વિશ્વ કલ્યાણ અર્થે યોજાયેલા વિષ્ણુયાગ સંપન્ન; સુવર્ણતુલા યોજાઈ
વડતાલ ધામમાં ચાલી રહેલ વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતિ પૂર્વ સંધ્યાએ વચનામૃત સુવર્ણતુલા યોજાઈ હતી. આ સુવર્ણતુલામાં પુરૂષથી હરિભક્તોએ પોતાના દાગીના અર્પણ કર્યા હતા. આ સુવર્ણતુલામાં હરિભક્તો એ બે કિલો સોનું અર્પણ કરી શ્રીહરિનો રાજીપો મેળવી ધન્યતા અનુભવી હતી.
વડતાલ ધામમાં ભગવાન શ્રીહરિની પરાવાણી “વચનામૃત નો દ્વિશતાબ્દી મહોત્સવ ખુબજ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે. ગઈકાલે વચનામૃત મહોત્સવની પૂર્વ સંધ્યાએ વચનામૃત સુવર્ણતુલા આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા સદગુરુ સંતોની નિશ્રામાં યોજાઈ હતી.
જેમાં થી-પુરુષ હરિભક્તોએ વચનામૃત સુવર્ણતુલામાં પોતાના દાગીના જેવા કે સોનાની ચેન, વીંટી, લકી, કાનની બુટી, અછોડા તા બંગડી સહિત વિવિધ આભૂષણો ભગવાનને અર્પણ કર્યા હતા. વચનામૃત સુવર્ણતુલામાં ૨ કિલો સોનુ ભક્તો દ્વારા ભેટ કરવામાં આવ્યું હતું. સુવર્ણતુલામાં દાન આપનાર સર્વે હરીભક્તોનું સંતો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ સુવર્ણનો વડતાલમાં બનનાર મ્યુઝિયમમાં ઉપયોગ કરવામાં આવનાર હોવાનું પૂ.શુકદેવસ્વામીએ જણાવ્યું હતું.
વિશ્વ કલ્યાણર્એ શરૂ થયેલ મહાવિષ્ણુયાગ પૂર્ણ યો છે. આજે બપોરે ૧૨ વાગે પૂ.આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના સાનિધ્યમાં વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતિ થઈ છે. આ દિવ્ય પ્રસંગે સંતો તા ભક્તોનો મહેરામણ ઉમટયો હતો.