‘આમ ધોળે દીએ ને ખરે બપોરે વાઘ આવી ચડશે એવું તો મનમાં ય નો’તું . પણ ફઈ, લાકડાના બે ઘા સોઈ ઝાટકીને એવા નીર્યા છે કે હવે ઈ વાઘ આ દશ સામું નંઈ જોવે …
મનને નઈ વિશરામ !

જીવરામ વૈદના ઘેર પહોંચતાં સુધીમાં સવલાએ રસ્તામાં જ પંદરેક જણાને કાને દરબારને વાઘની ઝપટ લાગ્યાની વાત કહી નાખી.

જીવરામ વૈદ વાત સાંભળીને ઊભા જ થઈ ગયા. અને તેલનો શીશો ને બીજી બેચાર દવાયું લઈને તરત સવલા સાથે દરબારગઢ તરફ જવા રવાના થઈ ગયા.

નાગવાળો ડેલીએ ન જતાં ફઈબાના ઓરડે ગયો. એ વખતે ફઈબા એકલાં બેઠાં બેઠાં એક ધડકી સાંધી રીયાં હતાં …
નાગવાળાએ ‘નારાયણ, ફઈ …’ કહેતાં ઓરડામાં પગ મૂક્યો.

ધડકી 52 થી નજર સે2વીને ફઈબાએ નાગવાળા સામે જોયું … અને એના બાવડા તરફ નજર પડતાં જ ફઈબા બોલી ઊઠ્યાં : ‘શું થીયું, ભાઈ ?’

એક ચાકળા પર બેસતાં બેસતાં નાગવાળાએ કહ્યું : ‘ખાસ કાંઈ નથી થીયું. દેવુને ઘેરથી રોંઢો કરીને પાછો આવતો હતો તઈં વાટમાં ચાર બાઈયું એક ઝાડ પર ચડીને મદદની બૂમો મારતી હતી … એક વાઘ ઈ ઝાડ નીચે ઊભો હતો. બાઈયું પર ટાંપી રીયો’તો … મારા હાથમાં કાંઈ હથિયાર નો’તું એટલે માણકી પરથી નીચે ઊતરીને એક લાકડાનો કટકો લીધો ને વાઘને પડકાર્યો. વાધે મારા પર ઝપટ મારી પણ એના થાપાના નખ જરાક બાવડે અડી ગયા…’

‘અરે, નાગ … આવી હુડબડાઈ નોં કરાઈ !’

‘પણ ફુઈ, બાઈ માણસની રક્ષા તો કરવી જોઈંને ?’

‘ઈ તો તારો ધરમ છે. પણ હવે તારે તલવાર વન્યા બા’રું નોં નીકળવું.

‘આમ ધોળે દીએ ને ખરે બપોરે વાઘ આવી ચડશે એવું તો મનમાં ય નો’તું . પણ ફઈ, લાકડાના બે ઘા સોઈ ઝાટકીને એવા નીર્યા છે કે હવે ઈ વાઘ આ દશ સામું નંઈ જોવે … જો બડિયો જરાક સરખો હોત તો બિચારો ત્યાં ને ત્યાં પૂરો થઈ ગયો હોત !’

‘મરદનો દીકરો તો મરદ જ હોય ! પણ આ પચરંગી મલીરનો પાટો કાઢી નાખ્ય … જીવરામને બોલાવવા કોકને મોકલ … કીયે છે વાધના નખ ઝેરી હોય !’

‘ફકર કરો મા, ફુઈ ! સવલો પાટાનું તેલ લેવા ગીયો છે.’

આલણદે છેક છેવાડેના કોઠારના ઓરડે ગઈ હતી અને ત્યાં તલ કઢાવીને સમા કરાવી રહી હતી. એને આ વાતની કાંઈ ખબર જ નહોતી.

નાગવાળો ફુઈ પાસેથી ઊઠીને ડેલીએ આવવા ઓસરીએ પહોંચ્યો ત્યાં તો જીવરામ વૈદ, સવલો કામદાર, ગામના પાંચસાત વેપારી આવતા દેખાણા. આ જોઈને નાગવાળો ત્યાં જ ઊભો રહી ગયો.

