1917-1944 અને 1963 એમ ત્રણ વખત નોબેલ શાંતિ પુરસ્કાર ઇન્ટરનેશનલ રેડક્રોસ સોસાયટીને મળેલ છે. 190થી વધુ દેશોમાં આ પ્રવૃતિ-પ્રોજેકટ ચાલી રહ્યા છે. આપણાં દેશમાં 1920થી રેડક્રોસ સોસાયટી કાર્યરત છે.
રેડક્રોસ અને રેડ ક્રી સેંટ સોસાયટી ઇન્ટરનેશનલ ફેડરશેનની સ્થાપના 1919 માં કરવામાં આવી હતી. આજે તેમની સાથે વિશ્ર્વના 190 થી વધુ દેશો જોડાયેલા છે. આ સંસ્થા આંતરરાષ્ટ્રીય સ્તરે રાહત સહાયતા મિશન આયાત સ્થિતિમાં સહાય સાથે યુઘ્ધના સમયે તમામ પ્રકારે સેવા જેવી વિશિષ્ટ કાર્યક્ષ સમગ્ર વિશ્ર્વમાંથી જાણીતી છે. લગભગ બધા જ દેશો તેના સભ્યો છે, જે તેના દેશમાં આંતરરાષ્ટ્રીય માનવીય કાનુન અને આંતરરાષ્ટ્રીય આંદોલનના કાનુન અને સિઘ્ધાંતોને અનુસાર કામ કરે છે. આયાતકાલીન ચિકિત્સા સેવા પ્રદાન કરવા માટે રેડક્રોસ સોસાયટી સુવિખ્યાત છે આજે વિશ્ર્વ રેડક્રોસ દિવસ સમગ્ર વિશ્ર્વમાં ઉજવણી થઇ રહ્યો છે. ત્યારે વૈશ્ર્વિક કોરોના મહામારીમાં પણ આ સંસ્થા વૈશ્ર્વિક લેવલે કાર્યરત છે.
19મી સદીના મઘ્ય સુધી હતાહતો માટે કોઇ સંગઠીત અને વ્યવસ્થિત રીતે સ્થાપિત સેના નર્સિગ સિસ્ટમ ન હતી, અને યુઘ્ધના મેદાનમાં ઘાયલ સૈનિકોની સારવાર અને ઇલાજ માટે કોઇ નકકર સીસ્ટમ વિશ્ર્વભરમાં ન હતી. 1859માં સ્વિસ વેપારી જીન હેનરી ડુનેટેએ જમાનામાં ફ્રાંસ દ્વારા અલ્જીરીયામાં વેપાર માટેની મુશ્કેલીની રજુઆત કરવા ફ્રાંસના સમ્રાટ નેપોલિયનને રજુઆત કરવા ઇટાલી ગયા, એ ગાળામાં બે દેશો વચ્ચે યુઘ્ધ ફાટી નીકળતા 40 હજાર સૈનિકો મૃત્યુ પામ્યા કે ઘાયલ થયા ત્યારે હેનરીએ સૈનિકોની પીડા તબીબી સેવાની ખામી સાથે દ્રશ્યો જોઇઅને ખુબ જ હેરાન થયા હતા. તેણે તેની યાત્રાનો મુળ હેતું છોડીને ઘાયલ સૈનિકોની મદદમાં પોતાને સમર્પિત કરી દીધા હતા. કોઇ ભેદભાવ વગર તેમની સેવાએ વૈશ્ર્વિક સ્તરે રાહત આયોજન વિચારનો ઇશારો કર્યો હતો.
