ફેરનેશના ગેરમાર્ગે વળતા લોકોને સ્વસ્થ અને ચળકતી ત્વચા માટે જાગૃત કરવા જરૂરી:નિષ્ણાંત તબીબ
મનુષ્ય આદિકાળથી શરીરની ત્વચાને રંગથી ઓળખાતો આવ્યો છે.પરંતુ શું ખરેખર ત્વચાની સાચી વ્યાખ્યાથી આજે પણ આ બુદ્ધિ જેવી મનુષ્ય વાકેફ છે ખરા.ત્યારે ઇન્ડિયન ડરમટોલોજિસ્ટ સોસાયટી દ્વારા 6 એપ્રિલના રોજ વર્લ્ડ સ્કીન હેલ્થ ડેની ઉજવણી કરવામાં આવે. ઘણા વર્ષોથી ત્વચાની સાચી વ્યાખ્યા ડરમોટોલોજી સોસાયટી દ્વારા વિશ્વ સ્કીન દિવસના લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે આ વર્ષે પણ લોકોમાં રહેલી ફેરનેસ ગોરી ગોરી ત્વચા પાછળની ઘેલ ઈચ્છા ને દૂર કરવા હેતુ અવેરનેસની થીમ સાથે ઉજવણી કરવામાં આવી છે.જેમાં ખાસ રંગ ઘેલછા બંધ કરોના વિષયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ગોરી ચામડીવાળા ભારતીયોનો પૂર્વગ્રહસ્પષ્ટ છે.વિડંબના એ છે કે મોટાભાગના ભારતીયો કાળી ચામડીના છે.ઓવર ધ કાઉન્ટર ફેરનેસ ક્રિમ ટોપિકલ સ્ટીરોઈડ ક્રિમથી તમારી ત્વચાને નુકસાન પહોંચાડવાનું બંધ કરો.કેટલીક ફેરનેસ ક્રીમમાં સ્ટેરોઈડ હોય છે જે સ્ટેરોઇડ્સથી ચહેરાને નુકસાન થાય છે.લાલાશ, બળતરા પેદા કરી શકે છે,ફ્રીકલ્સ હોઈ શકે છે.હોસ્પિટલો અથવા ક્લિનિક્સમાં પ્રમાણિત ત્વચા રોગો નિષ્ણાતોનો સંપર્ક કરો.રંગ ઘેલછા બંધ કરો
પર મુખ્ય ભાર મૂકવામાં આવ્યો છે.સાથોસાથ સ્ટેરોઇડ્સનો દુરુપયોગ કરવાનું બંધ કરોની વાત કરી છે.સ્ટીરોઈડ ક્રીમનો ઉપયોગ ત્વચાની એલર્જી માટે થાય છે, સફેદ કરવા માટે નહીં.બ્લીચિંગ એ સ્ટીરોઈડ ક્રીમની આડ અસર છે. જે વાજબીપણું માટે ભૂલભરેલું છે.તમારા પ્રિસ્ક્રિપ્શનને ક્યારેય કોઈની સાથે શેર કરશો નહી.ઓવર ધ કાઉન્ટર પ્રિસ્ક્રિપ્શનોમાં મોટે ભાગે સ્ટેરોઇડ્સ હોય છે જેથી ત્વચાને સીધી તબીબી સારવાર મળે.સ્ટોરની શોધ કરશો નહીં.સોન,લોન જેવા બ્રાન્ડ નામોના ઉપયોગ કરવો નહીં. તદુપરાંત સામાન્ય ત્વચા રોગ,મુહસા, સફેદ ડાઘ, સોરીયસીસ,ક ુષ્ઠ રોગ વિષય પર વિશેષ ચર્ચા કરી લોકોમાં જાગૃતતા ફેલાવવાના કાર્ય કરવામાં આવી રહ્યા છે.
જાતે ડોક્ટર ન બનવું, નિષ્ણાંત તબીબની સલાહ લેવી જરૂરી:ડો.પ્રિયંકા સુતરિયા
ઇન્ડિયન ડરમટોલોજીસ્ટ સોસાયટીના ગુજરાતના પ્રેસિડન્ટ ડો.પ્રિયંકા સુતરીયાએ જણાવ્યું કે, ત્વચાની બાબતને લોકો ઘણી વખત હળવાશમાં લેતા હોય છે. જેવી કે ત્વચા ને લઈ શું કરવું અને શું ન કરવું વધુ પડતું ફેરનેસ પાછળનું ઘેલું પણ લોકોમાં જોવા મળે છે ત્યારે આ વર્ષે વર્લ્ડ સ્કીન હેલ્થ ડેની ઉજવણી ત્વચાની જાગૃતતા પર રાખવામાં આવી છે. જેમાં સ્પષ્ટ પેરનેસ ત્વચા પાછળ ઘેલુ થવા બંધ કરો વિષયનો ઉલ્લેખ કર્યો છે.બીજી તરફ લોકો આજે સ્કિનને લઈ ગેરમાર્ગે દોળી જતા હોય છે.
યોગ્ય તબીબ જેવા કે એમ.ડી તથા ડીવીડી સ્કિન સ્પેશિયાલિસ્ટનો સંપર્ક કરવો. હાલના સમયમાં લોકો જાત ડોક્ટર બની રહ્યા છે.આ બિલકુલ વ્યાજબી નથી લોકોએ આ બંધ કરવું જરૂરી છે.મિત્રો કે પરિવારના સભ્યોના પ્રિક્સીપ્સન પરથી દવાઓ ન લેવી જોઈએ.તેમજ મેડિકલમાં કેમિસ્ટ પાસેથી પણ દવાઓ ન લેવી જોઈએ.નિષ્ણાંત તબીબ નો સંપર્ક કરી દવાનો કોર્ષ કરવો હિતાવહ છે.વર્ષ 2023ની વર્લ્ડ સ્કીન હેલ્થ ડેનો મુખ્ય ઉદ્દેશ તમારા નિષ્ણાંત ચામડીના તબીબની મુલાકાત લેવાનો છે.