બધા આવ્યા. ફઈબાના ઓરડે જ સહુ બેઠા અને એક પછી એક બધાએ કુશળ સમાચાર પૂછ્યા. નાગવાળાએ ટૂંકમાં સહુને વાત કરી. ત્યાર પછી જીવરામ વૈદે પાટો ખોલ્યો . જોયું તો ખાસ કંઈ ઊંડો ઘા નહોતો . વાઘના નખના ઉઝરડા પડ્યા હતા … જીવરામ વૈદે કહ્યું કે, પાણીનો પાટો બાંધીને ભારે કામ કર્યું છે, નાગભાઈ ! હવે પાકશે નઈં ને કાંઈ થાશે પણ નઈં … પાટો ભીનો ને ભીનો રાખો … લાવો હું બાંધી દઉં.’

ફઈબાએ કહ્યું : ‘જીવરામ, બરાબર જોજે હો … વાઘના નખનું ઝેર ચડી ગયાનું મેં સાંભળ્યું છે !’

‘એવું કાંઈ નઈં થાય ! પાણીના ગુણ મહાન છે. બધું ઝેર પાણી જ શોષી લેશે. તમે ફકર કરો મા … એક રાતે પાટો ભીનો ને ભીનો રે’શે એટલે કાલ સવારે હું આવીને એક લેપ મારી જઈશ . કહી જીવરામ વૈદે ઠંડું પાણી ને કોરું લૂગડું માગ્યું.

એક બાનડી તરત પાણીનું ઠામ લઈ આવી. જીવરામ વૈદે થોડી વાર ઠંડા પાણીની ધાર કરીને પાટો ભીનો કરીને બાંધી દીધો ત્યાર પછી કહ્યું, ‘નાગભાઈ, બે દી સુધી દહીં , છાશ કે કઢી ખાશો નઈં.’

‘ભલે … કહી નાગવાળો ઊભો થયો અને બોલ્યો, ‘હાલો, આપણે બધા ડેલીએ બેસીએ.’

સહુ ઊભા થયા અને ડેલીએ ગયા.

ત્યાર પછી આલણદે ફઈબા પાસે આવી એટલે ફઈબાએ કહ્યું, ક્યાં ગઈતી , આલણ ?’

ઘાણી કઢાવવી છે તે કોઠારમાં તલ સમા કરાવવા ગઈ હતી . કામવાળાના ભરોસે કાંઈ મુકાતું નથી … જીવરામ વૈદ આવ્યાનું મેં સાંભળ્યું’તું .શું આપને કાંઈ…’

વચ્ચે જ ફઈબાએ કહ્યું ‘અરે , દીકરી , મને તો પાણાયે નથી પડતા. આજ તો મારા ઠાકરે લાજ રાખી, શૂળીની સજા સોયથી સરી ગઈ !’
‘હું સમજી નઈં …’

‘તને કોઈએ કાંઈ કીધું લાગતું નથી.’ કહી ફઈબાએ નાગવાળાને લાગેલ વાધની ઝપટની વાત કરી.
વાત સાંભળીને આલણદે બે પળ સ્થિર બની ગઈ … ત્યાર પછી બોલી, ‘ફઈ, કેટલાય દીથી એક વાત કરવાનું મનમાં ધોળાયા કરે છે … પણ કઈ શકતી નથી . જો મારી વાતને મનમાં લો તો આજ કઉં.

‘આલણ , હું તો તારી મા છું . મા આગળ વાત કરતાં દીકરીને જરાય સંકોચ ન હોય ! તારે જે કે’વું હોય તે મોકળા મનથી કે.’

‘ફઈ, દરબારને તમારા સિવાય કોઈ સમજાવી નઇં શકે. રાજનું કામ કરનારા ઓછા માણસો છે ? તઈં … પછી એમણે શું કામ આ રીતે ચારેકોર ધોડા કરવા જોઈં ?’

‘તારી વાત સાચી છે … મેં એને એક વાર થોડું કહ્યું’તું … પણ આવી વાતમાં તું જ એને વધારે કહી શકે ! ’

‘મેં તો ઘણી વાર માથાકૂટ કરી જોઈ … પણ મારું માને છે જ કોણ ? હું વાત કરતી રઉં ને ઈ સૂઈ જાય..કાં કે’શે, તને આમાં ખબર નોં પડે … !’

‘જો દીકરી..અસ્ત્રી..પુરુષમાં મનમેળ હોય તો અસ્ત્રીની વાત પુરુષ નોં ટાળે. ને પુરુષની વાત અસ્ત્રી નોં ઉથાપે ! હું તો ઓરડા બા’રી નીકળતી નથી … તોય ઘરમાં શું બને છે ઈ જાણી લઉં છું … મારા એક સવાલનો જવાબ આપીશ ?’

