ટ્રાવેલ શોખીન પ્રજાના બહોળા પ્રતિસાદ બદલ આભાર માનતા કંપનીના ડિરેકટર અભિનવ પટેલ- ધારા પટેલ
શહેરની ટ્રાવેલ શોખીન પ્રજા માટે જાણીતું ટુર એન્ડ ટ્રાવેલ્સ ફેસ્ટીવ હોલીડેઝ આજે ચાર વર્ષ પૂર્ણ કરી પાંચમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે. આ અવસરે કંપનીના ડીરેકટર અભિનવ પટેલ અને ધારા પટેલે ગ્રાહકોનો દિલથી આભાર વ્યકત કર્યો છે. પાંચમા વર્ષમાં મંગલ પ્રવેશ નીમીતે ફેસ્ટીવ હોલીડેઝ વિશે અભિનવ પટેલ જણાવે છે કે છેલ્લા બાર વર્ષમાં અમોને રાજકોટ શહેરની પ્રજાનો બહોળો પ્રતિસાદ મળ્યો છે.
મુખ્ય સીંગાપુર, મલેશીયા, ડ્રીમ કુઝ, દુબઇ, બાલી, થાઇલેન્ડ, યુરોપ વગેરેની ટુર માટે ફેસ્ટીવ હોલીડેઝ લોકોની પહેલી પસંદ છે. કંપની દર વર્ષે નેશનલ- ઇન્ટરનેશનલની વિવિધ ટુર મળી આશરે ૪ થી પ હજાર લોકોને પ્રવાસ કરાવે છે. ઇન્ટરનેશનલ ડેસ્ટીનેશનમાં દુબઇ, બાલી, થાઇલેન્ડ, યુરોપ, સીંગાપુર, મલેશિયા, ડ્રીમ ક્રુઝ વગેરે તેમજ ડોમેસ્ટીકમાં ગોવા, હીમાચલ પ્રદેશ, રાજસ્થાન , કેરાલા, ઉતરાખંડ, અંદમાન વગેરે સ્થળો માટે ટુર ગોઠવાઇ છે.
અભિનવ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ગત ૨૦૧૯માં વર્ષમાં ૨૦૦૦ જેટલા લોકોએ ઇન્ટરનેશનલ તેમજ ૧ર૦૦ થી વધુ લોકોએ ડોમેસ્ટીક ટુર કરી હતી. કંપનીના સૌથી વધુ ૬૦ ટકા ગ્રાહકો રાજકોટ શહેરમાંથી છે આ ઉપરાંત મોરબી, જામનગર, જુનાગઢ, વેરાવળ, પોરબંદર, ભાવનગરના હરવા ફરવાના શોખીનો ફેસ્ટીવ હોલીડેઝ મારફત પ્રવાસ માણે છે . નેશનલ કે ઇન્ટરનેશનલ દરેક ટુરમાં એક ટુર મેનેજરને કંપની દ્વારા સાથે મોકલવામાં આવે છે. જેથી સહેલાણીઓને કોઇ અગવડતા કે મુશ્કેલી ઉભી ન થાય, આ ઉપરાંત જયારે પણ કોઇ ગ્રાહકને પેકેજ સમજાવવામાં આવે ત્યારે કંપની ટુર દરમ્યાન તે તમામ પ્રકારની સુવિધા અચુક પુરી પાડે છે.
દિવાળી નજીર આવી રહી છે ત્યારે આ તહેવારોમાં કંપની પાસે ડોમેસ્ટીકમાં ગુજરાતની અંદર દીવ, સાસણગીર, પોલો ફોરેસ્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી તો નેશનલમાં રાજસ્થાન, ઉદયપુર, ઉબલગઢ, માઉન્ટ આબુ, જેસલમેર વગેરે સ્થળોની ગ્રાહકોમાંથી ઇન્કવાયરી આવી રહી છે. દીવાળીના બુકીંગ પર ર૦ ટકા જેવું ડિસ્કાઉન્ટ પણ ગ્રાહકોને મળશે.
આગામી તહેવારોને લઇને ગ્રાહકોના ઉત્સાહ અંગે અભિનવ પટેલે જણાવ્યું હતું કે અમારો બીઝનેસ કોરોના મહામારીમાં સૌથી પહેલા બંધ પડનારો અને સૌથી છેલ્લે ચાલુ થયો છે. લોકો ચાલુ વર્ષે ઘરમાં બેસી, લોકડાઉન થી કંટાળી હવે હરવા-ફરવા માટે ઉત્સુક થયાં છે ત્યારે આગામી વર્ષ લોકોનો ઉત્સાહ જોતા અમારા બીઝનેસ માટે લાભદાયી બની રહેશે. ફેસ્ટીવ હોલીડેઝની વધુ વિગત માટે મો. નં. ૯૭૩૭૮ ૭૭૭૭૯ નો સંપર્ક કરવો.