- પૃથ્વીની સપાટીના લગભગ ર9 ટકા ભાગ જમીન રોકે છે: રહેવા માટે કઠણ સપાટી, પીવા માટે પાણી અને શ્ર્વાસ લેવા માટે હવા મળી રહેતા પૃથ્વી પર જીવન સૃષ્ટિ વિકાસ પામી: માટીની અધોગતિ વિશ્વ ના 3.1 અબજ લોકોને અસર કરશે.
- માટી એ બધી માતાઓની માતા છે કારણ કે, દરેક જીવન તેમાંથી diedઉત્પન થયું છે. માટી મૃત સામગ્રી નથી પણ જીવિત માટી છે.
- ભૂમિ વિસ્તારના બંધારણ અને જેને પ્રદેશની આબોહવાને કારણે માટીના અલગ – અલગ પ્રકાર જોવા મળે છે: આપણી પૃથ્વી પર તે વન પ્રદેશો, રણપ્રદેશો અને તૃણ પ્રદેશોમાં વહેચાયેલા છે: વિવિધ પ્રદેશોની ભૂમિ તેમજ તેના રંગ, બંધારણ, કાર્બનિક દ્રવ્યનું પ્રમાણ તથા ખનીજ દ્રવ્યોની બાબતમાં ભિન્નતા દર્શાવે છે: માટી માટે અવાજ ઉઠાવો !
- માટી બધાંંનાજ જીવનમાં મહત્વની ભૂમિકા ભજવે છે: આપણાં દેશમાં ધરતી માતાને પૂજવામાં આવે છે: ર014 થી ઉજવાતા આ દિવસનો મુખ્ય હેતુ માટીનું મુલ્ય સમજાવવાનો છે: આજે તેને જીવિત રાખવાના, માટીના પોષક તત્વો વધારવા જતજાગૃતિ લાવવાના કાર્યક્રમો યોજાશય છે.
આપણાં દેશને ‘સોને કી ચિડીયાં ’ કહેવામાં આવે છે. આપણાં દેશની 70 ટકા વસ્તી કૃષિ આધારીત વ્યવસાય સાથે સંકળાયેલા છે ત્યારે માટીનું મહત્વ આપણાં જેટલું કોઇ સમજી ન શકે. વિશ્વ ના ઘણા દેશો કૃષિ આધારીત હોવાથી ગ્લોબલ વોમિંગ સાથે જમીનમાંથી સતત ઉપાડ ખનીજોનો કરતા ધરતી રસહીન બની ગઇ છે. પહેલા કરતાં આજે કૃષિના પાક ઉતારામાં દર વર્ષે ઘટાડો જોવા મળે છે, ત્યારે તેની ફળદ્રુપતા સતત ઘટી રહી છે. જંતુનાશક દવાને કારણે ધરતી, માટી સાથે બીજા તમામ સતત બગડતા હવે આ બાબતે સૌએ જાગૃત થવાની જરુરી છે.
એક જમાનામાં આપણી ધરતી સોનુંં – હિરા – મોતી જેવી કિંમત સમા પાકનું ઉત્પાદન કરતો હોવાથી ભાજપને સોનાની ચકલી કહેવામાં આવતું હતું, પણ આજે હવે આપણે પણ અનાજ સાથે ઘણી વસ્તુ બહારથી આ વાત કરવી પડે છે. આજે વિશ્વ માટી દિવસ છે, આ ઓઇલ ડે વૈશ્ર્વિક સ્તરે ઉજણીનું કારણ પૃથ્વીવાસીઓ માટી બાબતે જાગૃત થાય તેવો છે. 2013થી આ દિવસ વિશ્વ સ્તરે યોજાય રહ્યો છે. છતા: આપણે તેના જતન માટે જાગૃત થયા નથી. પર્યાવરણનો બગાડ જ જમીનને બગાડે છે.
એક વાતથ ભૂલવી ન જોઇએ કે માટી છે, તો ધરતી પર જીવન શકય છે. પૃથ્વીની સપાટીના લગભગ 29 ટકા ભાગ જમીન રોકે છે. જીવન જીવવા હવા – પાણી અને ખોરાકનીસાથે ફળદ્રુપ જમીન પણ જરુરી છે. રહેવા માટે કઠણ જમીન, પીવા માટે પાણી અને શ્ર્વાસ લેવા ચોખ્ખી હવા મળી રહેતા જ આપણી પૃથ્વી પર માનવ જીવન શકય બન્યું છે. ત્યારે તેનું જતન કરવું સૌ પૃથ્વીવાસીની ફરજ છે. ભુમિ વિસ્તારના બંધારણ અને જે તે પ્રદેશની આબોહવાને કારણે માીના ભિન્ન- ભિન્ન પ્રકારો જોવા મળે છે. આપણી પૃથ્વી વન પ્રદેશો, રણ પ્રદેશો અને તૃણ પ્રદેશોમાં વહેચાયેલી છે. વિવિધ પ્રદેશોની ભૂમિ તેમજ તેના રંગ, બંધારણ, કાર્બનિક દ્રવ્યોનું પ્રમાણ નથી. ખનીજ દ્રવ્યોની બાબતમાં ભિન્નતા દર્શાવે છે.
આજે વિશ્વ ના અનેક સ્થળોએ સમયાંતરે માટી વેશન અને વાંઝણી બનતી જાય છે. જેનું મુખ્ય કારણ વધુ પડતા રસાયણો અને કિટનાશક દવાઓનો અતિરેક જોવા મળે છે. હિમશિલા ધીરે ધીરે ઓગળતા પૃથ્વી પર પાણીનું સ્તર ઉંચે આવતા રહેવા માટે જમીન મળવી મુશ્કેલ બની જશે.