‘હા …’

‘મેં સાંભળ્યું છે કે તમારે બે ય માણસ વચ્ચે જોઈ એવો મનમેળ નથી. આ સાચું છે ?’
‘ફઈબાનો પ્રશ્ન સાંભળીને આલણદે ધરતી પર સ્થિર નજરે જોતી બેસી રહી.’

થોડી પળો મૌનમાં પસાર થઈ. ફઈબાએ ફરી પૂછ્યું, ‘મેં સાંભળ્યું છે ઈ સાચું છે ? ’

‘કાંક સાચું છે ને કાંક બરોબર નથી.’

‘તો તું જ મને કહે ….’

‘શું કહ્યું , ફઈ ? એમનો સ્વભાવ જ મને સમજાતો નથી. મારું દિલ છે દરપણ જેવું ! મને જે સાચું લાગે ઈ તરત કહી દઉં ને જે નોં ગમે એની ના પણ પાડી દઉં … એટલે એમને દખ લાગતું હશે. બાકી, મારા મનમાં કમેળ જેવું કાંઈ નથી.
‘જો આલણ, નાગને મેં મોટો કર્યો છે ને રમાડ્યો છે … એની રગેરગ હું પારખું છું. રાજનો ધણી છે પણ એનામાં જરાયે ગરવ નથી. કોઈ પાંતીનું વ્યસન નથી કે આછકલાઈ જેવું નથી. આવા ધણીને હૈયાનો હાર કરીને કેમ સાચવવો ઈ તારા હાથની વાત છે. તું તો ખરેખર ભાગ્યશાળી છો … આવો ધણી તો પૂરાં પુન્ય કર્યાં હોય એને મળે !’

‘ફઈ, તમારી વાત સાચી છે … ને હું એમને મારા દેવ માનું છું … પણ સાચું લાગે ઈ કહેવા જતાં એમને નથી ગમતું !’
‘તો આપણે કાંઈ બોલવું જ નઈં જ્યાં મનમેળ હોય ત્યાં ભેદભાવ 2ીયે નઈં, વડચડ પણ હોય નઈં ! વળી તું તો ચતુર ને ઘરરખી છો. તારી નજર સામાનું હૈયું પારખે એવી તેજ છે … તારી કાયામાં ખાનદાનીનું લોહી રમે છે..તું પણ અણમોલ છો … બસ, એટલું જ મનમાં રાખવું કે કોઈ દી ધાર્યું કરાવવાનો હઠ નો કરવો … !’

‘ફઈ, મારા મનમાં આવુ કે ’ દીયે નથી થીયું ! તોય તમારી શિખામણને હૈયામાં સાચવી રાખીશ … પણ તમે દરબારને એટલું તો જરૂર સમજાવજો કે આમ એકલા બા’રા ન જાય ! ’ આલણદેએ વિનમ્રભાવે કહ્યું.

ફઈબાએ આલણની પીઠ પર હાથ ફેરવીને કહ્યું, ‘આલણ, તુ ફકર કરીશ નઈ … હું નાગને સમજાવીશ.’

પોઢણ આરતી થઈ ગયા પછી વાળુ કરીને નાગવાળો ડેલીએ ન જતાં સીધો પોતાના ઓરડે ગયો. આજ તેના ચિત્તને નાગમદેનો સ્પર્શ વલોવી રહ્યો હતો . તે અવારનવાર નાગમદેને મનમાંથી બહાર ફેંકી દેતો … પણ વળતી જ પળે પ્રબળ વેગ સાથે નાગમદેનો નિર્મળ ચહેરો મનની આંખ સામે ઊભો થતો.

આજ સુધી કોઈ દિવસ કોઈ પણ સ્ત્રી પ્રત્યે નાગાળાના હૈયામાં આવી અકળામણ થતી નહોતી અને આજ નાગમોનો સુંદર, વિનમ્ર લજજારક્ત અને અપૂર્વ ચહેરો કેમેય દૂર થતો નહોતો.

