રાજકોટ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલ દુકાનો, હોટલો, રેસ્ટોરન્ટો, ભોજનાલયો તેમજ આરામગૃહોના સંબંધમાં જન્માષ્ટમી શ્રાવણ માસના તહેવારોને અનુલક્ષીને તારીખ: ૨૭/૦૮/૨૦૧૮ થી તારીખ: ૦૪/૦૯/૨૦૧૮ (શ્રાવણ વદ એકમ થી શ્રાવણ વદ નોમ) સુધીના સમય માટે મુંબઈ ગુમાસ્તોધારો ૧૯૪૮ની જોગવાઈઓના અમલમાંથી આંશિક મુક્તિ આપવામાં આવે છે.
તદ્દઅનુસાર આવી દુકાનો રાત્રીના ૧૧-૦૦ કલાક સુધી અને હોટલો, રેસ્ટોરન્ટો, ભોજનાલયો અને આરામગૃહો મધ્યરાત્રી સુધી ખુલ્લા રાખી શકાશે. જો કોઈપણ કામદારોને નિયમિત કામના કલાકો કરતા વધુ સમય માટે કામ કરવાની ફરજ પડે તો તેમને કરેલા કામના માટે વધુ સમયનું વેતન મેળવવા હક્કદાર રહે છે.
કોઈપણ દિવસે કામકાજના કુલ સમય ૧૪ કલાક કરતા વધાવો જોઈએ નહિ. કર્મચારીને નિયત રજા ગુમાવવાના કારણે તેની અવેજીમાં તારીખ: ૦૫/૦૯/૨૦૧૮ પછી વળતર રજા ભોગવી શકશે અવા તો રજા દરમ્યાન કરેલા કામના બદલામાં નિયત દરે વેતન મેળવી શકશે.