આફ્રિકાના દેશોમાં જવા માટે યેલો ફિવર વેકસીનેશન ફરજીયાત છે. સૌરાષ્ટ્ર ખાતે ફકત જામનગર ખાતે જ આ વ્યવસ્થા હતી આ પ્રશ્ર્ને રાજકોટ ચેમ્બર વર્ષ ૨૦૧૪થી પ્રયત્નશીલ હતી સતત પ્રયાસોના પરિણામે આ સુવિધાનોસૈધ્ધાંતીક સ્વિકાર થયા પછી આજે સીવીલ હોસ્પિટલ ખાતે આ કેન્દ્રની શ‚આત કરવામાં આવ્યું છે.
હાલની વ્યવસ્થા પ્રમાણે સપ્તાહના દર બુધવારે આફ્રિકાના દેશોમાં જનારા પ્રવાસીઓ, નિકાસકારો,અન્ય ધંધાર્થીઓ આ વેકસીનેશન લઈ શકાશે આજે થયેલ ઉદઘાટન પ્રક્રિયામાં માનનીય મેયર જૈમનભાઈ ઉપાધ્યાય, રાજકોટ ચેમ્બર પ્રમુખ સમીરભાઈ શાહ, માનદ્મંત્રી વી.પી. વૈષ્ણવ, ટ્રઝરર પ્રણયભાઈ શાહ તથા સર્વે મહાનગરપાલીના અગ્રણીઓ તથા બીજેપીનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યને પૂર્ણ રવા માટે રાજકોટ ચેમ્બરના ઈન્ડસ્ટ્રી કમિટીના ચેરમેન પાર્થભાઈ ગણાત્રાએ વિશેષ પ્રયત્નો કર્યા છે.