શ્રાવણ વદ પાંચમને નાગપંચમી તરીકે ઉજવવામાં આવે છે. અને આ દિવસે નાગની પૂજા કરવામાં આવે છે. કાલસર્પ દોષથી પીડિત ભક્તો કેટલાક સરળ ઉપાય કરીને આ દોષમાથી મુક્તિ મેળવી સુખ-શાંતિ અને શિવજી ના આશીર્વાદ મેળવી શકે છે.

તો જાણી લો…કાલસર્પ દોષ નિવારવા યંત્ર અને પૂજા કરવા માટેની વિધિ…

  • સવારે વહેલા ઉઠી સ્નાન કરી ભગવાન શંકરનું ધ્યાન કરવું.
  • કાલસર્પ દોષ નિવારવા યંત્રને એક આસન પર સ્થાપના કરી અને તેની પૂજા કરવી.
  • પૂજા માટે પહેલા દૂધ છડાવું.
  • ત્યાર પછી ગંગાજળથી તેને શુદ્ધ કરવું.
  • ધૂપ-દીપ કરી સફેદ ફૂલ ચડાવી અને નીચે આપેલા મંત્રની એક માળા કરવી.

મંત્ર

અનન્તં વાસુકિ શેષમ પગ્નાભં ચ કમ્બલં

શંખપાલ ધાર્તરાષ્ટ્રમ તક્ષકં કાલીયં તથા

એતાની નવ નામાની નગનાં ચ મહાત્મનાં

સાયકાલે પઠેનિત્યં પ્રાત: કાલે વિશેષત:

તસ્મેય વિષભયં નાસ્તિ સર્વત્ર વિજયી ભવેત

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.