નયે વરેજી લખ લખ વધાયું
સંતવાણીના ઉચ્ચગજાના કચ્છી માડુની આગવી શૈલીમાં ગવાયેલા ભજનો અને ગઝલોની અનેકવિધ રચનાઓની રજૂઆત
આજે કચ્છી લોકોનું નવું વર્ષ અને સાથો સાથ અષાઢી બીજનો પાવન પ્રસંગ ત્યારે એક સમયના સંતવાણીના ઉચ્ચગજાના કચ્છી કલાકાર એવા નારાયણ સ્વામીની યાદમાં આજે કીશોરભાઇ વ્યાસ તેમની આગવી શૈલીમાં ગવાયેલા ભજનો અને ગઝલોની રચનાઓ ‘અબતક’ના સંગિતપ્રેમી શ્રોતાઓને પીરસશે. પ્રભુ સુધી પહોંચવાની સીડી એટલે ભજન. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં અનેક સંતો ભજન થકી તરી ગયા છે ત્યારે એવા જ એક શકિતદાન ગઢવી એટલે કે નારાયણ સ્વામી. તેવો સોનબાઈમાંની કૃપાથી ભજન-સંતવાણી ક્ષેત્રે આગળ વઘ્યા. બાપુએ શિવજીના ભજનો, માતાજીના ભજન સહિત જીવનનો ચિતાર આપતી ગઝલો પણ ગાઈ છે. આજે કિશોરભાઈ વ્યાસ નારાયણસ્વામીની યાદમાં તેમના ભજનો રજુ કરશે.
ખાસ તો તેવો આજના ભજનો દ્વારા કૈલાશનાં ખોપરામાં બેઠેલ મહાદેવની સાથે શકિતનાં પણ ચરણ પખાળવાના છે ત્યારે ‘અબતક’નો ‘ચાલને જીવી લઈએ’ કાર્યક્રમને નિહાળવા અને ખાસ શિવ-શકિતની આરાધના સૌ સાથે મળી કરીશું ત્યારે અમારા ‘ચાલને જીવી લઈએ’ કાર્યક્રમને નિહાળવા અને સહકાર આપવા બદલ આપનો ખુબ-ખુબ આભાર.
આજે કિશોરભાઈ વ્યાસની મોજ
- ગાયક: કિશોરભાઈ વ્યાસ
- એન્કર: પ્રિત ગોસ્વામી
- તબલા: સુભાષભાઈ ગોરી
- બેન્જો: બલદેવભાઈ નરોલા
- મંજીરા: શંકરભાઈ પરમાર
- સંકલન: મયુર બુઘ્ધદેવ
- કેમેરામેન: દિપેશ ગરોધરા, નિશીત ગઢીયા
- સાઉન્ડ: ઉમંગી સાઉન્ડ, રાજેશભાઈ ઉભડીયા
આજે પ્રસ્તુત થનાર સુમધુર ભજન અને ગઝલ
- કાયરપણાની વાતો કરીને બીજાને બિવડાવીશમા…
- કૈલાશ કે નિવાશી નમુ બાર બાર હું…
- જીવો વણઝારા જીવો વણઝારા
- શું પુછો છો મુજને કે હું શું કરું છું…
- હે જગજનની, હે જગદંબા…માત ભવાની શરણે તું લેજે…
- અવધપુરી કી ગલીયન મેં કાશી, મથુરા, વૃંદાવન મેં…
- બદલાઈ બહુ ગયો છું, તમને મળ્યા પછી…