વૃષભ, કનયા રાશીના જાતકોને નાની પનોતી અને વૃશ્ર્ચિક, ધન, મકર રાશીના જાતકોને મોટી પનોતી: પનોતીમાંથી રાહત મેળવવા ભાવિકો કરી શનિદેવની પૂજા

આજે શનિશ્ર્વરી અમાસછે દેશભરમાંથી મોટી સંખ્યામાં ભાવિકો શનિદેવની કૃપા મેળવવા અને પનોતીમાંથી મુકિત મેળવવા શનિદેવના દર્શન પુજન માટે ઉમટી પડયા હતાં. હિન્દુ ધર્મ ગ્રંથોમાં માત્ર જીવતા મનુષ્ય નહીં, મૃતકોને પણ એટલું જ મહત્વ આપ્યું છે. સ્વજનોના મરણ બાદ ઉતમ ગતિ થાય તે માટે જે નિર્ધારિત તીથીઓ નિર્દિષ્ઠ કરાઇ છે તે માટે આ અમાસ શ્રેષ્ઠ છે. અમાવસ્થમાં પણ સોમવતી અમાસ, બુધવારી અમાસ અને શનિશ્ર્વરી અમાસનું મહત્વ અલગ અલગ છે. આજે ભકતોએ શનિદેવને રિઝવવા અને પનોતિમાંથી રાહત મેળવા વિવિધ ધાર્મિક પૂજાપાઠ કર્યા હતાં.આ ઉ૫રાંત કાળુ કપડુ, અડદ, લોખંડ, તેલ, સાકર કાળો ધાબળો ચંપલ દાન પનોતીમાંથી રાહત મેળવવા કર્યુ હતું.અત્યારે વૃષભ ક્ધયા રાશીના જાતકોને નાની પનોતી તથા વૃશ્ર્ચિક ધન, મકર રાશીના જાતકોને મોટી પનોતી ચાલતા ભકતોએ આજના દિવસે ૧૧ અથવા ર૧ વાર હનુમાન ચાલીસાના પાઠ અને હનુમાનજીને તેલ સિંદુર ચડાવ્યું લવીંગનો હાર બનાવી ચડાવ્યો હનુમાનજીની પૂજા શનિ દેવની પૂજા સહીતના ધાર્મિક કાર્ય પનોતીમાંથી રાહત મેળવવા કર્યા હતા.વર્ષમાં માત્ર બે કે ત્રણ વખત શનિશ્ર્વરી અમાસ આવતી હોવાથી ધાર્મિક રીતે તેનું અનેરુ મહત્વ છે. આથી પોરબંદરથી ૨૮ કી.મી. દૂર આવેલા હાથલા ગામ જે શનિદેવનું જન્મ સ્થાન માનવામાં આવે છે. ત્થા શનિદેવને રીઝવવા આજે હજારો ભકતોની વહેલી સવારથી કતાર લાગી છે. આ ઉપરાંત ઠેકઠેકાણે આવેલા શનિદેવના મંદીરે પણ ભકતો ઉમટી પડયા છે. જે લોકોને પનોતી ચાલતી હોય તે શનિદેવના જન્મ સ્થાન હાથલા ખાતે જઇ શનિકુંડમાં સ્નાન કર્યા બાદ શનિદેવની પૂજા અર્ચન કર્યુ હતું. જેથી એવી માન્યતા છે. કે શનિકુંડમાં સ્નાન કરવાથી પનોતી ઉતરે છે અને રાહત મળે છે.શનિશ્ર્વરી અમાસ અને શનિ જયંતિ બાદ હજારો ભાવિકો શનિદેવના મંદીરની બહાર પોતાના બુટ ચંપલો છોડી જાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.