અંગ્રેજી કેલેન્ડર મુજબ 14 એપ્રિલએ અને ઇસ્લામિક હીજરી કેલેન્ડરના નાવમાં માસ મુજબ આજે બુધવારથી પવિત્ર રમઝાન મહિનાનો પ્રારંભ થઈ ગયો છે. આ પવિત્ર મહિનામાં મુસ્લિમ લોકો દરરોજ ‘રોજા'(ઉપવાસ) રાખે છે. રમઝાન મહિનામાં વહેલી પરોઢએ અઝાન કરી રોજાની શરૂઆત કરે છે, અને સાંજે અઝાન કર્યા પછી મીઠું અથવા ખજૂર ખાઈ રોજા ખોલવામાં આવે છે. રોજા ખોલવા માટે જે ભોજન લેવામાં આવે છે, તેને ભારતીય મુસ્લિમો સેહરી કહે છે. સેહરીને અરબી ભાષામાં સુહૂર કહેવામાં આવે છે.
વિશ્વભરના મુસ્લિમો દ્વારા આ મહિનાને પ્રાર્થના, પ્રતિબિંબ અને સમુદાયના પર્વ તરીકે મનાવવામાં આવે છે. રમઝાન માસમાં રાખવામાં આવેલા રોજાને અરબી ભાષામાં ‘સોમ’ કહેવામાં આવે છે, જેનો અર્થ થાય રોકવું. તમારી અંદર રહેલી હિંસા, ગુસ્સો, બુરાઈઓ, અને કુટેવોને દૂર કરવી એ રમઝાન માસનો મર્મ છે.
ઇસ્લામ ધર્મમાં મહત્વના પાંચ સ્તંભો છે, જેમાં પહેલું ઇમાન, બીજું નમાજ, ત્રીજુ રોજા, ચૌથુ હજ અને પાંચમું જકાત. રમઝાનના પવિત્ર માસને આ પાંચસ્તંભો માંથી એક માનવમાં આવે છે. આ મહિનાની શરૂઆત ઇસ્લામિક માન્યતા અનુસાર મહમદ પયગંબરને જયારે કુરાનનું પ્રથમ જ્ઞાન થયેલું ત્યારથી મનવામાં આવે છે. આ મહિનો 28 થી 30 દિવસ વચ્ચેનો હોય છે, જે ઇદના ચંદ્ર પર આધાર રાખે છે. જયારે ચંદ્ર દેખાય છે ત્યારે રમઝાન માસની પૂર્ણવૃત્તિ સાથે ઈદ-ઉલ-ફિતરની ઉજવણી કરવામાં આવે છે.