અબતક, સબનમ ચૌંહાણ, સુરેન્દ્રનગર

આજે વિશ્વ આપઘાત નિવારણ દિવસ છે. માનવી ક્ષણિક આવેગના પ્રવાહમાં તણાઈને આત્મહત્યા જેવુ અંતિમ-અવિચારી પગલુ ભરી બેસે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ૮ મહીનામાં ૮૮જેટલા આપઘાતના બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. જ્યારે ગત વર્ષ એટલે કે સાલ ૨૦૨૦ દરમિયાન અંદાજે ૧૪૫થી વધારે લોકોએ વિવિધ કારણો આપઘાત કરીને જીવ ટૂંકાવ્યો હોવાનું પણ પોલીસ ચોપડે નોંધાયું છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા અને આંતરરાષ્ટ્રીય આપઘાત નિવારણ સંસ્થાન દ્વારા ૨૦૦૩ના વર્ષથી ૧૦મી સપ્ટેમ્બરે વિશ્વ આપઘાત નિવારણ દિવસ તરીકે મનાવી આપઘાતના બનાવો રોકવા મનોમંથન કરવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષ ૨૦૨૦માં આશરે ૧૪૫ જેટલા લોકોએ આત્મહત્યા જેવુ અંતિમ પગલુ ભરી લીધુ હોવાનું પોલીસ ચોપડે નોંધાયેલ છે.

જ્યારે વર્ષ ૨૦૨૧નાં આઠ મહીનામાં એટલે કે, ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૮૮ લોકોએ આપઘાત કર્યો હોવાનું પોલીસ ચોપડે નોંધાયુ છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, ભારતમાં દર વર્ષે ૧.૩૫ લાખથી વધુ લોકો આપઘાત કરતા હોવાનું મનાય છે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ૮ મહીનામાં જ ૮૮જેટલા લોકોના આપઘાત ચિંતા ઉપજાવે છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.