નાગવાળાએ મનમાં એમ પણ વિચાર્યું કે … અરેરે, હું આલણદેનો ધણી છું … મારા મનમાં અન્ય કોઈ સ્ત્રીને સ્થાન પર ન હોવું જોઈએ … જો હું આ રીતે પરનારી પાછળ મનને દોડાવીશ તો આલણદે સામે ઊંચી આંખ કરીને જોઈ પણ નહિ શકું ! વાટમાં બિચારો બાઈયું મુશ્કેલીમાં મુકાણી હતી..મેં સાદ સાંભળ્યો ને દોડી ગીયો..પણ …

તરત વિચારધારા પલટો લેતી. પોતાનું નવું નકોર મલીર ફાડી નાખ્યું ને મને પાટો બાંધ્યો … મારી સાથે જો કોઈ ભવોભવનો પિછાણ હોય એવી નજરે જોઈ રહી … હું પણ એઈ રીયો … આમ કેમ થઈ ગીયું ? શું કોઈ ભવોભવના સથવારાની છૂટી પડેલી જોડય હશે ? ઈ વગર મનમાં કોઈ દી આવું થાય નઈ …નાગવાળો વારંવાર આવા વિચારોને દૂર ધકેલવા પ્રયત્ન કરતો અને મનને અન્યત્ર વાળવા બીજી વાતોમાં રસ લેવા મંડી જતો પણ થોડી વાર થાય ત્યાં એની એ મીઠી નજરું હૈયાને કોરવા માંગતી હતી.

ધણીને ઓરડામાં આવેલો જોતાં આલણદેએ પ્રશ્ન કર્યો. ‘હાથે સારું છે ને ?’

હંમેશના નિયમ પ્રમાણે પાઘ, કડીયું , વગેરે કાઢીને ખીટીએ મૂક્યાં નાગવાળાએ કહ્યું, ‘હા … એક કળશ્યો ઠંડું પાણી લઈ આવ્ય ને ?’

તરત આલણદેએ ઓરડામાં રાખેલા પાણીના માટલામાંથી એક કળશ્યો ભરીને પાણી કાઢ્યું … પછી સામે આવતાં બોલી : ‘પીડા કેવીક થાય છે ?’

‘ખાસ પીડા જેવું કાંઈ નથી …’ કહી નાગવાળો મોરી તરફ ગયો અને બોલ્યો : ‘આ પાટા ઉપર ધીરે ધીરે પાણીની ધાર કર્ય.’

‘આલણદેએ પડખે આવી ધીરે ધીરે પાણીની ધાર કરવા માંડી અને ‘હવે ભલા થઈને એકલા વગડે જશો મા..’

‘આપણી સીમમાં કોઈ દી વાધવરૂનો ભો જ નઈ …. કોણ જાણે કેમ આજ એક વાધ આવી ચડ્યો …’

‘તો ય તમે કાંઈ પણ હથિયાર વગર બા’રા જાઓ છો ઈ બરાબર
નથી . અને તમારે આ રીતે જાવું શું કામ જોઈં ? રાજના માણસો શું કામના છે ?’

‘હું કાંઈ રાજના કામે નો’તો ગીયો.’

‘દેવુભાને ઘેર ગીયો’તો. ગયા વન્યાં ચાલે એમ નહોતું. પરમ દી આવ્યો ત્યારે સમ દઈ ગીયો હતો … નકર આવા કાળા તાપમાં કોણ જાય ?’ નાગવાળાએ ભીના પાટા તરફ બરાબર નજર કરી … બધો પલળેલો હતો.
ત્યાર પછી પંચિયું પહેરીને તે ઢોલિયે બેઠો.

આલણદેએ ઓરડાનું કમાડ બંધ કરતાં કહ્યું : ‘આપણા ગામની બાઈયું સપડાણી હતી ?’

‘ના … કોઈ વાઢયેે આવ્યું હશે એની બાઈયું હતી.’

‘ભગવાનનો પાડ માનો કે ગજનું રજ થઈ ગયું … નઈં તો વાઘની ઝપટ કાયા ફાડી નાખે !’

‘તારી વાત ખરી છે … પણ મારા હાથમાં કાંઈ હતું નહિ. હું આડા જેવું એક લાકડું લેવા વાંકો વળેલો ત્યારે જ વાધે હુમલો કરેલો …. ઈ તો સુરજાનાથની કિ2પાથી તરત ખસી ગીયો . . . નહિ તો બેચાર મહિનાનો ખાટલો જ થાત ! ’
‘મારું માનતા હોત તો આવું કાંઈ થાત નઈં … પણ કોણ જાણે તમારા મનમાં શું છે તે બાયડીની વાત હૈયાને અડતી જ નથી ! સીધા વયા આવ્યા હોત તો આટલું યે નોં લાગત !’

નાગવાળો હસ્યો અને હસતાં હસતાં બોલ્યો : ‘મદદની બૂમો સાંભળ્યા પછી મારો ધરમ શું હોય ?’