આજ વર્ષે આપણા વડાપ્રધાન પણ ‘માટી બચાવ આંદોલન’ ની શરુઆત કરી હતી. ગત માર્ચમાં સદગુરુ જગ્ગી વાસુદેવ દ્વારા 100 દિવસની ર7 દેશોને આવરી લેતી મોટર સાયકલ યાત્રા દ્વારા જનજાગૃતિ લાવવાનો વિશ્વ માં પ્રથમ પ્રયાસ કર્યો હતો. આ આંદોલન લોકોને જમીનના બગડતા સ્વાસ્થ્ય વિશે જાગૃત કરવા અને સુધારવાના પ્રયાસોને પ્રોત્સાહન આપવાનો હતો. આજના દિવસે માટી સાથે સિધો સંબંધ છે. તેવા ખેડુતોને જાગૃત કરવાની નાની જરુરીયાત છે. ઓર્ગેનિક ખેતી વિષયક માહીતી ફાયદાઓની સમજથી આપણે ફરી આપણો દેશ ‘સોનાની ચિડીયા’ કે હરિયાળો બનાવી શકીશું.
આજે બગડતા પર્યાવરણમાં વિશ્વ ના મોટાભાગના દેશોમાં જમીન સંશાધનો નાશ પામી રહ્યા છે ક આપણે નાશ કરી રહ્યા છીએ આપણાં દેશમાં ખેડુત પાસે તેની જમીન કેવા પ્રકારની, તેની જમીનમાં શું ખામી છે, કેટલી છે તેની માહીતીનો અભાવ જોવા મળે છે. ત્યારે આ સમસ્યાને દૂર કરવા ભારતમાં ‘સોઇલ હેલ્થ કાર્ડ’ નું વિશાળ અભિયાન ચલાવાયું હતું. માટી બચાવ આંદોલન એક વૈશ્ર્વિક પહેલ છે. બધા જ દેશોએ જમીનને કેમિકલ મુકત બનાવવાની જરુર છે. આપણે જમીનમાં ઘણા સજીવોનું અસ્તિત્વ છે જેને બચાવવી જ પડશે અને તેથી જ આપણે જમીનનો ભેજ જાળવી શકીશું. ભુર્ગભ જળ ઓછા હોવાને કારણે તેને બચાવવા પણ યુઘ્ધના ધોરણે કાર્ય કરવું જ જડશે.
આજનો દિવસ તંદુરસ્ત જમીનમાં મહત્વ પર ઘ્યાન કેન્દ્રીત કરવા અને જમીનની સંશાધનોના ટકાઉ વ્યવસ્થાપનની હિમાંયત કરવા અને પૃથ્વી વાસીઓ જાગૃતિ લાવવા ઉજવાય છે. 2002માં ઇન્ટરનેશનલ યુનિયન ઓફ ઓઇલ સાયન્સિસ (ઈંઞજજ) દ્વારા માટીના ઉજવણી માટે આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવા ભલામણ કરી હતી, બાદમાં યુએન દ્વારા 2013માં સતાવાર જાહેરાત બાદ 2014માં પ્રથમ સતાવાર દિવસ ઉજવાયો હતો.
2050માં વૈશ્ર્વિક ખાદ્ય માંગને પહોંચી વળવા કૃષિ ઉત્પાદનમાં 60 ટકા વધારો કરવો પડશે એનો મતલબ કે આપણે અત્યારથી જ માટી સંદર્ભે કાર્ય કરવા સક્રિય ફરજીયાત થવું જ પડશે. આપણો 95 ટકા ખોરાક આ જમીનમાંથી આવે છે. આજે વિશ્વ ની 33 ટકા જમીનથી દૂર થઇ ગઇ છે વિશ્વ ભરનાં દેશો ટકાઉ જમીન વ્યવસ્થાપના દ્વારા 58 ટકા સુધી વધુ ખોરાકનું ઉત્પાદન કરે તો જ સારા પરિણામો મળશે. આ ગંભીર બાબતને પગલે વિશ્વ ભરમાં ડજિપ્લ સોઇલ ન્યુ ટ્રિઅન્ટ મેપીંગ કરવામાં આવી રહ્યું છે જેને કારણે કયાઁ સૌથી વધુ જમીન બગડી છે તેનો ખ્યાલ આવી શકશે.
આપણો 9પ ટકા ખોરાક જમીનમાંથી આવે છે !!
આગામી 2050માં વૈશ્ર્વિક ખાદ્ય માંગને પહોંચી વળવા આપણે કૃષિ ઉત્5ાદનમાં 60 ટકા વધારો કરવો જ પડશે જે ગંભીર એટલા માટે છે કે ઉતરોતર દર વર્ષે પાકનો ઉતાર જમીન રસહિત હોવાથી ઘટતો જોવા મળે છે. આપણો 95 ટકા ખોરાક જમીનમાંથી આવે છે. આજે વિશ્વ ની 33 ટકા જમીન ક્ષીણ થઇ ગઇ છે ત્યારે આગામી દિવસોમાં ભયંકર સ્થિતિ જોવા મળશે. આપણે આ સમસ્યાને પહોંચી વળવા માટીની તંદુરસ્તી વધારવા સાથે, ટકાઉ જમીન વ્યવસ્થાપન દ્વારા પ8 ટકા સુધી ઉત્પાદન વધારવાની જરુર પડશે. 18 કુદરતી રીતે બનતા રસાયણો છોડ માટે જરુરી છે, આજે એમાં પણ નાશ થતો જોવા મળે છે.