અમાવાસ્યા એટલે, અમ-સાથે અને વાસ્યા એટલ વસવું રહેવું સાથે રહેવું એનું નામ અમાવાસ્ય આ દિવસ સૂર્ય અને ચંદ્ર બંને સાથે રહે છે. એક ગરમ પ્રકૃતિનો બિજો શીત પ્રકૃતિનો આમ શિત અને ગરમ પ્રકૃતિ સાથે થવાના કારણે કેટલાક તેને પ્રલયકારી કહે છે આને અશુભ માને છે. વાસ્તવમાં આ વિપરીત પરિસ્થિતિને લય કરનારી સ્થિતિ છે. શાસ્ત્રો કહે છે. અમાસના દિવસે દરેક દેવો એક બીજાને મળે છે.સર્વે દેવો જે દિવસે એક જ સ્થાને એકત્રીત થતા હોય એને અશુભ કેમ કેવાય ?! અરે સર્વેને પ્રીય છે એવી લક્ષ્મીજીનું પૂજન પણ આપણે અમાસના કરીએ છીએ ! એ પણ વર્ષના અંતિમ દિવસે રાત્રીનાં મધ્ય ભાગમાં ! આપણા શાસ્ત્રમાં તો યંત્ર, મંત્ર તંત્ર સાધનાને અમાસના દિવસે શ્રેષ્ટ ગણી છે.
આપણે ત્યાં સોમવતી અમાસનું સવિશેષ મહત્વ છે. આ દિવસે પીપળશના પૂજનનો અનેરો મહિમા અને મહત્વ છે. પૃથ્વીની તમામ વનસ્પતિમાનવ જાત માટે પરમ કલ્યાણકારી છે. એટલે જ કહેવાય છે વૃક્ષસ્ય રોપણ હિતમ
પીપળાનું વૃક્ષ પિતૃમોક્ષ માટે પવિત્ર ઉપકારક અને ઉધ્ધારક માનવામા આવે છે પીપળાના વૃક્ષને વિષ્ણુ સ્વપ માનવામાં આવે છે. પીપળાના વૃક્ષને વેદ વૃક્ષ પણ કહે છે. એમાં ત્રિદેવનો વાસ છે. એવું પણ કહેવાય છે. પીપળામાં શની તથશ બ્રહ્મરાક્ષસનો વાસ છે. એવું પણ કહેવાય છે. એટલે જ જે ને શનિની સાડાસાતી ચાલતી હોય એને પીપળાના વૃક્ષનું પૂજન કરવાનું વિધાન છે. એવું પણ કહેવાય છે કે સૂર્યોદય પહેલા પીપળાના વૃક્ષ ઉપર દરિદ્રતા વસે છે. અને સૂર્યોદય બાદ લક્ષ્મીનો વાસ હોય છે. અંત: પીપળાની પૂજા સૂર્યોદય બાદ કરવી જોઈએ.
પીપળો ઘરભક્ષી પણ છે. પીપળાના મૂળ જમીનમાં ઘણા લાંબા અંતર સુધી વિસ્તરે છે. આવા મૂળ પાયા નીચે પહોચી મકાનના પાયાનેય નબળા પાડી નાખે છે. જેથી મકાનને નુકશાન થાય છે.
પીપળો પાણીભક્ષી પણ છે કુવા કે બોરના મૂળ સુધી વિસ્તરી નવા નવા મૂડીયા ઉગાડી કુવા કે, બોરને પૂરી દે છે. અથવા પાણી સાવ બગાડી મૂકે છે. એટલે જ મકાન કે મકાનની આજુબાજુના ૫૦ થી ૭૦ મીટર સુધી પીપળો હોવો જોઈએ નહી કે વાવવો જોઈએ નહી ઘરને નુકશાન કરતો હોવાના કારણે એમા ભૂતનો વાસ છે. એવું કહેવાતુ હશે અથવા આપણા આર્ષદ્રષ્ટા ઓએ અગમચેતી વાપરી આવિધાન સમજદારી પૂર્વક કર્યું હશે. આવો પીપળોજો ઘરનાં કોઈ પણ ભાગમાં ઉગ્યો હોય તો વિના વહેમે કોઈ પણ શંકા વીના કાઢી નાખવો હિતાવહ છે. મનુષ્ય સહજ સ્વભાવને લઈ કો ન માને તો એને ધર્મની દુહાઈ આપવામાં આવે છે. આમા પણ એવું જ છે. માટે કોઈ પણ જાતનાં ભય વિના ભયને ભોમાં ભંડારી આપણનેજો પીપળો નુકશાન કર્તા હોય તો એને કાઢવામાં કે કાપી નાખવામાં કોઈ બાધ નથી.