પ્રોડયુસર રોની સ્ક્રૂ વાલાએ ખૂબ જ નજીવી રકમ એટલે કે માત્રટ્રાન્સપોર્ટેશન જ આપ્યું હતું. શાહીદ કપૂરે એક મ્યુઝિક વિડીયો ‘આંખો મેં તેરા હી ચહેરા’માં કામ કર્યું હતું. આ સાથે તે ડાન્સ માસ્ટર શ્યામક દાવરનો સ્ટુડન્ટ હતો. આમ તો તેની પ્રથમ ફિલ્મ ‘તાલ’ (ઐશ્વર્યા રાય, અનિલ કપૂર) ગણાય. કેમ કે તેમાં તેણે એક ગીતમાં એક ડાન્સર તરીકે કામ કર્યું હતું. રેસ્ટ ઈઝ ધ હિસ્ટરી.
બોલીવૂડના બાજીરાવ રનવીર સિંઘ પાસે ભલે અત્યારે પુષ્કળ કામ હોય પણ એક તબકકે તેને યશરાજ ફિલ્મ્સે ૩ ફિલ્મના કોન્ટ્રાકટમાં બાંધ્યો ત્યારે તેને આકર્ષક ફી ન હતી આપી. જો કે તેની શ‚આત એક સારા બેનર સાથે થઈ એટલે તે ઉંચાઈને આંબી શકયો છે.