નાલંદા તીર્થધામ પૌષધમય ૧૫૧ પૌષધ
ગોંડલ સંપ્ર. પૂ.ઈન્દુબાઈ મહાસતીજીની ૮૬મી જન્મજયંતી પ્રસંગે આજે સવારે ૬ વાગ્યાથી ઈન્દુબાઈ મહાસતીજી તીર્થધામથી ઈન્દુબાઈ મહાસતીજી ચોક સુધી લાઈનો લાગી છે. પૌષધવ્રતના તપસ્વીનું ભવ્ય સ્વાગત કેસરતિલક મહાસતીજીના અંતરિક્ષમાંથી આશીર્વાદ સાથે કેસરનો વરસાદ ભવ્ય-દિવ્ય અહેસાસ દરેક સાધકને થયો હતો.
સવારે ૯:૩૦ થી ૧૧:૩૦ સુધી વૈરાગ્યપ્રેરક અનેક કાર્યક્રમો બપોરે ૩ થી ૫ વિવિધ પ્રોગ્રામ, ૧૨ વાગ્યે અમૃત આયંબિલ રાત્રે ૮:૩૦ કલાકે ઈન્દુબાઈ સ્વામી શરણંમમ’ દિવ્યજાપ ભગવાનતુલ્ય માનવતાના મહાસાગર સમાન પૂ.મોટા મહાસતીજીની જન્મજયંતી પ્રસંગે આજે ભુખથી પીડાતા હજારો જીવોને ભોજન અપાયું. મુંગા પશુઓને તથા પાંજરાપોળમાં ગૌશાળાઓમાં પણ સહાય અપાઈ.
અનેક દર્દીઓને મેડિકલ સહાય ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ સહાય, ગરીબ પરીવારને આર્થિક સહાય આજે આપવામાં આવી છે. બાલાશ્રમો, મંદબુદ્ધિના બાળકોને જરૂરી સહાય તેમજ આર્થિક સહાય આપવામાં આવેલ છે. નાલંદા તીર્થધામ, પૌષધવ્રતથી તીર્થધામ ધમધમી રહ્યું છે. આજે પૂ.મહાસતીજીની જન્મજયંતી પ્રસંગે ૨૪ સંઘના ભાઈઓ-બહેનો પૌષધવ્રતમાં જોડાઈ ગયા છે. શુઘ્ધ પૌષધવ્રત કરી રહ્યા છે. તેમના ભવ્યાતિભવ્ય પારણા આવતીકાલે સવારે ૮ વાગ્યે દાનરત્ના શારદાબેન મોદી તરફથી છે. બહુમાન પૂ.મહાસતીજીના પરમગુરુણી ભકતો તરફથી થશે.
આ પ્રસંગે દાતાઓ, આગેવાનો, શ્રેષ્ઠીવર્યો, શ્રાવકો-શ્રાવિકાઓ, મહિલા મંડળો, ગુરુણીભકતો હાજર રહી અને એક ધ્યાને એક ચિતે ગુરૂણી દેવતા જાપ કર્યા છે. નાલંદા તીર્થધામ પૌષધમય બની ગઈ છે. ઈન્દુબાઈ મહાસતીજી ચોક સુધી લાંબી કતારો લાગી છે. તા.૨૪ને બુધવારે શરદપૂનમના રાત્રે ૮ કલાકે દિવ્યજાપ સર્વ ભાઈઓ-બહેનોને લાભ લેવા અપીલ કરાઈ છે.