સતત વધતી ગરમીથી જનજીવન ત્રાહીમામ
બપોરે ૧૨ થી ૪બહાર નહીં નીકળવા સલાહ
છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર ઉપર અગન વરસાવી રહેલા સૂર્યદેવતાએ લોકોની આકરી કસોટી કરી રહ્યા છે. રાજકોટમાં રવિવારે ૪૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતુ વધતા તાપમાન અને અસહ્ય ગરમીથી લોકોના જનજીવન પર માઠી અસર થઈ છે. રવિવારે રાજકોટનું તાપમાન ૪૪ ડીગ્રી પાસ નોંધાયું છે. સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં જોવા મળ્યું હતુ.
રવિવારે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભયંકર બફારો અનુભવ થવા લાગ્યો હતો. દરીયાઈ પટ્ટીના વિસ્તારને બાદ કરતા અનેક સ્થળોએ લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા છે. આજે પણ સૂર્ય નારાયણનો પ્રકોપ યથાવત રહેશે. તેવું મહાનગરપાલીકા દ્વારા જણાવવામાં આવ્યું છે.
તીવ્ર ગરમીના કારણે બ્લડ પ્રેસર, છાતીમાં દુખાવો, ઈન્ટરનેશનલ બ્લીડીંગ, ડિહાઈડ્રેશન, ઉલ્ટી ઝાડાને ચકકર આવવાની ફરિયાદો ઉઠી રહી છે. ખાનગી અને સરકારી દવાખાનાઓ પણ ગરમીના કારણે ઉભરાઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છમા અસહ્ય ગરમી તથા બફારાના કારણે શેરીઓ અને બજારો બપોર બાદસુમશાન જોવા મળી રહ્યા છે. મ્યુનિસપાલ કમિશ્નર દ્વારા આજે ૨૪ કલાક માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ તો, લોકોને ૧૨ થી ૪ ઘરની બહાર ન નીકળવા માટે પણ સલાહ અપાઈ છે. રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનનો પારો ૪૦ ડિગ્રી ઉપર રહેતા ભયંકર ગરમીને લીધે જનજીવન ત્રાહીમામ પોકારી ઉઠ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com