આજે કાલ ભૈરવનું પુજન કરવાથી આખુ વર્ષ વિઘ્ન નથી આવતું
આજે કારતક વદ સાતમને ગૂરૂવારે કાલ ભૈરવ જયંતી છે. શિવ રહસ્યમાં કહેવા પ્રમાણે નિત્ય યાત્રાવગેરે કર્યા પછી મધ્યાને સમય થયો ત્યારે બ્રહ્માએસધ નો અનાદાર કર્યો ત્યારે ઉગ્રરૂપવાળા રૂદ્રમાંથી કાલ ભૈરવ પ્રગટ થયા શિવરહસ્યમાં જણાવ્યા પ્રમાણે કાલભૈરવની ઉત્પતી મધ્યાન સમયે થયેલી છે. કાલ ભૈરવ જયંતીના દિવસે કાલ ભૈરવનું પૂજન કરવાથી આખુ વર્ષ વિઘ્નનો નથી આવતા આ દિવસે પિતૃતર્પણ કરવું તથા તિર્થમાં સ્નાન કરવું પણ ઉતમ છે. આ દિવસે પિતૃ તર્પણ કરવાથી બધા જ પિતૃઓને નર્કમાંથી મૂકિત મળે છે.
કાલ ભૈરવની પૂજાનું મહત્વ રાતનું વધારે છે. નારદ પૂરાણ પ્રમાણે કાલ ભૈરવની પુજા કરવાથી બધીજ મનોકામના પૂર્ણ થાય છે. અને બીમારીઓ દૂર થાય છે.
કાલભૈરવ જયંતીના દિવસે વહેલા ઉઠી અને સ્નાન કરી ત્યારબાદ સવારે મહાદેવજીનું પૂજન કરવું અને રાત્રે ધ્રુપ, કાળા તલનો દીવો અડદ, સરસવના તેલથી કાલ ભૈરવ પૂજન કરવું અને આ દિવસે કાળા કુતરાને રોટલી નાખવી.
તે ઉપરાંત કાલ ભૈરવને અડદની દાળના વળા ગોળના લાડુ ગાઠીયા કાલ ભૈરવ એટલે શંકર ભગવાનનું જ એક સ્વરૂપ છે. અને કાલ ભૈરવ મહાદેવજીના ગણ છે જે કળયુગમાં તુરંત ફળદાઈ છે.
એક પૌરાણીક કથા પ્રમાણે એક વખતે બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવજી વચ્ચે વિવાદ થયો કે તેમાં શ્રેષ્ઠ કોણ છે. બધાજ દેવી દેવતાઓની સભા બોલાવી તેમાં વિષ્ણુ અને મહાદેવજી સહમત થયા પરંતુ બ્રહ્માજી સહમત ન થયા અને બ્રહ્માજી એ મહાદેવજીનું અપમાન કર્યું આથી મહાદેવજીમાંથી ભયંકર રૂપ વાળા કાલ ભૈરવની ઉત્પતી થઈ.
કાલભૈરવે કાળા કુતરા પર સવાર થઈ અને દંડદ્વારા બ્રહ્માજીના એ માથાનું છેદન કર્યું આમ કાલ ભૈરવ ઉપર બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું ત્યારબાદ કાલભૈરવ કાશી પહોચ્યા અને ત્યાં તેમણે પાપમાથી મૂકિત મળી ભગવાન કાલ ભૈરવને મહાકાલેશ્વર ડંડાધિપતિ પણ કહેવાય છે.