રાજકોટમાં આવતીકાલે લેવાનારી એચ. ટાટની પરીક્ષા માટે ૪૦ કેન્દ્રો: નિરિક્ષકો રાખશે બાજ નજર
રાજકોટમાં શહેરનાં જુદા જુદા ૪૦ કેન્દ્રો પર આવતીકાલે રાજકોટમાં ૧૩ હજારથી વધુ ઉમેદવારો એચ.ટી.એ.ટી.ની પરીક્ષા આપશે પ્રાથમિક શાળાઓમાં ફંડ માસ્તર બનવા માટેની આ પરીક્ષા લેવામાં આવશે સૌરાષ્ટ્રના ઉમેદવારો માટે રાજકોટ એક જ કેન્દ્ર હોવાથી શિક્ષકો એચ.ટી.એ.ટીની પરીક્ષા આપવા આવશે દરેક કેન્દ્રો પર નિરીક્ષકો વિદ્યાર્થીઓ પર કડી નજર રાખશે.
સરકારના પ્રમોશનથી શિક્ષકોને ફંડ માસ્ટરની પોસ્ટ આપવાની સાથે સાથે યુવાનો સીધા હેડ માસ્તર બની શકે તે માટે એચ.ટાટની પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષાને પાસ કરનારને હેડ માસ્તર તરીકેનો પસંદગી મળે છે. એચ. ટાટની પરીક્ષા રવિવારે ૧૧ વાગ્યાથી ૧ વાગ્યા દરમિયાન લેવાશે.
એચ.ટાટની પરીક્ષા વ્યવસ્થા ગોઠવવા માટે રાજકોટ ડી.ઈ.ઓ કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી રાજકોટ જિલ્લા તેમજ સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાંથી પરીક્ષા લેવામાં આવનાર છે. જયારે રાજકોટની ૪૦ સ્કુલો પર પરીક્ષા આવતીકાલે લેવામાં આવશે.
ગત પરીક્ષામાં ઘણી ફરિયાદો આવી હોવાથી સરકારે આ વખતે કલેકટર કચેરીનું પરીક્ષાનું સુપ્રત કરવામાં આવ્યું છે. જિલ્લા તંત્ર તરફથી દરેક કેન્દ્રની ચકાસણી કરીને બેઠક નંબર ગોઠવવાની કામગીરી શ‚ કરવામાં આવી છે. રાજકોટના જુદા જુદા પરીક્ષા કેન્દ્ર પર મહેસુલી તંત્ર તરફથી નિરીક્ષક મૂકવામાં આવશે એચ. ટાટની પરીક્ષા લેવાયા બાદ તેનું પરિણામ જાહેર કરી દેવામાં આવશે.