લોકડાઉનમાં ઘરમાં પુરાઇ રહેવાથી કંટાળેલા લોકોનું મનોરંજન કરવા માટે ‘અબતક મીડિયા’એ અભૂતપૂર્વ કાર્યક્રમ ‘ચાલને જીવી લઇએ’નો પ્રારંભ કર્યો હતો આ અનોખા કાર્યક્રમને અભૂતપૂર્વ સફળતા મળતા તાજેતરમાં પચાસ શો દબદબાભેર પૂર્ણ થયા છે.
આવા અનોખા ચાલને જીવી લઇએ કાર્યક્રમમાં આજે જાણીતા કલાકાર કૈલાસ ગોહિલ ધુમ મચાવશે. પોતાના મધુર કંઠે ગાયન કરતી કૈલાસ ગોહિલ યુવા હૈયામાં આગવી લોકચાહના ધરાવે છે. અત્યાર સુધી ચાલને જીવી લઇને કાર્યક્રમમાં સંતવાણી, લોકગીત, લોકસાહિત્ય, હસાયરોને આનંદ સાથે માણ્યા છે. ત્યારે આજે રાત્રે આઠ વાગ્યે ફરીથી કલાકાર કૈલાસ ગોહિલને સાંભળવાની લાખો દર્શકોને તક મળશે. ચાલને જીવી લઇએ કાર્યક્રમમાં અનોખા કલાકાર કૈલાસ ગોહિલ આજે ભજનની સાથ લોકગીતો પોતાની આગવી શૈલીમાં રજુ કરશે. આ કાર્યક્રમનું એન્કરીંગ અનિરૂઘ્ધ ત્રિવેદી પોતાની આગવી શૈલીમાં કરીને દર્શકોને હળવાફુલ કરી દેશે.
આજે પ્રસ્તુત થનાર સુમધુર ગીતો
- હાલ કાના મને દ્વારીકા દેખાડ
- તારી વાંસળીના શુર ધીરે ધીરે બજાવ
- દ્વારીકાનો નાથ મારો
- મોગલ આવશે રે મોગલ આવશે
કૈલાસ ગોહિલની મોજ
- ગાયક:- કૈલાસ ગોહિલ
- એન્કર:- અનિરૂઘ્ધ ત્રિવેદી
- તબલા:- રાહુલ વાઘેલા
- બેન્જો:- રાહુલ ટીમાણી
- મજીરાના માણીગર:- પ્રકાશ ચૌહાણ
- કેમેરા- ગોપાલ ચૌહાણ, માનસી સોઢા
- સાઉન્ડ:- ઊમંગી સાઉન્ડ- રાજેશભાઇ ઉભડીયા