વતન પરત ફરેલા હેનરીએ 1859માં યુઘ્ધના સમયે ઘાયલ સૈનિકો માટેની મદદ કરતી રાષ્ટ્રીય સ્વૈચ્છીક સંગઠનન સ્થાપના કરી હતી. બાદમાં વિશ્ર્વના દેશો વચ્ચે યુઘ્ધના મેદાનમાં ઘાયલ સૈનિકો માટે મેડીકલ, ફિલ્ડ હોસ્પિટલ અને સુરક્ષાની ગેરંટી માટે આંતરરાષ્ટ્રીય સંધીનું આહવાન થયું. 1863માં થયેલ યુઘ્ધમાં આ સંસ્થાએ ખુબજ સારી કામગીરી કરતા અન્ય દેશોએ નોંધ લઇ એ બાબતે કાર્ય શરુ કર્યુને ર9 ઓકટોબર 1863માં સંમેલનમાં વિવિધ પ્રસ્તાવો પસાર કર્યા જેમાં ઘાયલ સૈનિકો માટે રાષ્ટ્રીય રાહત સમિતિ, તેમની નિષ્પક્ષતા અને સુરક્ષા, યુઘ્ધના મેદાનમાં રાહત સહાયતા માટે સ્વયંસેવક દળ સાથે આ કાર્યો કરનારને એક ચોકકસ સુરક્ષા પ્રતિકનું નકકી થતાં ‘રેડક્રોસ’ નો ઉદય થયો.
આ ઘટના બાદ એક જ વર્ષમાં સ્વિસ સરકારે બધા યુરોપિયન દેશોની સરકાર સાથે અમેરિકા, બ્રાજિલ, મેકસિકો જેવો દેશોને સંમેલનમાં ભાગ લેવા આમંત્રણ અપાયું, 16 દેશોના ર6 પ્રતિનિધીઓ જીનીવામાં મળ્યા જેને રર ઓગસ્ટ 1864 માં ઘાયલ સૈનિકોની સ્થિતિ સંશોધન માટે થોડાક નિયમો અપનાવ્યા, 1901 માં જયારે પેલો નોબલ શાંતિ પુરસ્કાર અપાયો ત્યારે પાયોનિયર હેનરી ડુનેટ અને ફેડરીક પૈસીને સંયુકત અપાયો હતો.
પહેલા વિશ્ર્વ યુઘ્ઘ્ સમયે આઇ.સી.આર.સી. ને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. આ યુઘ્ધમાં જાપાન, અમેરિકા સહિત દુનિયાભરમાંથી રેડક્રોસ નર્સ ઘાયલ સૈનિકોની સેવા કરવા યુઘ્ધ મેદાનમાં ઉતરી પડી હતી. દુનિયાના પ્રતિષ્ઠિત ટાઇમ મેગેજીને 2020માં પ્રથમ પુષ્ટ ઉપર સાલ લખીને રેડક્રોસ કરેલ કારણે કોરોના મહામારીએ વિશ્ર્વને તહસનહસ કરી નાખ્યું હતું. આપણાં દેશ ભારતમાં પણ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની સ્થાપના 1920માં કરવામાં આવી હતી. જેનો ઉદેશ ચિકિત્સા અને માનવીય અભિગમનો હતો. પ્રથમ વિશ્ર્વ યુઘ્ધ વખતે ભારતમાં પ્રભાવિત સૈનિકો માટેની રાહત સેવા સેંટ જોન એમ્બ્યુલન્સ અને બ્રિટીશ રેડક્રોસ અધિનિયમ જાહેર કરાયો, આજે સમગ્ર દેશમાં 700 થી વધુ રેડક્રોસ સોસાયટી કાર્યરત છે. યુઘ્ધ પછી 1947માં ભાગલા બાદ પાકિસ્તાન રેડક્રોસ સોસાયટી અલગ બની હતી. 1992માં ફરી રેડક્રોસ સોસાયટીના સશોધન બીલમાં સુધારા વધારા કરાયા હતા.
આજે વિશ્ર્વસ્તરે અને ભારતમાં રેડક્રોસ સોસાયટી દર્દીની સેવા, બ્લડબેંક, રકતદાન કેમ્પ, પ્રાથમિક સારવાર તાલીમ આયોજન જેવા વિવિધ પ્રોજેકટો ચલાવી રહી છે. શાળા, કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે રેડક્રોસ સોસાયટી વિવિધ આયોજન કરીને માહીતી આપી રહ્યા છે. વૈશ્ર્વિક સ્તરે સૌથી ખરાબ વર્ષ 2020 કોરોના મહામારીનું રહ્યું જેમાં રેડક્રોસ સોસાયટી ઘણી ઉમદા સેવા કરી છે.