૬૦૦ કરોડનું માર્કેટ ધરાવતી વોલ કલોક ઇન્ડસ્ટ્રીઝમા સોનમ ક્લોક ત્રીજા નંબરની કંપની

મોરબીમાં સિરામિક ઇન્ડસ્ટ્રીઝ બાદ હવે પ્રખ્યાત સોનમ ક્લોક ઇન્ડસ્ટ્રીઝ પણ મૂડી બજારમાં ધૂમધડાકા ભેર પ્રવેશ કરી રહી છે, દેશની વોલ ક્લોક મેન્યુફેક્ચરર કંપનીઓમાં ત્રીજા નંબરનું ટોચનું સ્થાન ધરાવતી સોનમ ક્લોનો ઈશ્યુ આજે ઓપન થઈ રહ્યો છે.

વોલ ક્લોક અને વોલ ક્લોક મુવમેન્ટ બનાવતી સોનમ ક્લોક વાર્ષિક કરોડો રૂપિયાનું ટર્ન ઓવર ધરાવે છે હાલમાં વોલ ક્લોક ઇન્ડસ્ટ્રીઝનું ૬૦૦ કરોડનું માર્કેટ છે અને આવનાર દિવસોમાં આ માર્કેટ ૧૨૦૦ કરોડને આંબે તેમ હોવાનું જણાવતા સોનમ કલોકના એમડી જયેશભાઈએ ઉમેર્યું હતું કે તેમની કંપની હાલમાં વિવિધ પ્રકારની કલોકનું ઉત્પાદન કરી રહી છે સાથે સાથે ઘરઆંગણે ક્લોક મુવમેન્ટનું પણ મોટાપાયે ઉત્પાદન કરી રહી છે.

સોનમ ક્લોક ઇન્ડસ્ટ્રીઝ હાલમાં એલઇડી ડિજિટલ ક્લોક, એલસીડી ક્લોક, લાઈટ સેન્સર ક્લોક, પેંડુલમ ક્લોક, મ્યુઝિકલ ક્લોક, રોટટિંગ પેંડ્યુલમ, ડિઝાઈનર ક્લોક, ટેબલ ક્લોક, એલાર્મ ક્લોક અને સામાન્ય ક્લોકના ૭૨ લાખથી વધુ એકમો ઉત્પાદન કરે છે, જ્યારે મુવમેન્ટમાં વાર્ષિક ૨૪૦ એકમ ઉત્પાદન કરી રહી છે.

સોનમ ક્લોકના ઉત્પાદનો ભારતીય બજારની સાથે સાથે વિશ્વના ૨૭ દેશોમા વેચાણ કરી રહી છે કંપનીના મોટા ગ્રાહકોમાં કોકાકોલા, આઈડિયા,દાલમિયા ભારત સિમેન્ટ, બેન્ક ઓફ ઇન્ડિયા, નિરમાં, ક્રોસિંન, જોયાલુક્કાસ વગેરે કોર્પોરેટ કંપનીઓ સામેલ છે.

હાલ કંપની સોનમ ક્લોક એએમપીએમ, લોટ્સ બ્રાન્ડનેમથી પોતાના ઉત્પાદનનું વેચાણ કરે છે, અને કંપની ૪૦૦ પ્રકારની જુદી જુદી ઘડિયાળો ઉત્પાદિત કરે છે, સોનમ ક્લોક વધુને વધુ મહિલાઓને રોજગાર આપી રહ્યું છે અને હાલમાં ૪૦ કિલોમીટરના વિસ્તારના ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને રોજગારી પુરી પાડવામાં આવી રહી હોવાનું જયેશભાઇ શાહે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.