સ્વ. રાજીવ ગાંધી 21મી સદીના સ્વપ્નદ્રષ્ટા હતા. ભારતના આધુનિક ઘડતર માટે વિશેષ યોગદાન આપનારા સ્વ. રાજીવ ગાંધીની આજે પુણ્યતિથિ છે. સ્વ. રાજીવ ગાંધીએ વડાપ્રધાન તરીકેનના તેમના કાર્યકાળમાં અનેક મહત્વના નિર્ણયો લીધા હતા. ઇન્ફોર્મેશન ટેક્નોલૉજી, કમ્પ્યુટર ક્રાંતિ, અને ટેલિફોનક્ષેત્રે ભારતની પ્રગતિ એ સ્વ. રાજીવગાંધીજીનું 21મી સદીના ભારતનું સપનું હતું. તેઓએ આ ક્ષેત્રે કરેલી કામગીરીને કારણે આજે ભારત વિશ્વના અન્ય દેશોની સમકક્ષ બનીને ઊભો છે. સસ્તી ટેલિફોન સેવા દ્વારા તેઓએ દેશના તમામ ગામડાઓને સંદેશા વ્યવહારથી જોડી દીધા બાદ મોબાઈલ દ્વારા વિશ્વને લોકોની આંગળીઓમાં રમતું કરી દેવામાં પણ સ્વ.રાજીવ ગાંધીનો સિહફાળો રહ્યો છે.

 

દેશના યુવાનોને 18 વર્ષે મતાધિકાર આપીને લોકશાહીનું નવ સર્જન કરનાર સ્વ. રાજીવ ગાંધીએ પંચાયતી રાજમાં પણ મહિલાઑ માટે 33 ટકા અનામત બેઠક આપીને તેઓએ મહિલા સશક્તિકરણની સૌપ્રથમ શરૂઆત કરાવી હતી. આ કારણે આજે કેન્દ્થી માંડી ગ્રામ પંચાયત સુધી મહિલાઑ રસોડામાંથી બહાર નીકળી રાજકારણનો અગ્રિમ હિસ્સો બની ગઈ છે. ગામડાઑમાં વીજળી પહોચડવામાં પણ સ્વ. રાજીવ ગાંધીનો મહત્વનો ફાળો રહ્યો હતો.

આરોગ્ય ક્ષેત્રે પણ સ્વ. રાજીવ ગાંધીએ ટેક્નોલૉજી મિશન દ્વારા રસીકરણ કાર્યક્રમ અમલમાં મૂકી ” પોલિયો મુક્ત ભારત ” નું આભિયાન હાથ ધર્યું હતું. આ અભિયાનને કારણે આજે ભારત પોલિયોમુક્ત રાષ્ટ્ર બની શક્યું છે.

સ્વ. રાજીવ ગાંધીએ હમેશા રાજકારણની ગરિમા જાળવી છે. 1989માં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 197 બેઠક સાથે સૌથી મોટો પક્ષ બન્યો હતો. અને વી.પી. સિહની પાર્ટીને 143 બેઠક તથા ભાજપને માત્ર 85 બેઠક મળી હતી. તત્કાલિન રાષ્ટ્રપતિએ રાજીવજી ને સરકાર રચવા માટે આમંત્રણ આપ્યું હતું. પણ નીતિમતાના રાજકારણમાં માનતા સ્વ. રાજીવ ગાંધીએ રાષ્ટ્રપતિને એવો પ્રત્યુતર આપ્યો કે પ્રજાએ અમને 404 માથી 197 ઉપર લાવી દીધા છે.

અમને પૂર્ણ બહુમત મળ્યો નથી. કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી જરૂર છે પણ જનાદેશ અમારી વિરુદ્ધ છે. આથી કોંગ્રેસ સરકાર નહીં બનાવે. સ્વ. રાજીવ ગાંધીના ઇનકાર પછી વી.પી. સિહને સરકાર રચવા આમંત્રણ અપાયું હતું. વર્તમાન રાજનીતિના પરિપેક્ષ્યમાં માત્ર સરકાર બનાવવાનો જ લક્ષ્ય રાખવામાં આવે છે અને તોડ જોડની રાજનીતિ રમવામાં આવે છે. અને રાજશક્તિનો દૂરઉપયોગ કરવામાં આવે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.