આજે ચાલતે જીવી લઇએ શ્રેણીમાં પ્રસિઘ્ધ ભજનીકના કંઠે ગવાયેલા પ્રાચીન ભજનો સાંભળયે તે પહેલા તેને ઓળખીએ લોધીકા તાલુકાના વડા ગામે જન્મભૂમિ તેમજ વાંકાનેરને કર્મભૂમિ બનાવનાર ભજનીક હર્ષદગીરી ગોસ્વામીને કલા વારસામાં મળી છે તેના પિતા મનહરગીરી બાલગીરી ગોસ્વામી પાસે ભજનની તાલીમ મેળવી છેલ્લા ૪૦ વર્ષથી ભજન ક્ષેત્રથી સંકળાયેલા છે.તેઓ આકાશવાણીના એ-ગ્રેડના માન્યતા પ્રાપ્ત કલાકાર છે. અને આકાશવાણીના કાર્યક્રમોમાં પણ પ્રાચીન ભજનોની રસલ્હાણ પીરસે છે.તેમના કંઠે ગવાયેલા ભજનોમાં ખાસ પીંગળાનું સપનું, ભરતજીનું રૂદન, કળીયુગની એંધાણી વગેરે અતિ પ્રચલીત થયા. છેલ્લા ૩પ વર્ષથી નવરાત્રીમાં માતાજીના ગરબાનું ગાન કરે છે.
તો આવો આજે પ્રાચિન ભજનોના માહિર હર્ષદગીરી ગોસ્વામીને આપણે જાણીએ તો ભુલાઇ નહી ચાલને જીવી લઇએ.
આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો
- ઈન કેબલ ચેનલ નં.૫૬૧
- ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭
- મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦
- સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦
કલાકારો
- કલાકાર: હર્ષદગીરી ગોસ્વામી
- ડીરેકટર એન્કર: પ્રિત ગોસ્વામી
- તબલા: મહેશ ત્રિવેદી
- પેડ: કેયુર બુઘ્ધદેવ
- કી બોર્ડ: પ્રશાંત સરપદડિયા
- સાઉન્ડ: વાયબ્રેશન સાઉનડ અનંત ચૌહાણ
આજે પ્રસ્તુત થનાર સુમધુર કૃતિઓ
- * મનવો જાણે કે અમે……
- * જનમ જે સંતને આપે…..
- * શું પુછો છો મુજને…..
- * લહેરીયું…..
- * જુગનો જીવન…..
- * સાંઇ મુંજા મેરૂ રે……
- * દોરંગા ભેળા નવ……
- * પગ વીના પંથે……