શિકાર અને વસવાટના નુકશાનને કારણે ભારતીય ગેંડાનું અસ્તિત્વ જોખમમાં !
દુનિયામાં 1970માં 70 હજાર ગેંડા હતા, આજે માત્ર 27 હજાર જ બચ્યા છે : 2011 થી આ દિવસની ઉજવણી કરાય છે: વર્ષોથી મનુષ્ય તેમના શીંગડા, ખાલ , અને લોહી માટે તેનો શિકાર કરે છે: વિશ્વના 85 ટકા મોટા શિંગડાવાળા ગેંડા આપણા ભારતના આસામ રાજ્યના કાઝીરંગા ઉદ્યાનમાં જોવા મળે છે
આફ્રિકામાં 16 હજાર, ભારતમાં 3 હજાર અને નેપાળમાં 650 ગેંડા જીવી રહ્યા છે : ઢાલ જેવી જાડી ચામડી ધરાવતું, નાસિકાની ઉપરના ભાગે એક બે શિંગડા, ટૂંકા પગ વાળું જમીન પરનું એક વિશાળકાય સસ્તન પ્રાણી છે: તેની મુખ્ય પાંચ પ્રજાતિઓ પૈકી ત્રણ જાત એશિયામાં અને બે આફ્રિકામાં જોવા મળે છે.
રોમન સામ્રાજ્યમાં ગેંડાનો ઉપયોગ સરકસમાં થતો હતો: તેના બચ્ચા જન્મ સમયે 35 થી 40 કિલોના અને, જન્મતા ની સાથે માતાની પાછળ દોડવા લાગે છે : જાવા દેશનો ગેંડો પૃથ્વી પરના દુર્લભ પ્રાણી પૈકીનું એક છે , તો સુમાત્રાનો ગેંડો વિશ્વની સૌથી નાની પ્રજાતિ છે.
આજે શિકાર અને હવામાન પરિવર્તનને કારણે તેની પાંચ જ પ્રજાતિ બચી છે.વર્ષોથી તેની શારીરિક સામગ્રીનો ઉપયોગ દવા બનાવવામાં થતો હોવાથી તેનો વધુ શિકાર થાય છે. વિશ્ર્વ વન્ય જીવન દક્ષિણ આફ્રિકા દ્વારા 2010 માં સૌ પ્રથમ વાર ઉજવણી જાહેર કરાય હતી. ગત વર્ષની ઉજવણી થીમ ‘ફાઇવ રાઇનો સ્પીસીઝ ફોર એવર’ હતી.
આ પૃથ્વી પર આદિ કાળથી પ્રાણીઓનો વસવાટ ચાલ્યો આવ્યો છે. મનુષ્યોનો તેની સાથે સંબંધ ગુફાવાસી વખતથી ચાલ્યો આવે છે. પ્રાણીઓ પર્યાવરણના સંતુલન માટે અતિ આવશ્યક હોવાથી તેનું રક્ષણ કરવું દરેક પૃથ્વીવાસીની પ્રથમ ફરજ છે. માનવે કરેલા વિકાસના પગલે અને કપાતા જંગલો સાથે તેના શિકારને કારણે ઘણી પશુ-પંખી- પ્રાણીઓની પ્રજાતિ લુપ્ત થવા લાગી છે.
આપણે તેનું કુદરતી વાતાવરણ અને આવાસો છીનવી લેતા કેટલાય પ્રાણીઓ ખતમ થઇ ગયા છે. આપણી ઇકોલોજી સિસ્ટમના ભાગરુપે પણ જતન કરવું બધાની નૈતિક ફરજ છે. આજે વિશ્ર્વ ગેંડા દિવસ છે. 2011 થી ઉજવાતા આ દિવસનું મહત્વ આ પ્રાણી પ્રત્યેની જાગૃતિ લાવવા અને તેના રક્ષણ માટે કાર્યરત થવાનો છે.
