ટીબી વિશ્વનો સૌથી પ્રાચિન રોગ છે, જેનો ઉલ્લેખ વેદ-પુરાણો અને આયુર્વેદિક સંહિતામાં પણ જોવા મળે છે. તે દૂનિયાનો સૌથી ઘાતક સંક્રામક રોગ છે. ટીબીના જીવાણું અત્યંત સુક્ષ્મ હોવાથી સહેલાઈથી હવામાં પ્રસરી શકે છે. વિશ્ર્વનાં કુલ દર્દીઓ પૈકી ર7 ટકા દર્દીઓ ભારતમાં છે. ર030 સુધીમાં ટીબીને નાબુદ કરવા માટે સમગ્ર વિશ્ર્વ એક થયું છે
ટીબીના દર્દીઓનો બોજ ધરાવતા દેશોમાં ભારતનું નામ અગ્રસ્થાને છે તો બીજા દેશો ચીન- ઇન્ડોનેશિયા – ફિલીપાઈન્સ – પાકિસ્તાન – નાઇજીરીયા – બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા જેવા દેશો છે
સમગ્ર વિશ્ર્વમાં આજે ર4 માર્ચે ‘વિશ્વ ક્ષય દિવસ’તરીકે ઉજવણી કરવામાં આવે છે. ઇ.સ. 1882ના વર્ષમાં આજના દિવસે ડો. રોબર્ટ કોચ નામના તબીબે સૌ પ્રથમ ક્ષય અર્થાત ટી.બી. રોગનાં જંતુઓ શોધી કાઢયા હતા. એમની યાદીમાં દર વર્ષે આ દિવસે ક્ષય નિવારણ દિવસ ઉજવાય છે. મૃખ્યત્વે આ રોગ બીડી, સીગારેટ, તમાકુ વિગેરેના વધુ પડતા સેવનને કારણે થતો જોવા મળે છે. ટીબી એ સમગ્ર વિશ્વને તેની ઝપટમાં લીધું છે. આ એક ચેપી રોગ છે. આજના દિવસની ઉજવણીનો હેતુ ક્ષય રોગ વિશે લોકોમાં જનજાગૃતિ આવે અને લોકો આ રોગથી બચે તેવો છે. સમાજમાં આ રોગથી પિડાતા લોકોને શોધીને તેમને મફત સારવાર મળે તેવી વ્યવસ્થા ગોઠવવાની છે.
ટી.બી.ના દર્દીઓની સમયાંતરે તપાસ થાય તેવી નિદાન સારવાર અને ટ્રીટમેન્ટ ફોઓલોપ વ્યવસ્થા વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ ગોઠવી છે. આપણાં ભારત દેશે પણ રાષ્ટ્રીય ક્ષય નિવારણ બોર્ડ બનાવેલ છે. જેમાં ટ્રીટમેન્ટનો ડોટ કાર્યક્રમ અમલમાં છે. દર્દીને ઘેર બેઠા દવા મળી જાય છે. અગાઉ આ રોગને ‘રાજરોગ’ પણ કહેતા હતા. રોગ ચેપી હોવાથી દર્દીની સારવાર કરવામાં ખુબ તકેદારી રાખવી પડે છે.
ક્ષય રોગને પહેલા ઘાસણી પણ કહેતા અંગ્રેજીમાં ટયુબર કપુલોસિસ કે ટીબી કહેવાય છે. પ્રાચિન કાળમાં તેમ યક્ષ્મા કહેતા હતા. ટીબી સામાન્ય રીતે ફેફસા ઉપર હુમલો કરે છે, ઘણીવાર તે શરીરનો અન્ય ભાગને પણ નુકશાન કરે છે. તે હવા દ્વારા ફેલાતો રોગ હોવાથી જયારે રોગી ખાંસી કે છીંક ખાય કે થૂંકે ત્યારે આ રોગના બેકટેરીયા હવામાં ફેલાતા હોવાથી અન્યને ચેપ લગાડે છે. માનવીમાં મોટાભાગના ચેપ બિમારીના ચિન્હો વગરના એસિમ્પટમેટિક અને સુસુપ્ત જોવા મળે છે.
