આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થયો છે. આ કાર્નિવલ 31 ડિસેમ્બર સુધી ચાલશે. મહત્વનુ છે કે, છેલ્લા 10 વર્ષથી અમદાવાદમાં કાર્નિવલ યોજવામાં આવે છે. આ કાર્નિવલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહે તેવી પણ શક્યતા છે.

મહત્વનુ છે કે, અમદાવાદ શહેરને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સીટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બેવડી ખુશીને મનાવવા માટે પહેલાથી જ કાંકરિયાની આસપાસના વિસ્તાર અને રોડ રસ્તાઓને લાઇટોથી ઝળહળતા કરવામાં આવ્યા છે.

આ દરમિયાન 3 નાયબ પોલીસ કમિશ્નર, 7 ડીવાયએસપી, 33 પીઆઇ, 73 પીએસઆઇ, 13 મહિલા પીએસઆઇ, 1346 પોલીસ કર્મચારીઓ, 266 એસઆરપી જવાનો અને 265 હોમગાર્ડના જવાનો ગોઠવવામાં આવ્યા છે. ટ્રાફિક ન થાય તે માટે ટ્રાફિકની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.

હેલ્પ ડેસ્ક, વોચ ટાવર, બોમ્બ ડિસ્પોઝલ ટીમ, એન્ટી સેબોટેજની ટીમોનુ સમગ્ર પરિસરનુ આતંકી પ્રવૃતિઓ નિવારવા માટે સઘન ચેકિંગ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.