2010માં સૌ પ્રથમવાર દક્ષિણ આફ્રિકા દ્વારા વિશ્ર્વ ગેંડા દિવસ ઉજવણીનો પ્રસ્તાવ મુકાયા બાદ 2011 થી આજના દિવસે ગેંડા દિવસ ઉજવાય છે. હાલ વિશ્ર્વમાં પાંચ પ્રજાતિના ગેંડા જ બચ્યા છે. ગેંડો શાકાહારી પ્રાણી છે અને શાંત સ્વભાવના હોય છે, તમે તેને છંછેડો નહી તો તમને કયારેય નુકશાન કરતો નથી. ગેંડા પ્રાણી સમુદાયનું મુલ્ય અને પૃથ્વી પર તેમની ઇકોલોજીકલ અસર જાણવી દરેક માટે મહત્વ પૂર્ણ છે. દર વર્ષે અપાતી ઉજવણી થીમમાં ગત વર્ષ 2022 માં ‘ફાઇવ રાઇનો સ્પીસીઝ ફોર એવર’ જેનો મતલબ હવે આ પૃથ્વી પર પાંચ પ્રજાતિ બચી છે તેને બચાવવા માટે સૌએ સક્રિયતા દાખવવી જરુરી છે
વર્ષોથી ગેંડાનો શિકાર થતો આવે છે તેના મુખ્ય કારણોમાં પરંપરાગત દવાઓમાં તેની શારીરિક સામગ્રી કામ આવે છે. કેન્સર, આંચકી, તાવ અને પુરૂષોની વિરતામાં વધારો જેવામાં તેના શિંગડા, ખાલ અને લોહીનો ઉપયોગ થાય છે. ગેંડો 30 મીટરથી વધુ જોઇ શકતો ન હોવાથી તે ખુબ જ ચપળ હોવા છતાં ખુલ્લા મેદાનોમાં પણ શિકારી તેનો સરળતાથી શિકાર કરી શકે છે. આજના દિવસે ગેંડા વૈશ્ર્વિક સ્તરે જોખમમાં છે. વિશ્ર્વની 60 ટકાથી વધુ ગેંડા વસ્તી એકલા દક્ષિણ આફ્રિકામાં જોવા મળે છે. આજે વિશ્ર્વના પ્રાણી પ્રેમીઓ તેના બચાવ કાર્યમાં સક્રિય હોવાથી આંશિક સુધારો જોવા મળ્યો છે પણ ,આજે હજી દરરોજ તેના શિકારની ઘટના બને છે.
હાલ વિશ્ર્વમાં તેનુ કુલ પાંચ પ્રજાતિમાં સફેદ અને કાળો ગેંડો, એક શિંગાડાવાળો અને બે શિંગડાવાળો મુખ્યત્વે છે. સફેદ અને કાળો ગેંડો આફ્રિકામાં અને એક શિંગડાવાળો ભારતમાં જોવા મળે છે. આપણા ગેંડાની સાઇઝ મોટી હોય છે. જાવા-સુમાત્રા અને ભારતના ગેંડાને માત્ર એક શિંગ હોય છે, જયારે સફેદ- કાળા ગેંડાને બે શિંગડા હોય છે જે આફ્રિકામાં જોવા મળે છે. ગેંડા પાસે આપણાં માણસો સિવાય કોઇ કુદરતી શિકારી નથી, આપણે જ તેને લુપ્તવાદીમાં ધકેલી દીધો છે. આજના દિવસે બધાને આ પ્રાણી વિશે જાણીને બીજાને માહિતગાર કરવા અતિ આવશ્કય છે
આજે દુનિયામાં તેના સેમીનારો, પ્રદર્શનો સાથે વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી છે ,જેમાં શાળાના છાત્રો સાથે પ્રાણી પ્રેમીઓ ભાગ લઇ રહ્યા છે. ગેંડો એ ગેંડોરોટી ડે પરિવારના મોટા સસ્તન પ્રાણી છે, તે શાકાહારી છે અને ઘાસ, છોડ અને ફળો ખાય છે. તે ખુબ જ ચપળ હોવા છતાં દૂરનું જોઇ શકતો નથી. દુનિયામાં 60 ટકાથી વધુ વસ્તી ગેંડાની આફ્રિકામાં જોવા મળે છે. તેના શિંગડા અને લોહી માટે દરરોજ ત્રણ ગેંડાનો શિકાર કરાય છે. 1970 માં એક અહેવાલ મુજબ દુનિયામાં 70 હજાર ગેંડા હતા. જે પૈકી આજે માત્ર 27 હજાર જ બચ્યા છે. આફ્રિકામાં 16 હજાર, ભારતમાં 3 હજાર અને નેપાળમાં 650 ગેંડા જીવી રહ્યા છે.
