શાસ્ત્રો અનુસાર શનિ અમાવસ્યાના દિવસે સ્નાન-દાનથી ભગવાન શનિદેવની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. આ સાથે પિતૃઓને તર્પણ અર્પણ કરવાથી પણ આ દિવસે શુભ ફળ પ્રાપ્ત થશે. પંચાંગ અનુસાર આ વર્ષે ભાદોમાં આવતી અમાવાસ્યા પર ખૂબ જ દુર્લભ સંયોગ બની રહ્યો છે.આ સંયોગમાં કુંડળી માંથી શનિ દોષ, શનિની સાડાસાતી, દૂર કરવાના સંયોગો છે.
શનિ અમાવસ્યાનું વિશેષ મહત્વ છે. આ દિવસે શનિદેવની વિશેષ પૂજા કરવામાં આવે છે. શનિદેવ આ દિવસે દરેક મુશ્કેલી દૂર કરે છે.શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ શ્રાવણ વદ અમાસ જે 27 ઓગસ્ટ શનિવારે જ છે જેથી આ દિવસે શિવ અને શનિની કૃપા એક સાથે પ્રાપ્ત થશે જે ભક્તો એ શ્રાવણ માસ પર્યંત શિવની આરાધના કરી છે એ હજુ પણ આજે પોતાની શક્તિ અને નિષ્ઠાથી આરાધના કરશે તેમને તેમની ભક્તિ અનુસાર આજ દિવસે ભગવાન શિવના આશીર્વાદ મળશે અને આ જ દિવસે અમાસ અને શનિવાર હોવાથી શનિ અમાવસ્યા શનિને ખુશ કરવાનો શ્રેષ્ઠ અવસર છે.
આજે રાજકોટ જ્યૂબેલી ખાતેના શનિ મહારાજના મંદિર સહિત ઠેર ઠેર ભાવિકોની દર્શનાર્થે પૂજા અર્ચન કરવા માટે ભારે ભીડ ઉમટી પડી હતી.