આજે સોમવતી અમાવસ્યા એટલે આરા-વારાનો છેલ્લો દિવસ. પીપળાના વૃક્ષનું પૂજન, અર્ચન, દાન તેમજ તર્પણ કરવાનો દિવસ એટલે શ્રાવણ વદ અમાસ અને તેમાં પણ આજે તો સોમવતી અમાસ કે જેનું જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ રહ્યું છે.
આજે વહેલી સવારથી જ ભાવિકો પીપળાના વૃક્ષનું પૂજન કરી પાણી રેડવાની એટલે કે તર્પણ કરવાની પરંપરા નીભાવી ધન્યતા અનુભવી હતી. એવી પણ એક માન્યતા છે કે આજે પીપળાના વૃક્ષને પાણી રેડવાથી (પિતૃ તર્પણ) પિતૃઓનો મોક્ષ થાય છે. જેથી લોકો શ્રધ્ધા પૂર્વક આજે સવારથી જ પીપળા પૂજન અને પિતૃ તર્પણ માટે વિવિધ સ્થળોએ લોકોની ભીડ જામી હતી.