વિશ્ર્વના 85 ટકા એક શિંગડાવાળા ગેંડા ભારતના આસામ રાજયના કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં છે. આ જંગલ ગેંડાઓનું દુનિયાનું સૌથી મોટી વસ્તુ ધરાવતું છે. આજના દિવસે પ્રાણી પ્રેમી, સરકારો, એનજીઓ અને પ્રાણી સંગ્રાહલયો જેવા ઉજવણીમાં જોડાઇને ગંભીર રીતે લુપ્ત થતી આ પ્રજાતિઓ ને બચવા પગલા ભરે છે, અને દુનિયાને આ વિશે જાગૃત પણ કરે છે. અંગુઠાવાળા અનગ્યુલેટસની અસંખ્ય પ્રજાતિઓ તો પહેલાથી પૃથ્વી પરથી લુપ્ત લઇ ગઇ છે ત્યારે આ બચેલી પાંચ પ્રજાતિ વિશે સૌએ જાગૃત થવું જ પડશે.
ગેંડા આપણાં ગ્રહ પર લાંબા સમયથી વસવાટ કરે છે. વૈજ્ઞાનિક અભ્યાસો દર્શાવે છે કે રાઇનોટાઇડસ પ્રારંભિક ઇઓસીન દ્વારા અન્ય પેરીસોડેકટીલ્સથી અલગ પડી ગયા હતા. ઉત્તર અમેરિકામાં મળી આવેલા હાયરાચ્યુસ એકિઝમસના અવશેષો આ સમયગાળાનાં જ છે. નાના શિંગડા વિનાનો પૂર્વ જ ગેંડા કરતા નાના ઘોડા જેવો હતો. તમામ આધુનિક ગેંડાનો પરિવાર, ગેંડો સૌ પ્રથમ યુરિશિયાના અંતમાં ઇઓસીનમાં જોવા મળ્યો હતો.
છેલ્લા દશ વર્ષમાં એક અહેવાલ મુજબ વિશ્ર્વમાં 7100 ગેંડા શિકારને કારણે માર્યા ગયા છે. શિકારીઓ ગેંડાને શોધવા માટે હેલિકોપ્ટરનો પણ ઉપયોગ કરે છે. શિકારીઓ માત્ર 10 મીનીટમાં તેના શીંગડા કાપે છે. જેનાથી તે મરતો નથી પણ લોહી ઘણું નીકળે છે, જેને કારણે તેને મૃત્યુ સુધી પીડા ભોગવવી પડે છે. આજના દિવસે ગેંડાને બચાવવા તમામ મુદ્દા પર ઘ્યાન આપવાની જરુરી છે.
દક્ષિણ આફ્રિકામાં આજે 16000 ગેંડાની વસતી !!
આજથી પાંચ દાયકા પહેલા 1970 માં 70 હજાર ગેંડા હતા જે આજે માત્ર વૈશ્ર્વિક સ્તરે 27 હજાર જ બચ્યા છે. દક્ષિણ આફ્રિકા વિશ્ર્વની 60 ટકાથી વધુ ગેંડા વસ્તીનું ઘર છે. ભારતમાં લગભગ 3 હજાર અને નેપાળમાં 650 ગેંડા આજે જોવા મળે છે. વિશ્ર્વના 85 ટકા મોટા શિંગડાવાળા ગેંડા એક માત્ર આસામ રાજયમાં જોવા મળે છે. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન વિશ્ર્વની એક શિંગડાવાળા ગેંડાની 70 ટકા વસ્તીનું ઘર છે. આફ્રિકા બ્લેક ગેંડો, 2011 માં લુપ્ત થઇ ગયો હતો. તેમના શિંગડા અને લોહી માટે દરરોજ 3 ગેંડાનો શિકાર કરવામાં આવે છે. આજે દક્ષિણ આફ્રિકામાં 16 હજાર ગેંડા છે.
શિકારીઓ ગેંડાને નિષ્ક્રિય કરવા માટે ટ્રાંકિવલાઇઝરનો ઉપયોગ કરે છે
પાંચદાયકામાં પ0 હજાર ગેંડાની સંખ્યા ઓછી થઇ છે. કેટલાક શિકારીઓ ગેંડાને નિષ્કિય કરવા માટે ટ્રાંકવીલાઇઝરનો ઉપયોગ કરે છે, બે ભાન થયા બાદ શિંગડા કાપીને લોહી નીકળતી હાલતમાં ગેંડાને છોડી દેવામાં આવે છે. શિકારી તેના શિકાર માટે વિવિધ પઘ્ધતિમાં ગોળીબાર, ઝેર, ઇલેકટ્રોશન અને ખાડાઓમાં ફસાવવા જેવી યુકિત કરે છે. ગેંડો 30 મીટરથી આગળ જોઇ શકતો નથી તેને કારણે, શિકારીઓ ખુલ્લામાં સરળતાથી તેનો શિકાર કરે છેે.