ભાદરવા સુદ પાંચમને શનિવાર તા.૧૧.૯ના રોજ એટ્લે કે આજે ઋષી પંચમી છે. આ દિવસે શ્રધ્ધાળુઓ આખો દિવસ વ્રત રાખી અને સામો તથા ફળ ખાઈ પોતાની શકિત અનુસાર દાન-ધર્મ કરી પૂણ્યનું ભાથું બાંધશે. ઋષી પંચમીનું વ્રત રહેવાથી જીવનના બધા જ અશુભદોષો નાશ પામે છે. ઋષી પાંચમના દિવસે સવારે નિત્ય-કર્મ કરી સૌ પ્રથમ ગણપતિજીનું પૂજન કરવું. ત્યારબાદ એક સફેદ વસ્ત્ર બાજોઠ અથવા પાટલા પર પાથરી તેના પર ચોખાની ઢગલી કરવી તેમાં કળશ, શ્રીફળ મૂકી અને સોપારીમાં સપ્તઋષીના નામ બોલી તેનું આહવાન કરવું અને સોપારીમાં સપ્તઋષીનું પૂજન કરવું, સોપારીમાં વસ્ત્ર જનોઈ, કંકુ, ચોખા, ફુલ, અબીલ ગુલાલ પધરાવી નૈવેધ આતરી કરવી ત્યારબાદ ઋષી પાંચમની કથા વાંચવી આ દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવી દાન-દક્ષિણા આપવી શુભ છે. આમ, સાત ઋષીના નામ લઈ આ વ્રત રહેવં ૧. વણિષ્ઠ, ૨. કશ્યપ, ૩. અત્રી, ૪.જમદગ્નિ, ૫. ગૌતમ, ૬. વિશ્ર્વામિત્ર, ૭. ભારદ્વાજ આ રીતે વ્રત કરવાથી જીવનના બધા જ દોષો નાશ પામે છે.
-શાસ્ત્રી રાજદિપ જોષી