‘ધરમ કરમ તો આપણે કર્યાં છે ને આપણે ટેવ્યાં છે … મેં વાત સાંભળી છે ઈ ઉપરથી તો ચારે ય બાયું ઝાડવે ચડી ગઈ હતી . વાઘ તો થાકીને વીયો જાત !’

‘આલણ, પોકાર સાંભળ્યા પછી તો પળ માટે ય વાટ નોં જોવાય … તું જ આ રીતે કોઈ ઝાડવે ચડીને ફસાણી હો ને તારી બૂમ સાંભળીને વટેમાર્ગુ તું કે’છ એવી રીતે મદદ કર્યા વગર ચાલ્યો જાય તો તું એને શું કહે ? ગાંડી, મોત તો ધરમરાજાના ચોપડે માંડેલું જ છે..એમાં

એક ઘડીનો ય કોઈથી ફરક થઈ શકતો નથી.’

આલણદેએ કહ્યું : ‘એ તો જેવો સમો ને જેવો પરસંગ પણ હવે તમે સૂઈ જાઓ… મારી હાર્યે વાતુંયે ચડશો તો સમાનું ઠેકાણું ન રહે.’

નાગવાળાએ ઢોલિયા પરથી ઊભા થતાં કહ્યું : ‘તું સૂઈ જા … હુ એની કોરની અગાસીમાં જાઉં છું. અહીં બહુ ગરમી થાય છે.’

‘હાથમાં ઘા છે ને અગાસીમાં સૂઈ રે’વું છે ? ક્યાંક પાકી પડે તો ? ના … તમતમારે ઢોલિયા પર સૂઈ જાઓ … હું જરા પગ દબાવું એટલે તમને તરત નીંદર આવી જાશે.’

કંઈ પણ બોલ્યા વગર નાગવાળો ઢોલિયા પર આડે પડખે થયો.

આલણદે એક તરફ બેસીને ધણીના પગ દાબવા માંડી.

નાગવાળાએ આંખો બંધ કરી … અને તરત નાગમદેની સૌમ્ય મધુર મૂર્તિ મનના તખ્તા પર તરવરવા માંડી.
આવી સૌમ્યતા તો ક્યાંય દેખાણી નથી ! રૂપાની ઘંટડી જેવો અવાજ ! નજરુંમાં જુગજુગનો નેહ ! જાણે કોઈ ભવની

પ્રીત એકાએક જાગી પડી છે … જાણે વિખૂટાં પડેલાં બે હૈયાં અચાનક ભેગાં થઈ ગયાં છે!’

નાગમદેની આંખમાં કેવો સમર્પણ ભાવ છલકાતો હતો ? કોઈ વાત નહીં, કોઈ ચીત નહીં, કોઈ પરિચય નહીં … છતાં જાણે એક બીજાને ઓળખતાં હોઈએ !

દામનિ જ્યોં સુ દમંક ગઈ ચિત્ત,

દો ઉનકે સુ ચર્મક લગી;

હોત નહીં બિરહાનલ ઉદિત,

પ્રેમ જરીક જગી ચિનગી.

આલણદે પગ દબાવી રહી છે એ વાતનો નાગવાળાને ખ્યાલ જ ન રહ્યો.

વિચારમાં ને વિચારમાં તે એકદમ બેઠો થઈ ગયો …

આલણંદે બોલી ઊઠી : ‘કેમ, શું થયું ?’

‘ઓહ ! કાંઈ નઈ …’

‘ હાથમાં પીડા તો નથી થતી ને ?’

‘ના …’

‘ મારા સમ ખાઓ ….’

‘નાની વાતમાં સમ ખવાય નઈં, હું ખરું કહું છું, મારા હાથમાં કાંઈ પીડા નથી.’

‘તો પછી નિરાંતે સૂતા હતા ને સફાળા બેઠા કેમ થઈ ગયા ?’

‘હવે તું સૂઈ જા … એક તો મને પગ દબાવડાવવાની ટેવ નથી … ને તું પગ દબાવીશ ત્યાં સુધી ઊંઘ પણ નહીં આવે..’

‘પીડા થાતી હોય તો મનમાં રાખશો મા !’

‘પત્ની સામે જોઈને નાગવાળો આછું હસ્યો …’

અને તે પુન: આંખો બંધ કરીને સૂઈ ગયો … પરંતુ

તેણે નીંદર નઈં

મનને નઈં વિશરામ,

પળપળ નાગમદે સાંભરે,

વલવલતો નાગનો પ્રાણ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.