ક્ષય રોગના મુખ્ય લક્ષણોમાં લાંબા સમયની ઉઘરસ કે ખાંસી, ગળફામાં લોહી પડવું, તાવ, રાત્રે પરસેવો વળવો અને વજનમાં ઘટાડો થવા જેવા મુખ્ય ચિન્હો છે. છાતીના એકસ-રે, ગળફાની તપાસ કે લોહીની તપાસથી આ રોગનું નિદાન થાય છે. દુનિયાની ત્રીજા ભાગની તપાસ કે લોહીની તપાસથી આ રોગનું નિદાન થાય છે. દુનિયાની ત્રીજા ભાગની વસ્તી એમ. ટયુબર કયુલોસિસથી પિડાતી હોવાનું મનાય છે. અને દર બીજી સેક્ધડે વધુ એક વ્યકિત ને તેનો ચેપ લાગે છે. દર વર્ષે તેની સંખ્યા સ્થિર થતી જાય છે. પણ વસ્તી વધારાને કારણે નવા કેસોની સંખ્યા ચોકકસ સંખ્યા વધતી જોવા મળે છે.
સૌથી વધુ કેસો વિકાસશીલ દેશોમાં જોવા મળે છે. સાથે વિકસિત દેશોમાં પણ ઇમ્યુનોસ પ્રેસિવ ડ્રગ પદાર્થોનું વધુ સેવન અથવા એઇડસને કારણે તેમની રોગ પ્રતિકારક શકિત ઘટી છે. સમગ્ર વિશ્ર્વમાં ક્ષય રોગના દર્દીઓની સંખ્યા સમાન નથી હોતી. એશિયા અને આફ્રિકામાં 80 ટકા વસ્તી ક્ષય રોગના ટેસ્ટમાં પ્રોઝિટીવ આવે છે તો અમેરીકામાં માત્ર પ થી 10 ટકા જ લોકો પોઝિટીવ આવે છે. જે લોકો સિલિકોસિસથી પીડાઇ રહ્યા છે. તેને ટીબી થવાનો 30 ગણો ભય રહે છે. ડાયાલિસિસ પર હોય તેમને પણ 10 થી રપ ગણું ટીબીનું જોખમ છે. આ ઉપરાંત ડાયાબિટીસના દર્દીઓમાં સક્રિય ટીબી થવાનું જોખમ વધારે છે ઓછા વજન પણ ક્ષય રોગના જોખમ સાથે સંકળાયેલ છે.
જાહેર આરોગ્યની વાત જોઇએ તો ક્ષયએ એઇડસ અને મેલેરિયા બાદ ગરીબી સાથે સંકળાયેલો ત્રીજો મુખ્ય રોગ છે. ગ્લોબલ ફંડ ટુ ફાઇટ એઇડસ ટયુબ કયુલોસિસ એન્ડ મેલેરિયા જેવા ચેપી રોગોની સમસ્યા હલ કરવા માટે જરુરી ભંડોળ ઉભુ કરવા ર002માં શરુઆત કરાય હતી. વૈશ્ર્વિકરણને કારણે પણ આ રોગને ફેલાવવામાં મદદ મળી છે. આપણાં ગુજરાત રાજયમાં દરેક જીલ્લા મથકે જીલ્લા ક્ષય નિવારણ કેન્દ્ર સાથે ગ્રામ્ય વિસ્તારોના આરોગ્ય કેન્દ્રો ઉપર પણ તેની નિદાન સારવાર જેવી તમામ સુવિધા ઉપલબ્ધ છે. આપણા ભારતમાં દર વર્ષે ટી.બી.ના ર6 લાખ જેટલા દર્દીઓ નોંધાય છે. સમગ્ર વિશ્ર્વમાં નોંધાતા કુલ ટીબીના રોગીઓની કુલ સંખ્યાના ર7 ટકા ભારતના દર્દીઓ હોય છે.
આપણાં દેશના વડાપ્રધાને ર025 સુધીમાં ભારતમાં ટીબી રોગ નાબુદ કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. દેશમાં ડોર ટુ ડોર સર્વે કરીને ક્ષય શંકાસ્પદ દર્દીઓ શોધવાનું અભિયાન હાથ ધરાયું છે. 2021માં આ માસ સુધી 4535 ટીબીના કેસ નોંધાયા છે. 92 દર્દીના મુત્યુ થયા છે. ટીબીની સારવાર કરતાં દર્દીને દર માસે રૂ. પ00 ની ખાસ સહાય આપવામાં આવે છે.