મહાભારતમાં ધૃતરાષ્ટ્રને સંજય યુઘ્ધના લાઇવ દ્રશ્યો બતાવી રહ્યા હતા: સંદેશો વ્યવહારોમાં ટીવીનો 1984થી આપણાં દેશમાં પ્રારંભ થયેલો

 

દૂરદર્શનના પ્રારંભના કાર્યક્રમો – શ્રેણીઓમાં ‘હમલોગ’ ચિત્રહાર, ફૂલ ખીલે ગુલશન ગુલશન મોખરે રહ્યા હતા

આપણાં ‘મહાભારત’ ગ્રંથમાં અંધ ધૃતરાષ્ટ્રને સંજય પાસે બેસીને તેનું લાઇવ પ્રસારણની વાત કરતાં હતાનો જયારે ઉલ્લેખ જોવા મળે છે ત્યારે આપણા દેશની દુરદેશી સમગ્ર વિશ્વ માં ટોચે હતી. આજના લાઇવ સ્ટ્રીમીંગ અને ક્રિકેટ મેચનું લાઇન પ્રસારણ આજ વાતનો સૂર પુરાવે છે.

આજે વિશ્વ ટેલિવિઝન દિવસ છે ત્યારે આ ઇન્ડિયર બોકસનો પ્રારંભ, શોધ, સંશોધન 7મી સપ્ટેમ્બર 1927માં જોવા મળેલ હતો. 1983માં આપણે ક્રિકેટનો વર્લ્ડ કપ જીત્યા ત્યારે દુનિયામાં ટીવી અને લાઇવ પ્રસારણ હતું પણ આપણે ત્યારે રેડિયોમાં કોમેન્ટરીમાં સાંભળીને મનોરંજન માણતા હતા.

યુ.એન. દ્વારા 1996 માં આ દિવસ ઉજવણી માટે નકકી કર્યો હતો. સામાન્ય જન સુધી આપણાં દેશમાં ટેલિવિઝ 2000 ની સાલમાં ઉપલબ્ધ થયેલ હતું. પ્રારંભમાં મોટા ડબ્બા જેવા ટીવી: શટરવાળા ટીવી, બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી બાદ પોર્ટેબલ ટીવી આવ્યા. છેલ્લા 30 વર્ષમાં ટીવીમાં જબ્બર ક્રાંતિ આવી છે. આજે તો 4સ LED જેવા અદ્યતન સ્માર્ટ ટીવી બઝારમાં જોવા મળે છે. આજે 65,75 ને 85 ઇંચના ટીવીનો જબ્બર ક્રેઝ જોવા મળે છે.

સ્માર્ટ યુગમાં સ્માર્ટ ટીવી હવે તો આપણા મોબાઇલ સાથે પણ કનેકટ થતાં હવે મનોરંજન માઘ્યમના નવા યુગમાં નવા દ્વાર ખુલ્લા છે. આજે શિક્ષણમાં પણ દ્રશ્ય શ્રાવ્ય સાધનોનોનું ઘણું મહત્વ જોવા મળે છે. એકવાત મુજબ બાળકોને ચિત્ર કે દ્રશ્ય જોઇને 90 ટકાથી વધુ યાદ રહી જતું હોય છે.

ટેલિવિઝનને સમાજમાં અને વ્યકિતનાં જીવનમાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે. આજે ઝુપડપટ્ટીમાં રહેતા લોકોના મનોરંજન માટે એક માત્ર ટીવી ગણાય છે.આજે ટીવી ચેનલોનો રાફડો ફાટયો છે ત્યારે પોતાની ચેનલ વધુને વધુ લોકો જોવે તેવી હરિફાઇ ચાલી રહી છે. ત્યારે જનરલ નોલેજની અને બાળકોની કાર્ટુન ચેનલો પણ વધુ જોવાતી રહી છે.

આજે ટેલિવિઝન દિવસે તેના શોધ સંશોધનના પ્રારંભના કાળથી આજના OTT પ્લેટ ફોર્મ ના યુગમાં આપણે વૈશ્ર્વિક સ્તરે બનતી ઘટના ગણત્રીની સેક્ધડમાં આપણે ટીવીમાં કે તેની મોબાઇલ એપ્લીકેશનમાં જોઇ શકીએ છીએ જે તેની તાકાત બતાવે છે.

ટીવીના સારા અને ખરાબ બન્ને પાસા આજે સમાજમાં જોઇ રહ્યા છીએ ત્યારે ઇન્ફરમેશન ટેકનોલોજીના યુગમાં ફિલ્મ બાદ સૌથી મહત્વનું મનોરંજન માઘ્યમ ગણવામાં આવે છે. વિશ્વ ના તમામ સમાચારો આજે વિવિધ નયુઝ ચેનલના માઘ્યમથી જોવા મળતા હવે આપણે વર્તમાન પ્રવાહથી સતત અવગત થતાં રહીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.