ભયાનક પરિસ્થિતિઓમાં બાળકોની સંભાળ રાખવી સૌની જવાબદારી છે
અબતક,અરૂણ દવે,રાજકોટ
આજનો દિવસ વિશ્ર્વ યુધ્ધ અનાથ દિવસ તરીકે વિશ્ર્વભરમાં ઉજવાય છે. યુધ્ધને કારણે બાળકોનો સંઘર્ષ અને વિવિધ મુશ્કેલીઓનો સામનો કરવા બાબતે જાગરૂકતા પ્રસરાવવાનો મુખ્ય હેતુ છે. ભયાનક પરિસ્થિતિઓમાં બાળકોની સંભાળ રાખવી સૌની જવાબદારી છે.
વિશ્ર્વ યુધ્ધ અનાથ દિવસ વૈશ્ર્વિક સમુદાયોને ખાસ કરીને સંવેદનશીલ જાૂથની દૂર્દશાને ઓળખવામાં સક્ષમ બનાવે છે. આદિવસ બાળકોને યાદ કરવાનો છે. અને વધુને વધુ લોકોને યુધ્ધની છાયાને હળવોકરવાની જવાબદારી યાદ કરાવે છે. યુનિસેફના અંદાજ મુજબ બીજા વિશ્ર્વ યુધ્ધ દરમ્યાન ઉત્તર પૂર્વમા 9 લાખથી વધુ બાલકો અનાથ થયા હતા. તેમના ભવિષ્ય પર ગંભીર અસર પડી હતી. તેના ભણતર, ખાવાનું ઘર જેવી વિવિધ મુશ્કેલીઓ પડી હતી.અનાથ દિવસની ઉજવણીનો હેતુ શરૂઆતથી બાળકોનું ભવિષ્ય સુરક્ષીત થઈ શકે તેવો છે.આ વર્ષની ઉજવણીની થીમમાં ખાસ કરીને રોગચાળા સંદર્ભે બાળકોની સંભાળ રાખવાની છે. બીજા વિશ્ર્વ યુધ્ધમાં યુરોપમાં લાખશે અનાથ થયા હતા જેમાં પોલેન્ડમા ત્રણ લાખ, સાથે એકલા યુગોસ્લાવિયામાં બે લાખ બાળકો અનાથ થયા હતા.
આજે વૈશ્ર્વિક સ્તરે અનાથ બાળકો પરત્વેની જાગરૂકતા સાથે અનાથાલયોમાં ઉછરેલા બાળકો સામાજીક ભેદભાવનો ભોગ ન બને તેવી જાગરૂકતા લાવવા કાર્યક્રમો યોજાયા છે. વિશ્ર્વ યુધ્ધ અનાથ દિવસની નિબંધ સ્પર્ધા સાથે અનાથાલયોમાં અનાથ બાળકોને ખાવા પિવા અને પહેરવા માટે કપડા વિતરણ પણ કરાયું હતુ.
અનાથ બાળકોની અધિકૃત રીતે કાર્ય કરનાર રોમન હતા જેમણે ઈ.સ. 400માં વિશ્ર્વનું પ્રથમ અનાથાશ્રમ ખોલ્યું હતુ. રાજય સરકાર દ્વારા પણ 0 થી 18 વર્ષનાને 3 હજારની સહાય સાથષ પાલક માતા પિતાને ગ્રામ્ય લેવલે 27 હજાર અને શહેરી વિસ્તારમાં 36 હજાર સુધીની સહાય મળીરહી છે.