ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ અને બાળકોના પ્યારા ચાચા નહેરૂનો જન્મ આજના દિવસે એટલે કે 14 નવેમ્બર, 1889ના રોજ ઉત્તરપ્રદેશના અલ્હાબાદમાં થયો હતો. જેને આપણે સૌ બાળ દિવસ તરીકે ઉજવીએ છીએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી પંડિત નેહરુની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી

વડાપ્રધાન તરીકે તેઓએ 1947 થી 1964 સુધી સેવા આપી હતી. ભારતમાં પંડિતજી અને બહાર પંડિત નેહરૂ તરીકે તેમનો ઉલ્લેખ કરવામાં નહેરૂજી ભારતના સૌથી પહેલા વડાપ્રધાનની સાથે સાથે અત્યાર સુધી સૌથી લાંબો શાસનકાળ ધરાવતા વડાપ્રધાન હતા.
આઝાદીની લડતમાં યુવાન વયે જ જોડાઈને નહેરૂજીએ આજીવન દેશસેવાના કાર્યો કર્યા. મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં આઝાદીની ચળવળમાં જોડાયેલા નહેરૂજી એક પ્રભાવશાળી અને ક્રાંતિકારી નેતા હતા.

ભારતની લાંબી અને સંઘર્ષપૂર્ણ સ્વતંત્રતા ચળવળમાં તેઓ એક ચાવીરૂપ અને મહત્વની વ્યકિત રહ્યા હતા. ભારત જયારે સ્વતંત્ર થયું ત્યારે 15 ઑગસ્ટ, 1947ના રોજ નવી દિલ્હી ખાતે સ્વતંત્ર ભારતનો ધ્વજ લહેરાવવાનું સન્માન એક માત્ર નહેરૂજીને પ્રાપ્ત થયું હતું.
નહેરૂજીએ એમના લાંબા કાર્યકાળ દરમિયાન ગરીબ અને વંચિતો માટેની ચિંતાને કેંદ્રસ્થાને રાખી આધુનિક ભારતનો પાયો નાંખ્યો હતો. સ્વતંત્ર ભારતની પરંપરાઓ અને માળખું ઊભું કરવામાં તેમનો લાંબો કાર્યકાળ નિમિત્ત બન્યો. જેને કારણે તેમણે “આધુનિક ભારતના શિલ્પી” તરીકે પણ સંબોધવામાં આવે છે.

ભવિષ્યમાં ભારતની પ્રગતિ માટે શિક્ષણ આવશ્યક છે એવું માનતા જવાહરલાલ નહેરુ ભારતનાં બાળકો અને યુવાનોને શિક્ષણ મળવું જ જોઈએ તેના પ્રખર હિમાયતી હતા. તેમની સરકારના કાર્યકાળ દરમ્યાન ઉચ્ચ શિક્ષણ માટેની અનેક ઈન્સ્ટિટ્યૂટોની સ્થાપના થઈ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.