કોઈ પણ વિચાર કરતાં જ આપણે આ વિચારને લગતા દ્રશ્ય દેખાવા લાગે છે. તેવી જ રીતે આપણે કોઈ પણ ફિલ્મ કે નાટક જોઈ એ છીએ તો આપણે પોતાની જાતને તેની સાથે જોડવા લાગે છે. આજે વર્લ્ડ ટેલીવિઝન ડે છે. જ્યારે પીએન આપડે કોઈ પણ ફિલ્મ કે નાટક જોઈએ ત્યારે પોતાની જાતને આપડે તેની સાથે જોડીએ છીએ.આમ તો ટેલિવિઝનનો સંઘર્ષ, ઉપયોગિતા, ભવિષ્ય વગેરે પર ચર્ચા કરવા માટે દર વર્ષે 21 નવેમ્બરે વર્લ્ડ ટેલિવિઝન ડેની ઉજવણી કરવામાં આવે છે. અત્યાર સુધી ટેલિવિઝનની સફર ખુબ રોમાંચક રહી છે અને તે બ્લેક એન્ડ વ્હાઇટથી આજના સ્માર્ટ ટીવી સુધી પહોંચી ગયું છે.
ટેલીવિઝનની શોધ ક્યારે થઈ
સૌ પ્રથમ ટેલીવિઝનની શોધ વર્ષ 1927મા અમેરિકી વૈજ્ઞાનિક જોન લોગી બેયર્ડેએશોધ કરી હતી, પરંતુ તેને ઇલેક્ટ્રોનિક રૂપ આપવામાં સાત વર્ષનો સમય લાગ્યો અને વર્ષ 1934મા ટીવી સંપૂર્ણ રીતે તૈયાર થયું. ત્યારબાદ 3 વર્ષની અંદર ઘણા આધુનિક ટીવી સ્ટોશનો ખોલવામાં આવ્યા અને ટીવી લોકોના મનોરંજનનું એક સાધન બની ગયું
ભારતમાં ક્યારે આવ્યું ટીવી
1934મા ટીવી આવ્યા બાદ ભારત સુધી તેને પહોંચવા માટે 16 વર્ષ લાગી ગયા અને પ્રથમવાર 1950મા ભારતમાં આવ્યું. જ્યારે એક એન્જિનિયરિંગ વિદ્યાર્થીએ પ્રદર્શનમાં ટેલિવિઝનને જોયું. 15 સપ્ટેમ્બર 1959ના સરકારી પ્રસારક તરીકે દૂરદર્શનની સ્થાપના થઈ. દૂરદર્શનની શરૂઆતના સમયમાં તેમાં થોડા સમય માટે કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવતું હતું અને વર્ષ 1965મા નિયમિત દૈનિક પ્રસારણની શરૂઆત ઓલ ઈન્ડિયા રેડિયોના એક અંગના રૂપમાં થઈ હતી.
ગુજરાતમાં ટેલીવિઝન ક્ષેત્રે ક્રાંતિ લાવનાર આ ગામની મહત્વની ભૂમિકા
ગુજરાતમાં ટેલીવિઝન ક્ષેત્રે ક્રાંતિ લાવવામાં ખેડા જીલ્લાની મહત્વની ભૂમિકા છે. વિક્રમ સારાભાઇને આપણે સૌ કોઈ જાણીએ છીએ જેને વૈજ્ઞાનિક ક્ષેત્રે ભારતનો ડંકો વગલ્યો છે. વિક્રમ સારાભાઈ મે 1966માં અણુ ઉર્જા આયોગના અધ્યક્ષ તરીકે ચૂંટાયા બાદ તેઓ હવામાનશાસ્ત્ર અને શિક્ષણ સંબંધિત અવરોધોને દૂર કરવા માંગતા હતા.તેમણે યુએસ સ્પેસ એજન્સી NASA સાથે વાતચીત શરૂ કરી અને સેટેલાઇટ ઇન્સ્ટ્રક્શનલ ટેલિવિઝન એક્સપેરિમેન્ટ (SITE) ની સ્થાપના થઈ.
SITEને 1975માં લોન્ચ કરવામાં આવ્યુ હતુ. ભારત અને અમેરિકા વચ્ચે અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં આ પ્રથમ મોટી ભાગીદારી હતી ત્યારબાદ ભારતીય ટેલિવિઝનના ઇતિહાસમાં નિર્ણાયક વળાંક હતો. આ પ્રયોગ પાછળનો મૂળ વિચાર ગામડાઓમાં ટીવી લાવવા માટે નાસાના પ્રથમ પ્રત્યક્ષ પ્રસારણ ઉપગ્રહનો ઉપયોગ કરવાનો હતો. SITE હેઠળ ખેડા કોમ્યુનિકેશન પ્રોજેક્ટને પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં ટેલિવિઝન પ્રસારણ માટે સૌપ્રથમ ખેડા જિલ્લાના પીજ ગામની પસંદગી કરવામાં આવી હતી.
વર્લ્ડ ટેલિવિઝન ડેની શરૂઆત
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ડિસેમ્બર 1996મા 21 નવેમ્બરે વર્લ્ડ ટેલિવિઝન ડે તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. મહત્વનું છે કે 1996મા જ 21 નવેમ્બરના પ્રથમ વિશ્વ ટેલિવિઝન ફોરમની સ્થાપના કરવામાં આવી અને તેની યાદમાં વિશ્વ ટેલિવિઝન દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે ટેલીવિઝન લોકોના જીવનનો એક ભાગ બની ગયું છે.